મોદી સરકારની મોટી જાહેરાત, વચગાળાના બજેટમાં આપેલી રાહત કાયમ રહેશે

ભાજપે મંગળવારે જણાવ્યું હતું કે બંગાળ મહાકાળીની ભૂમિ છે અને રામ રાજ્યમાં 'જય શ્રી રામ' અને 'જય મહાકાળી' ભાજપનો નારો હશે.

ભાજપે મંગળવારે જણાવ્યું હતું કે બંગાળ મહાકાળીની ભૂમિ છે અને રામ રાજ્યમાં 'જય શ્રી રામ' અને 'જય મહાકાળી' ભાજપનો નારો હશે.

 • Share this:
  પીટીઆઈ
  મોદી સરકારે વચગાળાના બજેટમાં આપેલી ટેક્સની રાહત અને અન્ય છુટછાટને આગામી કેન્દ્રીય બજેટમાં કાયમ રાખવાની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી 5મી જુલાઈના રોજ યુનિયન બજેટ પ્રસ્તુત કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

  વચગાળાના બજેટમાં અપાયેલી રાહતોમાં કોઈ પરિવર્તન નહીં
  નાણા મંત્રાલય દ્વારા એક પરિપત્રના માધ્યમથી જાણ કરવામાં આવી છે કે વચગાળાના બજેટમાં જે ક્ષેત્રો માટે રાહતની જોગવાઈ નહોતી થઈ શકી તેમના માટે જ આ બજેટમાં રાહતની જોગવાઈ કરાશે. બાકી વર્ષ 2019-20ના અંતરીમ બટેજમાં આપવામાં આવેલી રાહતમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

  આ પણ વાંચો :  મોદી સરકારનો મોટો નિર્ણય, હવે રેકડી અને પાથરણાવાળા માટે ખાસ યોજના

  નવી ટીમ
  સીતારમણના બડેટમાં રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે. અધિકારીઓના ટીમની આગેવાની નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ, ખર્ચ વિભાગના સચિવ ગિરીશ ચંદ્ર મુર્મુ, રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડે, દીપમ સચિવ અતનુ ચક્રવર્તી, અને નાણા બાબતનો સચિવ રાજીવ કુમાર કરશે.

  આ પણ વાંચો : ઈદના અવસરે પાકિસ્તાનની મોટી જાહેરાત, ભારત સામે લંબાવ્યો દોસ્તીનો હાથ

  પડકારો
  નાણા મંત્રી નિર્મલા સીતારમણ સામે આ બજેટથી માંદી અર્થવ્યવસ્થાને બેઠી કરવાનો પડકાર છએે. નોન બેન્કીંગ કંપનીઓને નાણાની લિક્વિડિટીના સંકટમા ઉગારવા જેવા પડકારો છે. રોજગારીનું સર્જન, રોકાણ, આયાત, નિકાસમાં સુધારો, કૃષિ સંકટ, તેમજ રાષ્ટ્રીય કોશના દબાણ પર કાબુ મેળવતા વધતા જતા જાહેર ખર્ચને કાબૂમાં રાખવા જેવા પડકારો પણ છે.
  Published by:Jay Mishra
  First published: