Home /News /business /Income Tax Rules: ઘર ખરીદવા પર કેટલો ટેક્સ બચે? ક્યા સેક્શન હેઠળ કેટલી છૂટ મળે? જાણો તમામ વિગત

Income Tax Rules: ઘર ખરીદવા પર કેટલો ટેક્સ બચે? ક્યા સેક્શન હેઠળ કેટલી છૂટ મળે? જાણો તમામ વિગત

Latest Home Loan and FD Rates

Tax Benefits on Housing Loans: જો તમે પહેલું ઘર ખરીદ્યું છે તો તમે 50,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ લઈ શકો છો. આ છૂટ હોમ લોનના વ્યાજ પર ઉપલબ્ધ છે અને જ્યાં સુધી લોનની ચૂકવણી ન થાય ત્યાં સુધી દર નાણાકીય વર્ષમાં તેનો દાવો કરી શકાય છે.

વધુ જુઓ ...
મુંબઇ. Income tax rules: નવું નાણાકીય વર્ષ (Financial year) શરૂ થઈ ગયું છે. હવે નવા નાણાકીય વર્ષનું પ્લાનિંગ પણ કરવું જરૂરી છે. જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને આ માટે જો તમારે હોમ લોન (Home loan) લેવી હોય તો તેના ટેક્સ બેનિફિટ્સ (Income tax benefits) ને પણ સમજવા જોઈએ. આ સાથે તમે આવકવેરામાં મોટી બચત (Income Tax Deduction) કરી શકો છો. સરકારે હંમેશા હાઉસિંગમાં રોકાણ (Housing investment) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ કારણ છે કે તેને ટેક્સ મુક્તિ દ્વારા પણ પ્રમોટ કરવામાં આવે છે. તમને ઘર ખરીદીવા પર અને હોમ લોન પર આવકવેરા કાયદાની કેટલિક કલમો હેઠળ છૂટ મળે છે. જો આ તમારું પ્રથમ ઘર છે તો વધારાની 50,000 હજારની છૂટ મળશે. તમને વ્યાજની મૂળ રકમ પર કર મુક્તિ મળે છે.

સેક્શન 24 અંતર્ગત મળતી છૂટ


કોઈપણ હોમ લોનમાં બે પ્રકારના કમ્પોનેન્ટ હોય છે - વ્યાજની ચૂકવણી અને મૂળ રકમની ચૂકવણી. EMIના આ વ્યાજ કમ્પોનેન્ટની ચૂકવણી પર કલમ 24 હેઠળની આવકમાંથી 2 લાખ રૂપિયા સુધીની કર કપાત (Tax Deduction) લઈ શકાય છે. હવે તમે વિચારી શકો છો કે વ્યાજ (Home loan Interest) કેટલું હશે, પરંતુ હોમ લોન લાંબાગાળાની લોન હોવાને કારણે, જો તમે વ્યાજ જમા કરો છો તો તે એક મોટોભાગ બની જાય છે. ધ્યાનમાં રાખો કે આ ડિસ્કાઉન્ટ ત્યારે જ મળે છે જ્યારે તમને ઘરનું પઝેશન મળી જાય. આ છૂટ બાંધકામ હેઠળના ઘર અથવા ફ્લેટ પર ઉપલબ્ધ રહેશે નહીં. તમે ઘરમાં શિફ્ટ થયા પછી જ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

સેક્શન 80C અંતર્ગત છૂટ


તમે EMIમાં પ્રિન્સિપલ (મૂળ રકમ) અમાઉન્ટ પર કલમ ​​80C હેઠળ છૂટ લઈ શકો છો. કલમ 80C હેઠળ ઉપલબ્ધ મહત્તમ છૂટ રૂ. 1.5 લાખ છે. આ સેક્શન હેઠળ અન્ય ઘણા રોકાણ વિકલ્પો હોવાથી, તમને આ મર્યાદા નાની લાગી શકે છે. આ ડિડક્શનનો દાવો કરવા માટે (How to claim home loan deduction) તમારે ઓછામાં ઓછા 5 વર્ષ માટે આ ઘર તમારા કબજામાં રાખવું પડશે અને તે પહેલાં તમે વેચી શકતા નથી. જો મિલકત 5 વર્ષ પહેલાં વેચવામાં આવે, તો અગાઉનુ ડિડક્શન વેચાણના વર્ષની આવકમાં ઉમેરવામાં આવશે. આ કલમ હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પર પણ કર કપાત (Tax Deduction) લઈ શકાય છે પરંતુ માત્ર રૂ. 1.5 લાખની મર્યાદામાં અને તે પણ ફક્ત તે જ વર્ષમાં કે જેમાં તમારે આ ચૂકવણી કરવાની હોય છે.

આ પણ વાંચો: 5,000 રૂપિયા સુધી ઘટી શકે છે હોમ લોનનો EMI

સેક્શન 80EE અંતર્ગત મળતુ ડિડક્શન


જો તમે પહેલું ઘર ખરીદ્યું છે તો તમે 50,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ લઈ શકો છો. આ છૂટ હોમ લોનના વ્યાજ પર ઉપલબ્ધ છે અને જ્યાં સુધી લોનની ચૂકવણી ન થાય ત્યાં સુધી દર નાણાકીય વર્ષમાં તેનો દાવો કરી શકાય છે. આ છૂટ કલમ 24 હેઠળ એટલે કે વધારાની કર કપાત (Additional Tax Deduction) હેઠળ રૂ. 2 લાખની મુક્તિ કરતાં અલગ છે. સરકારે આ કલમ હેઠળ દાવા માટે ઘણી શરતો પણ મૂકી છે. ઉદાહરણ તરીકે, પ્રોપર્ટીની કિંમત રૂ. 50 લાખથી વધુ ન હોવી જોઈએ અને તેના પર લીધેલી હોમ લોન રૂ. 35 લાખથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત, તમે લોન લીધી હોય તે વર્ષ સુધી તમારી પાસે બીજું કોઈ ઘર ન હોવું જોઈએ.

આ પણ વાંચો: શું તમે Home Loan લેવાનું વિચારી રહ્યા છો? આટલા દસ્તાવેજોની પડશે જરૂર

જોઈન્ટ કે સંયુક્ત હોમ લોન હોલ્ડર હોવાના ફાયદા


ઘણીવાર હોમ લોનની રકમ વધારવા માટે થઈને પતિ અને પત્ની સંયુક્ત હોમ લોન એટલે કે જોઈન્ટ હોમ લોન લેતા હોય છે. અહીં બંનેની આવક એક સાથે જોડવાથી મોટી રકમની હોમ લોન સરળતાથી મળે છે. આવી સ્થિતિમાં પતિ અને પત્ની બંને તેમના આવકવેરા ફાઇલ કરતી વખતે કપાત (Tax Deduction) લઈ શકે છે. આ માટે મિલકતમાં બંને કો- ઓનર હોય તે જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Tax, Tax Savings, આયકર વિભાગ, હોમ લોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन