Home /News /business /Tax Savings: તમે અથવા તમારાં સગા NRI છે તો આ રીતે ટેક્સ ઘટાડી શકાય

Tax Savings: તમે અથવા તમારાં સગા NRI છે તો આ રીતે ટેક્સ ઘટાડી શકાય

જાણો ભારતમાંથી મળતી આવક પર NRI કેવી રીતે ઘટાડી શકે છે TDS

Tax Savings For NRI: જો તમે NRI છો અથવા તો તમારા કોઈ સગા NRI છે અને ભારતમાંથી કોઈપણ પ્રકારે આવક મેળવે છે તો સેક્શન 195 હેઠળ ટીડીએસ ચૂકવવો પડે છે. જોકે આ રીતે ટેક્સને ઘટાડી શકો છો.

ભારતમાંથી જે આવક મળે છે, તે માટે NRIએ ITR ફાઈલ કરવાનું રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભારતમાંથી વ્યાજ અથવા અન્ય સ્ત્રોમાંથી આવક મેળવે છે, ત્યારે પણ ITR ફાઈલ કરવું પડે છે. NRIએ 10%થી 30% TDSની ચૂકવણી કરવી જોઈએ. આ બાબતે નિષ્ણાંતોએ વિગતવાર જાણકારી આપી છે, જે અહીં જણાવવામાં આવી છે.

ડૉ. સુરેશ સુરાના, ફાઉન્ડર, RSM ઈન્ડિયા


ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની ધારા 195 હેઠળ કોઈપણ NRI વ્યક્તિએ TDSની ચૂકવણી કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં ગેરંટી સાથે 14 લાખ આપશે આ સરકારી યોજના, રોકાણ કરીને ચાંદી જ ચાંદી

(i) ઓછી કપાત માટે અરજી ફોર્મ (ફોર્મ 13)


ઈન્કમ ટેક્સ એક્ટની ધારા 197 હેઠળ કરદાતા ફોર્મ 13માં 0 TDS માટે અરજી કરી શકે છે. જે માટે પાન કાર્ડ, છેલ્લા 3 વર્ષની આવકની માહિતી પ્રદાન કરવાની રહે છે. જો અસ્થિર સંપત્તિનું વેચાણ કરવામાં આવે તો તે પ્રકારના મામલાઓમાં મૂડીગત લાભના ભાગરૂપે ખરીદદારે IT એક્ટની ધારા 195 હેઠળ 20 ટકા TDS ચૂકવવાનો રહે છે.

કર નિર્ધારણ માટે અરજી ફોર્મ (ફોર્મ 15E)


IT એક્ટની ધારા 195(2) હેઠળ કરદાતા કેટલી રકમ પર TDS ચૂકવવાનો રહેશે તે જાણવા માટે અરજી કરી શકે છે. આવકવેરા નિયમો, 1962ના નિયમ 29BA અનુસાર અરજી ફોર્મ 15Eમાં તમામ જરૂરી માહિતી આપવાની રહેશે.

(ii) સંધિ લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની ઉપલબ્ધતા


આવકવેરા અધિનિયમની ધારા 90(2) અનુસાર તમામ કરદાતાને સંધિ લાભ મેળવવા માટેનો વિકલ્પ આપવામાં આવે છે. સંધિ લાભ અન્ય જોગવાઈની સરખામણીએ વધુ ફાયદાકારક છે. જે માટે NRIએ નિવાસ પ્રમાણ પત્ર ફોર્મ 10F, No-PE ડિક્લેરેશેન ડોક્યુમેન્ટ આપવાના રહે છે.

