Home /News /business /

ડૉક્ટર્સ ખૂબ લખી આપતા હતા Dolo-650, કંપનીએ તેના ઉત્પાદનને પ્રમોટ કરવા માટે 1000 કરોડની ભેટ વહેંચી

ડૉક્ટર્સ ખૂબ લખી આપતા હતા Dolo-650, કંપનીએ તેના ઉત્પાદનને પ્રમોટ કરવા માટે 1000 કરોડની ભેટ વહેંચી

DOLO 650 ના વેચાણ પાછળનું કૌભાંડ

પુરાવાઓ અનુસાર ગ્રુપે પોતોના ઉત્પાદનો/બ્રાન્ડ્સને વધારવા માટે ગેરકાયદેસર રસ્તાઓ અપનાવ્યા છે. આઇટી વિભાગે જણાવ્યું કે, આ પ્રકારના ફ્રી ઉપહારોની રકમ લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

    આવકવેરા વિભાગે (Income tax department) જણાવ્યું કે, બેંગલોર સ્થિત ફાર્મા કંપની માઇક્રોલેબ્સ લિમિટેડ પર દરોડા (IT Raid in Microlabs Ltd) મારીને 1.20 કરોડ રૂપિયાની બેનામી રોકડ (Black Money), કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનુ અને હીરાના આભૂષણો જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે જણાવ્યા અનુસાર, દરોડ દરમિયાન દસ્તાવેજો અને ડિજીટલ ડેટાના સ્વરૂપમાં જરૂરી આપત્તિજનક પુરાવાઓ મળ્યા છે, જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ અંગે માઇક્રો લેબ્સને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો કંપનીએ હાલ કોઇ જવાબ આપ્યો નથી.

    સેલ્સ વધારવા અપનાવ્યા ગેરકાયદેસર રસ્તા


    ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પુરાવાઓ જણાવે છે કે, ફાર્મા ગ્રુપે મેડિકલ પ્રોફેશનલ્સને આપવામાં આવેલા ફ્રી ઉપહારોનો હિસાબ સેલ્સ એન્ડ પ્રમોશન અંતર્ગત પોતાની બુક ઓફ એકાઉન્ટન્ટમાં સામેલ કર્યા છે. પુરાવાઓ અનુસાર ગ્રુપે પોતોના ઉત્પાદનો/બ્રાન્ડ્સને વધારવા માટે ગેરકાયદેસર રસ્તાઓ અપનાવ્યા છે. આઇટી વિભાગે જણાવ્યું કે, આ પ્રકારના ફ્રી ઉપહારોની રકમ લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

    આ પણ વાંચો -SBIના ગ્રાહકોને ઝટકો! આજથી MCLR દરમાં વધારો, લોન થશે મોંઘી અને EMI પણ વધશે

    કોવિડ-19 મહામારીમાં કરી અધધ કમાણી


    મનીકન્ટ્રોલે માઇક્રોલેબ્સના ઓફિશ્યલ પ્રવક્તાનો સંપર્ક કર્યો જેણે કહ્યું કે, આ પ્રકારની કોઇ પણ ઘટનાની જાણકારી તેમને નથી અને તેમને આ અંગે કોઇ પણ નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો હતો. રસપ્રદ વાત તે છે કે માઇક્રોલેબ્સના ડોલો 650એ કોવિડ-19 દરમિયાન ખૂબ મોટી રકમની કમાણી કરી અને કંપની આ સેક્ટરમા માર્કેટ લીટ બની ચૂકી છે.

    આ પણ વાંચો -આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર, આ કંપનીઓ જાહેર કરશે ત્રિમાસિક પરિણામો

    36 સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા


    આઇટી વિભાગ અનુસાર, ગ્રુપે થોડી આવકને ખાસ જોગવાઇઓ હેઠળ વધારીની ડિડક્શન માટે ક્લેમ કરી હતી. આવક વિભાગે જણાવ્યું કે, કરચોરીના અનેક અન્ય સાધનો પણ જાણવા મળ્યા છે. તેમાં પાત્ર યુનિટ્સને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખર્ચનું અયોગ્ય વિતરણ અને સેક્શન 35 (2એબી) અંતર્ગત વ્હેટેડ ડિડક્શનનું ક્લેમ પણ સામેલ છે. આ અંતર્ગત કર ચોરી કરવામાં આવનાર રકમ 300 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ દરોડા અંતર્ગત અધિકારીઓએ 9 રાજ્યોમાં ફેલાયેલા 36 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
    First published:

    Tags: Income tax department

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन