Home /News /business /

Budget 2022માં Cryptocurrency પર લદાયો 30% ટેક્સ, જાણો તેને લગતા નવા નિયમો

Budget 2022માં Cryptocurrency પર લદાયો 30% ટેક્સ, જાણો તેને લગતા નવા નિયમો

બજેટમાં ક્રિપ્ટોકરન્સી

Cryptocurrency in India: 10 કરોડથી વધુ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો સાથે ભારત ડિજિટલ ટોકન્સ (digital tokens) નું સૌથી મોટું બજાર માનવામાં આવી રહ્યું છે. જાણો નિષ્ણાતોનો મત.

યુનિયન બજેટ 2022 (Union Budget 2022 ): દેશમાં ડિજિટલ કરન્સી પર કઈ રીતે હવે ટેક્સ લાદવામાં આવશે તે અંગે તમામ લોકોને સ્પષ્ટ ખ્યાલ આપી દીધો છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) ની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે, 10 કરોડથી વધુ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો સાથે ભારત ડિજિટલ ટોકન્સ (digital tokens) નું સૌથી મોટું બજાર માનવામાં આવી રહ્યું છે. વર્ચ્યુઅલ કરન્સી (virtual currency) રોકાણો માટે ટેક્સ ફ્રેમવર્ક આપવાની રોકાણકારો લાંબા સમયથી માંગ કરી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance minister Nirmala Sitharaman) એ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો (tax framework for cryptocurrency investors) માટે નવા ટેક્સ ફ્રેમવર્કની જાહેરાત કરી છે.

યુનિયન બજેટ 2022માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈપણ વર્ચ્યુઅલ અથવા ક્રિપ્ટોકરન્સી એસેટના ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સ લાગશે. નાણાપ્રધાને બજેટ 2022માં જણાવ્યું  કે, સંપાદન ખર્ચ સિવાય કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં અને વ્યવહારમાં કોઈ નુકસાનની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો - Budget 2022: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું

શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના ભાગીદાર અમિત સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ટેક્સેશન ડિજિટલ કરન્સી પર થોડી ચોક્કસાઈ આપે છે. પ્રાથમિક દૃષ્ટિએ જોતા હાલ એવું લાગી રહ્યું છે કે, ડિજિટલ કરન્સી પર સ્પેક્યુલેટિવ આવકની જેમ કુલ ધોરણે 30 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.

ચોક્કસ થ્રેશોલ્ડથી વધુના વ્યવહારો માટે 1 ટકાના દરે ક્રિપ્ટો એસેટ્સના ટ્રાન્સફર માટે કરવામાં આવતી ચૂકવણી પર TDS પણ લાદવામાં આવશે. નાણામંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, ક્રિપ્ટો એસેટ્સની ભેટો પરનો કર મેળવનાર પર લાદવામાં આવશે. સિંઘાનિયાએ પોતાની વાત કરતા જણાવ્યું કે, ક્રિપ્ટો-ટ્રાન્સફર પર ટીડીએસની રજૂઆત સરકારને ક્રિપ્ટો ટ્રાન્જેક્શન પર વધુ સારી રીતે દેખરેખ રાખવા સક્ષમ બનાવશે.

આ પણ વાંચો - Agriculture Budget 2022 : ખેતીનો સામાન થશે સસ્તો, જાણો ખેડૂતો માટેની મોટી જાહેરાતો

ક્રિપ્ટો ટેક્સ એક આવકારદાયક પગલું

WazirX ના સ્થાપક અને સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ક્રિપ્ટો પર લાદવામાં આવેલ ટેક્સ આવકારદાયક પગલું છે. એકંદરે અમારી સરકાર નવીનતાની દિશામાં આગળ વધવાનું પ્રગતિશીલ વલણ અપનાવી રહી છે. સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું એક મોટી રાહત છે. ટેક્સ લાવી સરકાર મોટા પ્રમાણમાં ઉદ્યોગને કાયદેસર બનાવે છે. મોટાભાગના લોકો તેમાં પણ ખાસ કરીને કોર્પોરેટ જેઓ અનિશ્ચિતતાઓને કારણે હાલ સાઈડ લાઈન છે તેઓ હવે ક્રિપ્ટોમાં ભાગ લઈ શકશે. એક જોતા આ ઉદ્યોગ માટે એક સકારાત્મક પગલું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Budget 2022, Digital currency, ક્રિપ્ટોકરન્સી cryptocurrency, બજેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन