ટેક્સ સેવિંગ અને ઘણાં ફાયદાઓ માટે અહીં કરો ઈન્વેસ્ટ , મળશે મોટું વળતર

  • Share this:
નાણાંકીય વર્ષ પુરૂ થવામાં લગભગ ત્રણ મહિનાઓ જ બાકી રહ્યાં છે ત્યારે મહત્તમ લોકોને સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં રૂપિયા ઈન્વેસ્ટ કરીને સારૂં વળતર પણ મળે અને ટેક્સ સેવિંગ પણ થાય. એક્સપર્ટનું કહેવું છે કે અત્યારના સમયમાં શેર માર્કેટમાં બુલ રન વચ્ચે મ્યુચ્યલ ફંડની ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમસનું (ELSS)આકર્ષણ પીપીએફ, એનએસસી અને બેંક ફિક્સડની સરખામણીમાં વધ્યું છે. જો રિટર્ન પર નજર નાંખીએ તો ગત પાંચ વર્ષમાં આ મ્યુચ્યુઅલ ફંડે 20 ટકા કરતાં પણ વધારે ફાયદો કર્યો છે.

શું હોય છે ELSS
ઈન્વેસ્ટ ઓનલાઈન ડોટઈનના અભિનવ અંગિરિશ જણાવે છે કે ELSSની(ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમસ) લગભગ 65 ટકા રકમ ઈક્વિટી કે ઈક્વિટી લિંક્ડ પ્રોડ્ક્ટસમાં ઈન્વેસ્ટ કરવામાં આવે છે. લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ અંતર્ગત છૂટ માટે 65 ટકા નિવેશ જરૂરી છે. 80 સીસીમાં છૂટ માટે સામાન્ય માણસ ઈએલએસએસ અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ સ્કીમમાં 3 વર્ષનું લોક ઈન પીરીયડ હોય છે.

મળે છે મોટું રિટર્ન
જો ગત પાંચ વર્ષના રિટર્ન પર નજર નાંખીએ તો રિલાયંસ ટેક્સ સેવરે 22.08 ટકા, એક્સિસ લોન્ગ ટર્મ ઈક્વિટીએ 22.05 ટકા, આદિત્ય બિરલા સનલાઈફ ટેક્સ રિલીફે 21 ટકા, આઈડીએફસી ટેક્સ એડવાન્ટેજ ફંડે 20.87 ટકાનું રિટર્ન આપ્યું છે.

ઓછું હોય છે લોકઈન પીરિયડ
પીપીએફ અને એનએસસીમાં લોકઈન પીરીયડ ઘણો મોટો હોય છે. આનો અર્થ એ છે કે આમાં એકવાર ઈન્વેસ્ટ કર્યા પછી જલ્દી તમે પૈસા નથી લઈ શકતા. જો કે પીપીએફમાં પાંચ વર્ષ પછી આંશિક ઉપાડની સુવિધા છે. પરંતુ આનો મેચ્યુરિટી પિરીયડ 15 વર્ષ છે આ જ રીતે એનએસસીમાં આ સમય છ વર્ષ છે. જેની સરખામણીમાં ઈએલએસએસમાં લોકઈન સમય ત્રણ વર્ષ છે.

1.5 લાખની ટેક્સ છૂટ
ઈન્કમ ટેક્સની ધારા 80 સી અંતર્ગત 1.5 લાખ રૂપિયાનો નિવેશ અધિકત્તમ ઈએલએસએસમાં કર ટેક્સમાં છૂટનો ફાયદો ઉઠાવી શકાય છે. નિવેશક ટેક્સ બચાવવા માટે ઈએલએસએસમાં ઈન્વેસ્ટ કરે છે અને ધીરે ધીરે મ્યુચ્યુઅલ ફંડની (એમએફ) બીજી ઈક્વિટી સ્કીમોમાં નિવેશ કરવા લાગે છે. એટલે આને એમએફની પહેલી સ્કીમ પણ કહેવામાં આવે છે.

FD અને PPFની સરખામણીમાં કેમ છે સારી
ઈએસએસએસના રિટર્ન્સ ટેક્સ ફ્રી હોય છે. ટેક્સ સેવિંગ એફડી અને પીપીએફની સરખામણીમાં ઈએલએસએસનો લોકઈન સમય ઓછો હોય છે. ઈએલએસએસમાં ગ્રોથ અને ડિવિડન્ડ બંન્નેના વિકલ્પ હોય છે. જો કે આ સ્કીમમાં ડિવિડન્ડ રિઈન્વેસ્ટમેન્ટનો વિકલ્પ નથી મળતો.
First published: