રાજ્યસભાએ આપી કોર્પોરેટ ટેક્સ છૂટ બીલને મંજૂરી, કોગ્રેસ પર નાણામંત્રીએ કર્યા પ્રહાર

News18 Gujarati
Updated: December 5, 2019, 9:03 PM IST
રાજ્યસભાએ આપી કોર્પોરેટ ટેક્સ છૂટ બીલને મંજૂરી, કોગ્રેસ પર નાણામંત્રીએ કર્યા પ્રહાર
નાણામંત્રી નિર્મલા સિતારમણ

લોકસભામાં પાસ થયા બાદ ગુરૂવારે ટેક્સેશન અમેડમેન્ટ બિલ 2019ને રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે

  • Share this:
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને ગુરૂવારે સંસદમાં જાણકારી આપી કે, કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપ કરવી, ખનનનું કામ કરવું અને પુસ્તકો છાપવાનું કામ લોવર ટેક્સ બેકેટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ભાગ નહી માનવામાં આવે.

ગુરૂવારે રાજ્યસભામાં વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, જો કોઈ નવી ઉત્પાદન કંપની 15 ટકા રેટના હિસાબે જરૂરતોને પુરી નથી કરતી તો તેણે 22 ટકા ટેક્સ બ્રેકેટમાં જવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે, અર્થવ્યવસ્થાને બુસ્ટ કરવા માટે સરકાર નવા રિફોર્મ કરતી રહેશે.

આ પણ વાંચો - નોકરીયાત માટે મોટા સમાચાર! ઈન્કમ ટેક્સ સ્લેબમાં કટોતી કરી શકે છે મોદી સરકાર

ટેક્સ એમેડમેન્ટ બિલ રાજ્યસભામાં પણ પાસ
લોકસભામાં પાસ થયા બાદ ગુરૂવારે ટેક્સેશન અમેડમેન્ટ બિલ 2019ને રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કટોતી માટે લાવવામાં આવેલા અધ્યાદેશની જગ્યાએ આને પાસ કરવામાં આવ્યું છે. એટલે કે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદાનું રૂપ લઈ લેશે.

આ પણ વાંચો - 2000 રૂપિયાની નોટને બંધ કરવા પર સરકારે આપ્યો આ જવાબ!કોંગ્રેસ નેતાઓએ સંસદમાં કર્યું પ્રદર્શન
હાલમાં જ જામીન પર બહાર આવેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ સહિત અન્ય નેતાઓએ સંસદ ભવનમાં ડુંગળીની વધતી જતી કિંમતોને લઈ પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમના હાતોમાં બેનર્સ હતા અને તેમણે સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી.
First published: December 5, 2019, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading