Home /News /business /

Tax on Cryptocurrencies: શું તમે પણ ક્રિપ્ટોમાં રોકાણ કરી રાખ્યું છે? ટેક્સથી બચવા 31 માર્ચ પહેલા આટલું કરો

Tax on Cryptocurrencies: શું તમે પણ ક્રિપ્ટોમાં રોકાણ કરી રાખ્યું છે? ટેક્સથી બચવા 31 માર્ચ પહેલા આટલું કરો

ક્રિપ્ટોકરન્સીની કમાણી પર ટેક્સ

Tax on Cryptocurrencies: કેન્દ્રીય બજેટની જાહેરાત સમયે નાણા પ્રધાન નિર્મલા સીતારામણે (FM Nirmala Sitharaman) ક્રિપ્ટોકરન્સી અને નોન-ફંગિબલ ટોકન્સ ડિજિટલ એસેટ (Digital assets)ના ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આવી અસ્ક્યામતોના તમામ ટ્રાન્સફર પર 1 ટકા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) પણ લાગશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. Tax on Cryptocurrencies: દેશમાં ક્રિપ્ટોકરન્સી પર હવે ટેક્સ (tax on cryptocurrencies) લાગવા જઈ રહ્યો છે. કેન્દ્રીય બજેટની જાહેરાત સમયે નાણા પ્રધાન નિર્મલા સીતારામણે (FM Nirmala Sitharaman) ક્રિપ્ટોકરન્સી અને નોન-ફંગિબલ ટોકન્સ ડિજિટલ એસેટ (Digital assets)ના ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આવી અસ્ક્યામતોના તમામ ટ્રાન્સફર પર 1 ટકા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) પણ લાગશે. આવી એસેટની ભેટ આપવાથી પણ 30 ટકા ટેક્સ લાગશે.

  આ નિર્ણયનો અમલ કેવી રીતે થશે તે અંગે સ્પષ્ટતાઓની રાહ જોવાઇ રહી છે. ત્યારે મનીકંટ્રોલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે વાત કરીને સૌથી વધુ વારંવાર પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. જેના થકી સરકારના નિર્ણયની તમારા પર શું અસર પડશે તેનો ખ્યાલ આવી શકે છે.

  1) 31 માર્ચ પહેલા નફો અથવા નુકસાન બુક કરવા પર ધ્યાન આપી શકાય

  ચાર્ટર્ડ ક્લબના સ્થાપક કરણ બત્રાનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સીના નફા પર 30 ટકા ટેક્સ લગાવવાની નવી જોગવાઈ 1 એપ્રિલ 2022થી લાગુ થશે. તેથી આ નાણાકીય વર્ષમાં ક્રિપ્ટો હોલ્ડિંગ્સ વેચનારાઓને તેની અસર થશે નહીં. તેઓ 31 માર્ચ પહેલા નફો અથવા નુકસાનના બુકિંગ પર ધ્યાન આપી શકે છે. જો તમે આ નાણાકીય વર્ષમાં ફાયદા કે નુકસાનમાં છો અને તમારા હોલ્ડિંગ્સ વેચો છો તો તેના પર 30 ટકા ટેક્સ લાગશે નહીં. નિર્ણયની અમલવારી 1 એપ્રિલ પછી થશે.

  2) ક્રિપ્ટો ટ્રેડર્સ અન્ય આવક સામે લોસ બૂકના નુકસાનને સરભર કરવા માંગતા હોય તો..

  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એન એ શાહ એસોસિએટ્સ LLPના અશોક શાહ કહે છે કે, દરખાસ્ત કરેલા સુધારાઓનો અર્થ એ થશે કે ક્રિપ્ટો ટ્રેડર્સ અન્ય આવક સામે લોસ બૂકના નુકસાનને સરભર કરવા માંગતા હોય તો ફક્ત 31 માર્ચ પહેલા જ લોસ બુક કરી શકે છે. તેથી દરેક ટ્રેડરે પોતાની આવકના પ્રકારની તપાસ કરવી પડશે.

  બીજી તરફ તેઓને ક્રિપ્ટો એસેટ નુકસાન રિકવર કરવાની સાથે મજબૂત લાભ પણ પહોંચાડી શકે તેવું લાગતું હોય તો તેઓ તેને રાખી શકે છે. પરંતુ તે પછી આગામી નાણાકીય વર્ષથી તેઓએ ડિજિટલ એસેટ્સથી થતા ફાયદા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

  અલબત્ત TDSના નિયમો કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર હજી પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે, કોની તરફેણમાં TDS કાપવામાં આવશે અને કાઉન્ટર-પાર્ટી, પ્લેટફોર્મ કોણ હશે? અને જો કાઉન્ટર-પાર્ટી પાસે પાન કાર્ડ ન હોય અથવા તેનું રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો શું TDS વધુ હશે? અને ખરીદનાર કેવી રીતે નક્કી કરશે કે કાઉન્ટર-પાર્ટીએ રિટર્ન ફાઇલ કર્યું છે કે નહીં?

  3) કોસ્ટ ઓફ એક્વિઝિશન શબ્દ પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી, જેનાથી મૂંઝવણમાં વધારો થયો

  વેડ જૈન એન્ડ એસોસિએટ્સમાં ભાગીદાર અંકિત જૈન કહે છે કે, ક્રિપ્ટો-ટ્રેડિંગમાં સક્રિયપણે ભાગ લેતા રોકાણકારોને નિરાશ કરવા માટે સરકારે ક્રિપ્ટોકરન્સીથી થતી આવક પર સૌથી વધુ 30% ટેક્સ વત્તા સરચાર્જ અને સેસનો દર મુક્યો છે. કોસ્ટ ઓફ એક્વિઝિશન શબ્દ પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી, જેનાથી મૂંઝવણમાં વધારો થયો છે.

  એક્સચેન્જ ફી, વોલેટ ચાર્જ વગેરે જેવા ખર્ચ સામાન્ય રીતે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરતી વખતે કરવામાં આવે છે. આ ચાર્જ કપાતપાત્ર રહેશે નહીં.

  ફાઇનાન્સ બિલમાં કોઈ પણ ક્રિપ્ટોકરન્સીની ખરીદી પર 1 ટકાનો TDS રેટ મૂકવામાં આવ્યો છે. આ નજીવા દરને રજૂ કરવાનો મુખ્ય હેતુ ક્રિપ્ટોકરન્સીના ટ્રેડ બાબતે તમામ ડેટાને એકત્રિત કરવાનો હોય તેવું લાગે છે. જો કે, આ જોગવાઈનો અમલ કરવો મુશ્કેલ છે. ખરીદનાર અને વેચનારની ઓળખ એકબીજા માટે સરળતાથી ઉપલબ્ધ નથી જેથી ક્રિપ્ટો એક્સચેન્જો પર તેનો અમલ કરવો મુશ્કેલ બનશે.

  4) ખરીદનારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને વેચનારની અન્ય વિગતો માંગવી પડશે

  Tax2win.inના સીઈઓ અને સહ-સ્થાપક અભિષેક સોની કહે છે કે, 30 ટકા ટેક્સ રેટ ઉપરાંત ટેક્સ પેયરને પણ પોતાના ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ લાગુ સેસ અને સરચાર્જ આપવો પડશે. ડિજિટલ વર્ચ્યુઅલ એસેટના ટ્રાન્સફર પર ટેક્સ લાગશે. ખર્ચની પ્રાપ્તિ સિવાય ખર્ચની કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ સ્પષ્ટતા કરવી પડશે કે આવી વર્ચ્યુઅલ એસેટના ટ્રાન્સફરથી થનારું નુકસાન બીજામાંથી થયેલા લાભ સામે સેટઓફ કરી શકાય છે કે નહીં.

  આ પણ વાંચો: Cryptocurrency Tax Calculation: ક્રિપ્ટોમાંથી કમાણી પર 30% ટેક્સનો અર્થ શું? આ રીતે સમજો ગણતરી

  સરકારે લોટરીની જીતથી લાભ જેવા ડિજિટલ વર્ચુઅલ સંપત્તિ પરના ફાયદાને ધ્યાનમાં લીધા છે. આ કેપિટલ ગેઇન નથી. તેથી ઇન્ડેક્સેશન લાભ અથવા આવી કોઈ અન્ય છૂટછાટ શામેલ હોવાનો કોઈ પ્રશ્ન નથી. આ ઉપરાંત તમે ડિજિટલ વર્ચુઅલ એસેટમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે થતા નુકસાનને આગળ ધપાવી શકતા નથી. ડિજિટલ વર્ચ્યુઅલ એસેટ્સના ટ્રાન્સફર પર કરપાત્રતામાં સુધારો નાણાકીય વર્ષ 2022-23થી લાગુ થશે.

  ખરીદનારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને વેચનારની અન્ય વિગતો માંગવી પડશે. આનાથી KYC પાલન પણ થઈ શકે છે અને અનામી વ્યવહારોને કાબૂમાં કરી શકાય છે. ક્રિપ્ટો એસેટ્સના ટ્રાન્સફર માટે ચુકવણીઓ પર થ્રેશોલ્ડ લીમીટ પછી 1 ટકાના દરે TDS લાદવામાં આવશે.

  5) કોઈ વસ્તુ ખરીદવા માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરે અથવા તો ક્રિપ્ટોનો ટ્રેડ કરે ત્યારે રોકાણકારે TDSનો ભોગ બનવું પડે

  નાંગિયા એન્ડરસન LLPના પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાનું કહેવું છે કે, "ટ્રાન્સફર" શબ્દને આવકવેરા (IT) એક્ટમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જેમાં વેચાણ, વિનિમય અથવા સંપત્તિનો ત્યાગ અથવા તેમાં રહેલા કોઈપણ અધિકારોના અધિકારનો સમાવેશ થાય છે

  "ટ્રાન્સફર" શબ્દની વ્યાખ્યા પોતે જ વિનિમય વ્યવહારોને આવરી લે છે, TDSની જોગવાઈઓમાં પણ ખાસ કરીને બાર્ટર અથવા એક્સચેંજની કલ્પના કરવામાં આવી છે. જ્યાં ચુકવણી આંશિક અથવા સંપૂર્ણ રીતે પ્રકારની હોય છે અને રોકડમાં કોઈ મૂવમેન્ટ હોતી નથી. તેથી કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવા માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરે છે અથવા તો ક્રિપ્ટોનો ટ્રેડ કરે ત્યારે રોકાણકારે TDSનો ભોગ બનવું પડે છે.

  આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સી માટે 'ડેથ' સાબિત થશે બજેટ 2022- બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

  ક્રિપ્ટો ટેક્સની જોગવાઈઓ (કલમ 115BBH)ના શબ્દશઃ વાંચનના આધારે, એવું જણાય છે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફર ઉદ્ભવતા નુકસાનને સેટ ઓફ કરવાનું નિયંત્રણ ફક્ત IT એક્ટની અન્ય કોઈપણ જોગવાઈઓ હેઠળ ગણતરી કરવામાં આવેલી આવકની વિરુદ્ધ છે. તેથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના એક ક્લાસમાંથી ઉદ્ભવતા નુકસાનને બંધ કરવા માટે કોઈ રસ્ટ્રીકશન જણાતું નથી.

  અલબત્ત, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં ટ્રાન્ઝેક્શનથી થતા નુકસાન જે નાણાકીય વર્ષમાં સેટઓફ કરવામાં આવ્યા ન હોય તેને પછીના વર્ષોમાં આગળ ધપાવી શકાય નહીં. ઉપરાંત, સટ્ટાકીય આવક સહિત અન્ય બાબતો સામે ક્રિપ્ટો ટ્રેડિંગના નુકસાન અને ખર્ચને સેટ ઓફ કરવાનું શક્ય નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bitcoin, Budget 2022, Cryptocurrency, Investment, Nirmala Sitharaman

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन