Home /News /business /ટેક્સ સેવિંગ કે ટેક્સ ફ્રી સ્કીમ્સ! જાણો તમારે રોકાણ કરવા માટે ક્યું છે ફાયદાકારક

ટેક્સ સેવિંગ કે ટેક્સ ફ્રી સ્કીમ્સ! જાણો તમારે રોકાણ કરવા માટે ક્યું છે ફાયદાકારક

ટેક્સ ફ્રી કે ટેક્સ સેવિંગ્સ કઈ સ્કીમ્સમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થાય?

Tax Saving vs Tax Free schemes: રોકાણની કેટલીક સ્કીમ્સ એવી હોય છે જે તમારો ટેક્સ બચાવવાનું કામ કરે છે જ્યાં કેટલીક સ્કીમ ટેક્સી ફ્રી હોય છે. આ બે સિવાયની વધુ એક સ્કીમ હોય છે જે તમારા માટે ટેક્સ પણ બચાવે છે અને મેચ્યોરિટી પર ટેક્સ પ્રીની સુવિધા પણ આપે છે. તો તમારે કેમાં રોકાણ કરવું જોઈએ જેનાથી વધુ લાભ મળે? આવો સમજીએ.

વધુ જુઓ ...
મુંબઈઃ આજના સમયમાં દરેક વ્યક્તિ જાણે છે કે રોકાણ (Investment) કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે રોકાણની શરૂઆતમાં તમારી પાસે કઈ માહિતી હોવી જોઈએ. આવી જ એક વાત એ છે કે ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Tax Saving Instruments) અને ટેક્સ ફ્રી ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Tax Free Instruments) વચ્ચે તમારા માટે કયો વિકલ્પ સારો રહેશે? આજે અમે તમને તેમની વચ્ચેનો તફાવત જણાવીશું. સાથે જ તમે જાણી શકશો કે આ બંનેમાંથી તમારા માટે કયું ફાયદાકારક (Profitable) છે.

Hot Stocks: કલ્યાણ જ્વેલર્સ સહિતના શેર્સમાં ટૂંકાગાળામાં બમ્પર કમાણીની તક, આ છે કારણો

ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ

કોઈપણ યોજનાની ટેક્સ સેવિંગ સુવિધા દ્વારા રોકાણકારો તેમની કરપાત્ર આવકમાંથી ડિડક્શન ક્લેમ કરી શકે છે. જે સરકાર દ્વારા ડિડક્શનની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે તેના પર નિર્ભર છે. જો કે, ટેક્સ સેવિંગ ફીચર હોવાનો અર્થ એ નથી કે ઈન્સ્ટ્રુમેન્ટમાંથી વ્યાજ અથવા વળતર અથવા નફો કરમુક્ત હશે. આવા સાધનો પરનું વ્યાજ/વળતર/નફો અને મેચ્યોરીટિ વેલ્યૂ કરમુક્ત હોઈ શકે અથવા ન પણ હોય શકે.

FD પર કરપાત્ર વ્યાજ/વળતર/નફામાં કર બચત નાણાંકીય સાધનો જેવા કે સિનિયર સિટિઝન સેવિંગ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફીકેટ, પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY), જીવન વીમા કંપનીઓની પેન્શન યોજનાઓ અને કર બચત બોન્ડનો સમાવેશ થાય છે.

PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

ટેક્સ ફ્રી સ્કિમ્સ

આમાં ટેક્સ ફ્રી ફીચર એવું છે કે રોકાણકારે આ સ્કીમના વ્યાજ અથવા વળતર પર ટેક્સ ચૂકવવો પડતો નથી, ન તો તેણે પાકતી મુદત પર કોઈ ટેક્સ ચૂકવવો પડે છે. આમાં એ જરૂરી નથી કે વ્યાજ કે વળતર કે કમાયેલ નફો અને મેચ્યોરિટી વેલ્યૂ પણ રોકાણકારને કર બચતનો લાભ મળશે. આવી યોજનાઓને કર બચતનો લાભ મળી શકે છે અથવા ન પણ મળી શકે. કરમુક્ત મેચ્યોરિટી ધરાવતા સાધનોમાં કરમુક્ત બોન્ડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) જેવા સાધનોનો સમાવેશ થાય છે. તેમની મેચ્યોરિટી કરમુક્ત હોય છે, પરંતુ તેને ટેક્સ સેવિંગનો લાભ મળતો નથી.

Radhakishan Damaniના આ શેરમાં એક વર્ષમાં રુપિયા ડબલ, શું હજુ પણ કમાણીની તક છે?

બંને લાભ આપનારી સ્કીમ્સ

એવું નથી કે તમારે બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો અવસર મળ છે. ત્રીજા પ્રકારનો વિકલ્પ પણ છે, જેમાં તમે બંને પ્રકારના લાભ મેળવી શકો છો. મતલબ કે જ્યારે તમે બચત કરશો, ત્યારે તમે ટેક્સ પણ બચાવી શકશો અને મેચ્યોરિટી વેલ્યૂ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આવી સ્કીમ્સ ઇઇઇ કેટેગરી હેઠળ આવે છે, જેને રોકાણ, વ્યાજ-વળતર અને મેચ્યોરિટી પર ટેક્સમાં છૂટ મળે છે. આવા કેટલાક સાધનોમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIP)નો સમાવેશ થાય છે.

કેટલીક યોજનાઓ એવી પણ છે, જેમાં પાકતી મુદત/મુક્તિ પર કર-બચત સુવિધાઓ અને આંશિક કર રાહત છે. જેમ કે, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ટાયર-1 એકાઉન્ટ, ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) વગેરે.

Gold Silver Price Today: સોનાની કિંમતોમાં ઘટાડો, ખરીદવું હોય તો છે મોકો

ક્યો વિકલ્પ છે નફાકારક?

અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે તમારા માટે કયું સારું રહેશે. હા, જેમાં EEE સુવિધાઓ ઉપલબ્ધ હશે, તે સારું રહેશે. ટ્રિપલ ઇ એટલે કે તેમાં રોકાણ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે અને મેચ્યોરિટી પર પણ કોઈ ટેક્સ લાગશે નહીં. જોકે સરકાર દ્વારા આવા સાધનોમાં રોકાણ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે તે મર્યાદાથી વધુ રોકાણ કરશો તો તમને આ બે ફાયદા નહીં મળે.

તેથી, એવું કહી શકાય કે જો તમારી રોકાણની સંભાવના EEE ની મર્યાદામાં હોય તો તેમાં રોકાણ કરવું શ્રેષ્ઠ રહેશે. તેની મદદથી તમે મર્યાદિત રોકાણ સાથે તમારા નાણાંકીય લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો. જો તમને વધુ વળતર જોઈએ છે, તો તમે અન્ય ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. આ ઉપરાંત એક બીજી બાબત નોંધવા જેવી છે કે જો તમે ટ્રિપલ-ઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણની મર્યાદા સુધી પહોંચી ગયા છો એટલે કે તેની મર્યાદા જેટલું રોકાણ કર્યું છે, તો તમારે ટ્રેક-ફ્રી સુવિધાવાળા સાધનો સાથે પસંદ કરવા જોઈએ. તમે વધુ વળતર માટે મેચ્યોરિટી પર આંશિક ટેક્સ બેનિફીટ સાથેના સાધનોને પણ ધ્યાનમાં લઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, Saving Scheme, Tax Savings

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन