એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડના વ્યાજ પર ટેક્સ, TDS કઈ રીતે લાગુ થશે?

એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડના વ્યાજ પર ટેક્સ, TDS કઈ રીતે લાગુ થશે?
પ્રતિકાત્મક તસવીર

નાણાં મંત્રાલય દ્વારા વ્યાજની ગણતરી અને ટેક્સ કેવી રીતે લેવામાં આવશે તેની પદ્ધતિ અંગેની વિગતવાર માહિતીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જોકે, તે કેવી રીતે લાગુ થઈ શકશે તેની એક ઝલક અહીં રજૂ કરી રહ્યાં છીએ

 • Share this:
  નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021ના બજેટમાં ઈન્કમટેક્સના વ્યાજદરમાં કે સ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ ધનકુબેરો તેમની કંપનીઓ અને મોટા પગારધારકો પર રૂ. 2.5 લાખથી વધુના કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF)ના વ્યાજ પર ટેક્સ લાદ્યો છે. નાણાં મંત્રાલય દ્વારા વ્યાજની ગણતરી અને ટેક્સ કેવી રીતે લેવામાં આવશે તેની પદ્ધતિ અંગેની વિગતવાર માહિતીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જોકે, તે કેવી રીતે લાગુ થઈ શકશે તેની એક ઝલક અહીં રજૂ કરી રહ્યાં છીએ.

  EPF યોગદાનનો કયો ભાગ કરપાત્ર બનશે ?  સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જો તમારો વાર્ષિક પગાર રૂ. 21 લાખ એટલે કે, પ્રતિ માસ 1,73,612 રૂપિયા કે તેથી વધુ હશે તો તમે તમે ઇપીએફ ટેક્સના કરપાત્ર બનશો. પરંતુ, યાદ રાખો વધારાના ફાળા પરના વ્યાજ પર જ ટેક્સ લાગશે, તમારા કુલ યોગદાન પર નહીં.

  અન્ય એક ઉદાહરણમાં સમજાવીએ તો જો તમારો વાર્ષિક મૂળ પગાર 22 લાખ છે, તો તમે ઇપીએફમાં રૂ. 2.64 લાખ (12 ટકા) ફાળવ્યા હોત. જે વાર્ષિક 2.5 લાખ લાખ થ્રેશહોલ્ડથી 14,000 રૂપિયા વધુ છે. હવે ચાલુ વર્ષના EPFOના વ્યાજદર 8.5%ને ધ્યાને લઈએ તો વધારાના માત્ર 14,000 રૂપિયાનું વ્યાજ રૂ. 1190 થશે.

  આ પણ વાંચો - દર મહિને મળશે ફિક્સ કમાણી, જાણો પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે

  હવે જો 30%ના ઈન્કમ ટેક્સના દાયરામાં આવે છે, તો તમારે 371 રૂપિયા ટેક્સ ચૂકવવાનો આવશે. (30% અને ઉપરનો 4% સેસ પરંતુ કોઈ સરચાર્જ નહીં). જોકે મહત્વની વાત એ છે કે ઇપીએફમાં નિર્ધારીત કરતા વધુ પૈસા રોકાણ કરવા ઈચ્છો તો વોલ્યુન્ટરી પ્રોવિડન્ડ ફન્ડ(VPF) હેઠળ કરવામાં આવતા રોકાણમાં ઇપીએફ ટેક્સ ભરવો પડશે.

  ગણતરી અંગેના નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ, આ પ્રાથમિક ગણતરીની રીત હોઇ શકે છે. જો આ જ રીત હશે તો કરદાતાઓએ તેમના આવકવેરાના ફોર્મમાં દર વર્ષે વ્યાજની ઉમેરવાની રહેશે.

  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના અધ્યક્ષ પી.સી.મોદીએ સંકેત આપ્યો છે કે બેંકની બાંધી મુદતની થાપણ(FD)ની વ્યાજ પર વસૂલવામાં આવતા કરની રીતે જ વધારે પીએફ ફાળના વ્યાજ પર કર વસૂલવામાં આવશે.

  ટેક્સસ્પાનર (Taxspanner)ના સહ-સ્થાપક અને સીઈઓ સુધીર કૌશિકે કહ્યું કે હાલમાં ફિક્સડ ડિપોઝીટની વ્યાજની આવકને ‘અન્ય સ્ત્રોતની આવક’ તરીકે ગણવામાં આવે છે. જો તમે એક્સમ્પ્શન કેટેગરીમાં ન આવતા હોવ તો ટેક્સ કાપ્યા બાદ જ વ્યાજ જમા કરવામાં આવે છે. આ PFના નવા સ્ટ્રકચરમાં પણ વધારાના પીએફ યોગદાન અને વ્યાજ પર ટેક્સ આ રીતે જ લાગવાની સંભાવના છે. ટીડીએસ 10 ટકા છે, એટલે વધારાના EPF જમા રકમ પર 10%ના દરે જ ટેક્સ પ્રોવિડન્ટ ફંડ વિભાગ દ્વારા જ વસૂલવામાં આવશે, નહીં કે એમ્પ્લોયર દ્વારા કપાવવા જોઈએ.

  નાણાં મંત્રાલય અને સીબીડીટી દ્વારા સત્તાવાર રીતે નિયમોને જાહેર કર્યા પછી જ સમગ્ર કરપ્રણાલી સ્પષ્ટ થશે.
  Published by:Ashish Goyal
  First published:February 10, 2021, 20:27 pm

  ટૉપ ન્યૂઝ