નવી દિલ્હી : જો તમે રોકાણ કરવા માંગો છો તો ટેક્સ સેવિંગ મ્યૂચ્યુઅલ ફંડ (Tax saving Mutual Fund)એક સારો વિકલ્પ બની શકે છે. તેમાં થોડુ જોખમ રહે છે પણ વધારે નફો કમાવવાની તક પણ રહે છે. ખાસ વાત એ છે કે તેમાં રોકાણ કરવાની સાથે તમે ટેક્સની બચત પણ કરી શકો છો.
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) મ્યૂચ્યુઅલ ફંડ (Mutual Fund)એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. અહીં શાનદાર રિટર્ન સાથે ટેક્સની બચત પણ થાય છે. ઇન્કમ ટેક્સ એક્ટના (Income Tax Act)સેશન 80C અંતર્ગત એક રોકાણકાર વિત્ત વર્ષમાં 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચત કરી શકે છે.
રિટર્ન ઇચ્છનારા માટે શાનદાર વિકલ્પ
ટેક્સની બચત સાથે શાનદાર રિટર્ન ઇચ્છે છે તેમના માટે મ્યૂચ્યુઅલ ફંડ એક શાનદાર વિકલ્પ સાબિત થઇ શકે છે. યૂનિયન લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (Union Long Term Equity Fund)તેનું બેસ્ટ ઉદાહરણ છે. આવો જાણીએ 2 જાન્યુઆરી 2013 થી અત્યાર સુધી આ ફંડે કેટલું રિટર્ન આપ્યું છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન Union Long Term Equity Fund દ્વારા સિસ્ટમૈટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના રોકાણકારોને વાર્ષિક રિટર્ન 10 ટકા અને 5.36 ટકા Absolute રિટર્ન મળ્યું છે. બે વર્ષમાં આ ફંડ દ્વારા વાર્ષિક રિટર્ન 31 ટકા અને Absolute રિટર્ન 34 ટકા મળ્યું છે. ત્રણ વર્ષમાં આ ક્રમશ 25.50 ટકા અને 45 ટકા રહ્યું છે.
12.26 લાખના રોકાણ પર 14.55 લાખ ફંડ
વેલ્યૂ રિસર્ચ (Value Research) વેબસાઇટ પ્રમાણે જો કોઇ રોકાણકાર 10000 રૂપિયા દર મહિનાનું રોકાણ આ સ્કીમમાં કરે તો એક વર્ષ પછી 1.26 લાખ રૂપિયા થઇ ગયા. 3 વર્ષ પહેલા કરેલું આ રોકાણ હવે વધીને 5.20 લાખ રૂપિયા થઇ ગયું. 7 વર્ષ પહેલા જે કોઇ રોકાણકારે આ ફંડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હશે. આજે તેનું રિટર્ન વધીને 14.55 લાખ રૂપિયા થઇ ગયું છે.
છેલ્લા થોડા વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (SIP) એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) તરફ લોકોનો ધસારો વધતો જાય છે. ખાસ કરીને કોરોનાકાળમાં શેર માર્કેટ (Stock market)માં થયેલી ઉથલપાથલ બાદ SIP રોકાણકારો (Investors) માટે વિશ્વાસપાત્ર સાધન બની ગયું છે. અત્યારે મૂડીરોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ SIPને ખૂબ સારું અને સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે. ઇક્વિટી (Equity) કરતા તે વધુ સુરક્ષિત છે અને બજારની તીવ્ર વોલેટિલિટીમાં તેને વધુ અસર થતી નથી. આ સાથે કમ્પાઉન્ડિંગનો ફાયદો થાય છે અને આકર્ષક રિટર્ન આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર