Income Tax Deadline: 31 માર્ચ પહેલા કરી લો આ મહત્ત્વના કામ, નહીં તો ભરવી પડશે પેનલ્ટી

Income Tax Deadline: 31 માર્ચ પહેલા કરી લો આ મહત્ત્વના કામ, નહીં તો ભરવી પડશે પેનલ્ટી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

જો તમારે નાણાંકીય વર્ષ 2019-20નું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ભરવાનું બાકી છે, તો વ્યાજ સાથે ભરવાની અંતિમ સમય અવધિ 31 માર્ચ 2021 છે.

  • Share this:
મુંબઈ: નાણાંકીય વર્ષ 2020-21 (Financial year) પૂર્ણ થવાની તૈયારી છે. જે માટે મહત્વના નાણાકીય કાર્ય ડેડલાઈન 31 માર્ચ પહેલા પૂર્ણ કરવા જરૂરી છે. આધાર કાર્ડ (Aadhaar card) સાથે પાન કાર્ડ (PAN card) લિંક કરાવવાની સાથે ટેક્સ બચાવવા (Tax planning)ના દરેક કાર્ય પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ પ્રમાણે ન કરવા પર ટેક્સપેયરે પેનલ્ટી ચૂકવવાની રહે છે.

ITR File કરવાની છેલ્લી તારીખ



જો તમારે નાણાંકીય વર્ષ 2019-20નું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ભરવાનું બાકી છે, તો વ્યાજ સાથે ભરવાની અંતિમ સમય અવધિ 31 માર્ચ 2021 છે. જો તમે 31 માર્ચ સુધી ITR ફાઈલ નહીં કરો તો તમે ફરીથી તે ફાઈલ નહીં કરી શકો અને તમારે તેનો દંડ ભોગવવો પડશે અને ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસનો જવાબ પણ આપવો પડશે.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા કરાવી લો હેલ્થ ચેકઅપ, આ રીતે મળશે ઇન્કમ ટેક્સમાં છૂટ

રિવાઈઝ્ડ ઈન્કમટેક્સ રિટર્ન (ITR)

જો તમે ITR ફાઈલ કર્યું છે અને તેમાં કોઈ ભૂલ છે તો તે રિવાઈઝ્ડ ITR ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021ના દિવસે પૂર્ણ થઈ જશે. તે બાદ તમે ITRમાં કોઈ ફેરફાર નહીં કરી શકો. બીજી તરફ ડિલેડ ઈન્કમટેક્સ રિટર્ન 31 માર્ચ સુધી ભરવા પર તમારે રૂ. 10,000નોં લેટ ફાઈન ભરવો પડી શકે છે. જો તમારી આવક રૂ.5 લાખ છે તો તમારે રૂ. 1,000નો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

ડિડક્શન ક્લેમ

વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટે લાઈફ ઈંશ્યોરન્સ પ્રીમિયમ, PPF એકાઉન્ટમાં રોકાણ, મેડિક્લેમ પ્રીમિયમની ચૂકવણી અને ચેરિટેબલ ટ્રસ્ટને ડોનેશન વગેરેની ચૂકવણી માટેની અંતિમ તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તેની ચૂકવણી નથી કરતા તો તમારે તમારી કુલ આવક પર વધુ ઈન્કમ ટેક્સ ભરવાનો રહેશે.

આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

એડવાન્સ ટેક્સ પેમેન્ટ

જે ટેક્સપેયર પર એડજસ્ટમેન્ટ બાદ ઈન્કમટેક્સની રકમ રૂ. 10,000થી અધિક છે અને તે સીનિયર સીટિઝન નથી, તો ટેક્સપેયરે એડવાન્સ ટેક્સ ભરવો પડશે. જે સામાન્ય રીતે 4 હપ્તામાં જમા કરવાનો રહે છે. જેના છેલ્લા હપ્તાની તારીખ 15 માર્ચ હતી.

જો તમે 15 માર્ચ સુધી એડવાન્સ ટેક્સ જમા નથી કર્યો અથવા કુલ ઈન્કમટેક્સમાંથી 90%થી ઓછી રકમ જમા કરી છે તો તમે 31 માર્ચ સુધી એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરી શકો છો. આ પ્રમાણે ન કરવા પર 1 એપ્રિલ 2021થી ઈન્કમટેક્સ એક્ટ સેક્શન 234B હેઠળ તે રકમ પર વ્યાજ ભરવું પડશે.

આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!


પાન-આધાર લિન્કિંગ

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન 31 માર્ચ 2021 છે. જો તમે આ તારીખ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતા તો તમારો પાન કાર્ડ નંબર કામ કરવાનું બંધ કરી દેશે અને તે ડિએક્ટિવેટ થઈ જશે. પાન નંબર ડિએક્ટિવેટ થયા બાદ તમે કોઈ પણ મોટી રકમની લેવડદેવડ નહીં કરી શકો. તમે ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને ઓનલાઈન પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.
Published by:News18 Gujarati
First published:March 23, 2021, 14:44 pm

ટૉપ ન્યૂઝ