આ પણ વાંચોઃ કોઈ ખજાનો પણ ટૂંકો પડે, 4 વર્ષમાં 1873% વધ્યો શેર, હજુ પણ રોજ લાગે છે અપર સર્કિટ

નિશાંત કોહલી, મુદ્રા પોર્ટફોલિયોના ફાઉન્ડર, ડાયરેક્ટર અને બિઝનેસ હેડ


DTAA લાભ:

NRI ડબલ ટેક્સેશન અવોઈડન્સ અગ્રીમેન્ટ (DTAA)નો ઉપયોગ કરીને TDS કપાતમાંથી રાહત મેળવી છે. જેના પર ભારત તથા અન્ય વિદેશી રાજ્ય વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. DTAA લાભ આપવામાં ન આવે તો ભારતમાં TDSના આધાર પર NRO FD પર 30.90% વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ DTAAની જોગવાઈ અનુસાર આપવામાં આવશે, જે અલગ અલગ દેશો માટે અલગ અલગ નિર્ધારિત કરવામાં આવી છે.

સોનમ ચંદવાની, KS લિગલ & એસોસિએટ્સમાં મેનેજિંગ પાર્ટનર


ફોર્મ 15G અથવા 15H:

કુલ આવક કર યોગ્ય મર્યાદા કરતા ઓછી હોય તો NRI ફોર્મ 15G અથવા 15H જમા કરાવી શકે છે. ફોર્મ 15G HUF અથવા વ્યક્તિગત રૂપે અને 15H વરિષ્ઠ નાગરિકો માટે છે.

કર સંધિ- જે દેશોએ ભારત સાથે કર સંધિ કરી છે, તે દેશમાં રહેતા NRI TDSના ઓછા દરનો લાભ મેળવી શકે છે.

NRIએ ભારતમાં આવકવેરા રિટર્ન દાખલ કરવું જરૂરી છે. ભારતમાં તેઓની આવક મર્યાદા કરતા વધુ છે તો આવકવેરો ભરવો જરૂરી છે. જો આ રિટર્ન દાખલ કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચોઃ MFના ફેવરિટ છે આ સ્ટોક્સ, રોકાણ કરીને ધનના ઢગલે ઢગલા થશે

ભુવના શ્રીરામ, હાઉસ ઓફ આલ્ફાના કો-ફાઉન્ડર અને ફાઈનાન્શિયલ પ્લાનિંગના હેડ


જો NRIએ ભારતમાં 2 વર્ષ કરતા વધુ સમય સુધી સંપત્તિ રાખી હોય અને બાદમાં સંપત્તિ વેચે તો તે વેચાણ કિંમતના આધાર પર 20.8%થી 23.9% TDS થશે. નાણાંકીય વર્ષ પૂર્ણ થયા બાદફાઈલ કરાયેલ TDS પરત મેળવી શકાય છે.

વેચાણકર્તા ફોર્મ 13 દાખલ કરીને મૂડીગત લાભ માટે અરજી કરી શકે છે. જે માટે ધારા 197 હેઠળ સંપત્તિના વેચાણ પર થતા મૂડીગત લાભના આધાર પર 0 TDS સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે.

સપંતિના ભાડાની આવક પર પણ TDS કાપવામાં આવે છે. આ તમામ સ્ત્રોતમાંથી જે આવક મળે છે, તે ઓછી હોય તો NRI ઓનલાઈન ફોર્મ 15E ફાઈલ કરીને 0 TDS સર્ટિફિકેટ મેળવી શકે છે. TDS કપાત માટે બેન્ક, MF કંપની થવા ભાડુઆત સાથે શેર કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ કક્કડભૂસ થઈ રહેલા માર્કેટ વચ્ચે આવી ગયા છે Top 20 એક્સપર્ટ ફેવરિટ સ્ટોક્સ

અનિતા બસરૂર, સુદિત કે. પારેખ & Co.LLPના પાર્ટનર


નિવાસી કરદાતાની સરખામણીએ NRI પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. કરદાતાઓએ વિથહોલ્ડિંગ માટે નિવાસ પ્રમાણપત્ર, ઈલેક્ટ્રોનિક ફોર્મ 10F અને નો પરમેનેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી. જે માટે કરદાતા 0 વિથહોલ્ડિંગ સર્ટીફિકેટ અથવા ન્યૂનતમ વિથહોલ્ડિંગ સર્ટીફિકેટ માટે અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Personal finance, Tax Savings, TDS

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો