8 ઑક્ટોબરથી બદલાઈ જશે ઈન્કમ ટૅક્સ ફાઈલ કરવાનો નિયમ, CBDTએ આપી જાણકારી

8 ઑક્ટોબરથી બદલાઈ જશે ઈન્કમ ટૅક્સ ફાઈલ કરવાનો નિયમ

જોકોઈ ટૅક્સ પેયર્સ પાસે પાનકાર્ડ અથવા ઈ-ફાઈલિંગ એકાઉન્ટ નથી તો તેને ઈ-ૅસેસમેન્ટની સુવિધા નહી મળી શકે

 • Share this:
  અગામી મહિનાથી ઈન્કમ ટેક્સનું ઈ-ઍસેસમેન્ટ શરૂ થવાનું છે. તેના પહેલા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડે કહ્યું કે, જોકોઈ ટૅક્સ પેયર્સ પાસે પાનકાર્ડ અથવા ઈ-ફાઈલિંગ એકાઉન્ટ નથી તો તેને ઈ-ૅસેસમેન્ટની સુવિધા નહી મળી શકે. CBDTએ કહ્યું કે, 8 ઑક્ટોબરથી શરૂ થનારી ઈ-એસેસમેન્ટ પ્રક્રિયામાં તેવા ટેક્સપેયર્સને સામેલ નહી કરવામાં આવે, જેમના ત્યાં દરોડા પડ્યા છે, અને તેમનો મામલો અસાધારાણ પરિસ્થિતિઓ અંતર્ગત આવે છે. CBDTએ ગુરૂવારે આ મુદ્દે જાણકારી આપી છે.

  આ મામલામાં પણ નહી થાય ઈ-ઍસેસમેન્ટ
  ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના હવાલે લખ્યું છે કે, નવા સિસ્ટમ હેઠળ તેવા લોકો સામેલ નહી થાય, જેમણે પેપર મોડમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે અને તેમની પાસે ઈ-ફાઈલિંગ એકાઉન્ટ નથી. આ સિવાય, જેમની પાસે પાન કાર્ડ નથી, એવા મામલા જ્યાં પ્રશાસનિક પરેશાનીઓ પણ ઈનકમ ટેક્સની નવી સિસ્ટમમાં સામેલ નહી કરવામાં આવે. આમાં એવા મામલા પણ સામેલ નહી કરવામાં આવે જેમના પર ટેક્સમાં ગડબડી કરવાનો આરોપ છે અને જેમના ત્યા દરોડા પડ્યા હોય.

  CBDTએ કહ્યું કે, જે ઈ-એસેસમેન્ટ સિસ્ટમ અંતર્ગત આવે છે, તેમણે પોતાનો રિસ્પોન્સ આપવો પડશે, કોઈ પણ નોટિસ મોકલવા પર પૂરાવા રજૂ કરવા પડશે અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી એસેસિંગ અધિકારીને જવાબ આપવો પડશે.

  DIN હશે જરૂરી
  સીબીડીટીના સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે, ઈ-પ્રક્રિયા માટે કોઈ પણ જાણકારી આપતા પહેલા સાવધાનીથી ચેક કરવી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈ-એસેસમેન્ટ માટે તમામ કમ્યુનિકેશન્સ અને નોટિસમાં ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (DIN) રહેશે. હાલમાં જ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે ડીઆઈએન નંબર લાગુ કરવામાં આવ્યો હતો.

  તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ઈ-એસેસમેન્ટના કેટલાક મામલામાં ટેક્સપેયર્સની વ્યક્તિગત સુનાવણી અને ઉપસ્થિતિ જરૂરી છે. આ એવા મામલા માટે હશે, જેમાં સામે આવશે કે, ટેક્સપેયર્સે જાણકારી શેર કરતા સમયે ઈનકમ ટેક્સ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

  તમને જણાવી દઈએ કે, હાલમાં જ દિલ્હીમાં નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર જ ટેક્સપેયર્સને નોટિસ જાહેર કરશે અને 15 દિવસની અંદર રિસ્પોન્સ મળ્યા બાદ અહીંથી જ એસેસિંગ અધિકારીને કેસ સોંપવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: