Home /News /business /

Personal finance: ચાલુ નોકરીએ અથવા નોકરી બદલતી વખતે લીવ એન્કેશમેન્ટ પર આવકવેરાના નિયમો સમજો

Personal finance: ચાલુ નોકરીએ અથવા નોકરી બદલતી વખતે લીવ એન્કેશમેન્ટ પર આવકવેરાના નિયમો સમજો

લીવ એન્કેશમેન્ટ પર ટેક્સ (ફાઇલ તસવીર)

Leave Encashment & Tax: કેટલીક સંસ્થાઓમાં કર્મચારી કેટલા દિવસની લિવ આગળ ધપાવી શકે તેની મર્યાદા હોય છે અને જો કર્મચારી આ સંખ્યા ઓળંગી જાય તો કેરી ફોરવર્ડ લીવ લેપ્સ થાય છે. કેટલીક કંપનીઓ કેરી ફોરવર્ડ રજામાંથી તમારી કેરી ફોરવર્ડ રજાને એન્કેશ કરવા દે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દર વર્ષે કર્મચારીઓ (employees) અમુક સંખ્યામાં પેઈડ લિવ (Paid leave) એટલે કે ચાલુ પગારે રજા મળતી છે. પેઈડ લિવ (Paid leaves)એ એમ્પ્લોયરો (employers) દ્વારા જે તે કંપનીમાં જોડાવા માટે આપવામાં આવતા પ્રોત્સાહનોનો એક ભાગ છે. ત્યારે આવકવેરાના કાયદા આવી પેઈડ લિવને આંશિક તેમજ સંપૂર્ણ રીતે એન્કેશમેન્ટ માટે છૂટ આપે છે. તો ચાલો આપણે આ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. કર્મચારી વિવિધ કેટેગરી હેઠળ રજા મેળવી શકે છે. કર્મચારી બીમાર પડે તેવા કિસ્સામાં માંદગીની રજા (Sick leave), કટોકટીને પહોંચી વળવા માટે કેઝ્યુઅલ લીવ (CL), તેમજ પરિવારના સભ્યો સાથે રજાઓ ગાળવા માટે અથવા ફક્ત ઘરે જ રહેવા માટે પ્રિવિલેજ લિવ (PL) મળે છે. આવી કેટેગરી ઉપરાંત કેટલાક નોકરીદાતાઓ થોડા દિવસોની પેઈડ લિવ આપે છે. કર્મચારીઓ સિક લિવ અને કેઝ્યુઅલ લિવને ભેગી કરી પછીથી વાપરી શકતા નથી. પરંતુ સામાન્ય રીતે તેઓ પ્રિવિલેજ લિવ પછીથી વાપરી શકે છે.

કેટલીક સંસ્થાઓમાં કર્મચારી કેટલા દિવસની લિવ આગળ ધપાવી શકે તેની મર્યાદા હોય છે અને જો કર્મચારી આ સંખ્યા ઓળંગી જાય તો કેરી ફોરવર્ડ લીવ લેપ્સ થાય છે. કેટલીક કંપનીઓ કેરી ફોરવર્ડ રજામાંથી તમારી કેરી ફોરવર્ડ રજાને એન્કેશ કરવા દે છે, પરંતુ અન્ય કોઈ પણ એન્કેશમેન્ટ આપતા નથી. નોકરી ચાલુ હોય તે દરમિયાન તેમજ નોકરી છોડવા પર લિવ એન્કેશમેન્ટને મંજૂરી આપવામાં આવે છે. કોઈ કર્મચારી કાં તો નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી કોઈ સંસ્થા છોડી શકે છે અથવા પહેલા રાજીનામું આપી શકે છે.

નોકરી છોડતી વખતે લિવ એન્કેશમેન્ટ


કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કામ કરતા તમામ સરકારી કર્મચારીઓ માટે રજાઓના એન્કેશમેન્ટ પર મળતી રકમ પર કોઈ પણ પ્રકારની નાણાંકીય મર્યાદા નથી. આ છૂટ કર્મચારી નિવૃત્તિની વય પહેલાં રાજીનામું આપે અથવા નિવૃત્તિની ઉંમરે પહોંચી નોકરો છોડી દે ત્યારે ઉપલબ્ધ હોય છે.

અલબત્ત સરકારી વિભાગોમાં કામ કરતા ન હોય તેવા કર્મચારીઓ માટે અમુક પ્રતિબંધો છે. આવા કર્મચારીઓ માટે સર્વિસ લીવ એન્કેશમેન્ટની અવધિને ધ્યાનમાં લીધા વિના દસ મહિનાની રજાની મર્યાદા હોય છે. તેમાં મુક્તિ પણ મળે છે. દિવસોની સંખ્યા પરના પ્રતિબંધ ઉપરાંત નાણાંકીય દ્રષ્ટિએ એકંદરે રૂ. 3 લાખની મર્યાદા છે.

નોંધનીય છે કે, આ રિસ્ટ્રીકશન કર્મચારીના રજાના એન્કેશમેન્ટ મેળવવાના અધિકાર પર નહીં, મુક્તિ પર છે. તેથી જો તમારા એમ્પ્લોયર તમને નિવૃત્તિ સમયે તમારી ક્રેડિટ લિવનું સંપૂર્ણ એન્કેશમેન્ટની મંજૂર ન કરે તો તમારે વધારાની રકમ પર કર ચૂકવવો પડશે. જે મુક્તિ માટે લાયક છે. મુક્તિની ગણતરી કરવા માટે નિવૃત્તિ / રાજીનામાના સમયે છેલ્લા દસ મહિના દરમિયાન કર્મચારી દ્વારા લેવામાં આવેલા પગારને ધ્યાનમાં લેવાય છે.

સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે નિયમ


સરકારી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ગ્રેચ્યુઇટી માટે સંપૂર્ણ ક્લેમના એક્ઝેમ્પશન માટે હકદાર છે, પરંતુ તેમને રજાના એન્કેશમેન્ટ માટે આવું સંપૂર્ણ એક્ઝેમ્પશન ઉપલબ્ધ નથી. જેથી રેલવે, સરકારી હોસ્પિટલો, મહેસૂલ વિભાગ વગેરે જેવા વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ લીવ એન્કેશમેન્ટ માટે સંપૂર્ણ મુક્તિના હકદાર છે, પરંતુ બીજી તરફ મ્યુનિસિપાલિટીઝ, બેન્કો, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ અને સરકારની માલિકીની અન્ય કોર્પોરેશનના કર્મચારીઓ માત્ર દસ મહિનાના પગારના જ લીવ એન્કેશમેન્ટ માટે હકદાર છે અને તેના પર રૂ. 3 લાખની મર્યાદા પણ છે.

આ પણ વાંચો: આટલી બીમારી માટે વીમાનો દાવો કરશો તો થશે રદ

આ મુક્તિ માટે શરત એ છે કે, કર્મચારીની એર્નેડ લિવનો હક એક જ નોકરીદાતા હેઠળ આપવામાં આવતી સેવાઓના દરેક વર્ષ માટે ત્રીસ દિવસની રજા સુધી મર્યાદિત હોવો જોઈએ, તેથી જો નોકરીદાતા તમને સેવાના દરેક વર્ષ માટે ત્રીસ દિવસથી વધુની પ્રિવિલેજ રજા આપે તો નિવૃત્તિ સમયે એકત્ર રજાના એન્કેશમેન્ટ માટેની મુક્તિ ઉપલબ્ધ રહેતી નથી. સામાન્ય રીતે લગભગ તમામ નોકરીદાતાઓ દરેક વર્ષે પ્રિવિલેજ લિવ ફક્ત ત્રીસ દિવસ સુધી મર્યાદિત રાખે છે.

રજાના એન્કેશમેન્ટ માટે મુક્તિની અમાઉન્ટ દરેક એમ્પ્લોયર માટે ઉપલબ્ધ છે, પરંતુ તે એક અથવા વધુ એમ્પ્લોયર હેઠળ તમારી નોકરીના સંપૂર્ણ કાર્યકાળ માટે ઉપલબ્ધ છે. તેથી જો તમે ભૂતકાળમાં લીવ એન્કેશમેન્ટ માટે મુક્તિનો દાવો કર્યો હોય, તો મુક્તિની રકમ રૂ. 3 લાખ સુધી મર્યાદિત રહેશે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય વીમો લેતી વખતે આ ભૂલો બિલકુલ ન કરશો

ચાલુ નોકરી દરમિયાન રજાનું એન્કેશમેન્ટ


કેટલાક નોકરીદાતાઓ તેમના કર્મચારીઓને ચોક્કસ દિવસોથી વધુ રજા એકઠી કરવા દેતા નથી. અલબત્ત તેઓ કર્મચારીઓની નોકરી ચાલુ હોય તે દરમિયાન એકત્ર રજાના આંશિક એન્કેશમેન્ટનો લાભ લેવા દે છે. જ્યાં સુધી ટેક્સ કાયદાનો સવાલ છે, ત્યાં સુધી કર્મચારી નોકરી છોડે અને એકત્ર રજાની સમકક્ષ રકમ ચૂકવવામાં આવે ત્યારે જ રજાના એન્કેશમેન્ટના સંદર્ભમાં મુક્તિ મળે છે. જોકે, એક જ નોકરીદાતા પાસે નોકરી ચાલુ રાખવા દરમિયાન એન્કેશ કરેલી રજાના સંદર્ભમાં આવી કોઈ કરમુક્તિ ઉપલબ્ધ નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Company, ITR, Job, Leave, આયકર વિભાગ

આગામી સમાચાર