Home /News /business /Tax on Gifts: આ તે વળી કેવું! સાળી ગિફ્ટ આપે તો ટેક્સ ફ્રી અને મિત્ર ગિફ્ટ આપે તો ટેક્સ લાગે

Tax on Gifts: આ તે વળી કેવું! સાળી ગિફ્ટ આપે તો ટેક્સ ફ્રી અને મિત્ર ગિફ્ટ આપે તો ટેક્સ લાગે

ગિફ્ટ પર ટેક્સ લાગશે કે નહિ તે દેનારના સંબંધને આધીન છે.

Tax on Gifts: સંબંધીઓ પાસેથી મળેલી ભેટ કર મુક્ત છે. મિત્રો પાસેથી મળેલી ભેટ પર ટેક્સ ચૂકવવો પડશે. જો ભેટની કિંમત 50,000 રૂપિયાથી વધુ હોય તો તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સ સંપૂર્ણ રકમ પર લાગશે.

  Tax On Gifts: ભારતમાં તહેવાર કે અન્ય કોઈ ખાસ પ્રસંગે ગીફ્ટ આપવાનો રીવાજ  છે. પણ જો તમે ગિફ્ટ લઇ રહ્યા છો તો સાવધાની રાખજો. મિત્રો અને પરિવારના લોકો ગિફ્ટમાં રૂપિયા, સોનુ, ડાયમંડ જેવી અનેક વસ્તુઓ આપતા હોય છે. એ જરૂરી નથી કે તમને મળેલી દરેક ગીફ્ટ પર ટેક્સ બચત મળશે. જો તેની કિંમત 50,000 થી વધુ હોય તો તેના પર પણ ટેક્સ લાગી શકે છે. પણ જો કિંમત 50,000 થી ઓછી છે તો તે ટેક્સ ફ્રી છે. એક વાત એ પણ છે જો તમને સાળીએ ગિફ્ટ આપી હશે તો એ ટેક્સ ફ્રી છે, પણ જો મિત્રો આપશે તો ટેક્સ લાગશે.

  મુખ્ય વાત એ છે કે ગિફ્ટ પર ટેક્સ લાગશે કે નહિ તે દેનારના સંબંધને આધીન છે. એટલા માટે ગિફ્ટ સંબંધિત ઈન્ક્મ ટેક્સના નિયમોને જાણી  લેવા જરૂરી છે. જેથી બાદમાં કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે નહિ.

  આ પણ વાંચો:Gold Silver Price Today: નવા વર્ષમાં સોનામાં તેજી, 55 હજારને પાર તો ચાંદી પણ 70 હજાર પહોંચવાની તૈયારીમાં

  આ લોકો પાસેથી નથી લાગતો ટેક્સ


  ઈન્ક્મ ટેક્સ સેક્શન 56 મુજબ સગા-વહાલા પાસેથી મળેલી ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. એટલે ટૂંકમાં કહીએ તો જે લોકો તમારા પરિવારના છે અને જેની સાથે તમારે લોહીની સગાઇ છે(તેમાં પતિ-પત્ની બંન્ને પક્ષના લોકોનો સમાવેશ થઇ જાય) તેમણે આપેલી ગિફ્ટ પર કોઈ જાતનો ટેક્સ લાગશે નહિ. પરંતુ મિત્રોનો સમાવેશ સાગા-વહાલામાં કરવામાં આવતો નથી. એટલે જો તેની પાસેથી ગિફ્ટ મેળવીશું તો ટેક્સ ભરવો પડશે. એટલેકે તમને મળેલઈ ગિફ્ટ જો ટેક્સ ફ્રી કેટેગરી નથી આવતી તો તેનો ઉલ્લેખ તમારે ITRમાં કરવો પડશે.


  કંપની પાસેથી મળે છે ગિફ્ટ તો સાવધાન


  ઘણીવાર તમારા સારા કાર્યને લઈને તમારી કંપની તમને ગિફ્ટ મોકલતી હોય છે. પણ જો તેની કિંમત 5000 રૂપિયાથી વધુ છે તો સાવધાન. કેમ કે, તેના પર તમારે ટેક્સ આપવાનો રહેશે. એટલા કે ગિફ્ટની રકમ 5000 રૂપિયાથી જટલી વધુ હશે તેને તમારી ઈન્ક્મ માનવામાં આવશે અને તેના પર ટેક્સ લેવામાં આવશે. ધારોકે તમારી કંપનીએ તમને 60,000 રૂપિયાનો આઈફોન ગિફ્ટમાં આપેલો છે તો તમારે 5000 રૂપિયા સુધી ટેક્સ લાગશે નહિ. પરંતુ બાકીના 55,000 રૂપિયા તમારી ઈન્ક્મ ગણવામાં આવશે કે જેના પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Gifts, Incometax, Tax News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन