Home /News /business /Personal Finance: સિંગલ મધર્સ દત્તક લીધેલા બાળકો માટે લઈ શકે છે કરવેરાનો લાભ, જાણો કઈ રીતે

Personal Finance: સિંગલ મધર્સ દત્તક લીધેલા બાળકો માટે લઈ શકે છે કરવેરાનો લાભ, જાણો કઈ રીતે

સિંગલ મધર (પ્રતીકાત્મક તસવીર)

Personal Finance: કલમ 80સી હેઠળ દેશમાં આવેલી શાળામાં બે બાળકોના શિક્ષણ માટે ચૂકવવામાં આવતી ટ્યુશન ફીની કપાતનો તમે દાવો કરી શકો છો.

નવી દિલ્હી: ભારતમાં સિંગલ વુમનની સંખ્યા વધી છે. હાલના સમયે ઘણી સિંગલ વુમને બાળક દત્તક (Child adoption for single mother in India) લીધા છે. આંકડા મુજબ 72 મિલિયન સિંગલ વુમન્સમાંથી 13 મિલિયન સિંગલ મધર્સ છે. એટલે કે, તેઓ એકલા હાથે બાળકનો ઉછેર કરે છે. ભારતમાં સિંગલ વુમનનું પ્રમાણ તો વધ્યું છે, પણ અમેરિકાની જેમ ભારતમાં બાળક દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરવા ટેક્સ ક્રેડિટ ઓફર (Tax credit offer) થતી નથી. તો ચાલો બાળક માટે કરવામાં આવતા ખર્ચ પર ઉપલબ્ધ રેગ્યુલર ટેક્સ બેનિફિટ્સ (Regular tax) દત્તક લીધેલા બાળક માટે પણ પાત્ર છે કે નહીં?

ટ્યુશન ફી

કલમ 80સી હેઠળ દેશમાં આવેલી શાળામાં બે બાળકોના શિક્ષણ માટે ચૂકવવામાં આવતી ટ્યુશન ફીની કપાતનો તમે દાવો કરી શકો છો. આ લાભ સિંગલ પેરેન્ટ્સ અથવા અપરિણીત વાલીઓ માટે ઉપલબ્ધ છે. જો કે, કલમ 80સી હેઠળ ઇન્ડિવિઝ્યુલ માટે મહત્તમ કપાત 1.5 લાખ રૂપિયા છે

મિન્ટલાઈવના કહેવા પ્રમાણે આ બાબતે ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સના ભાગીદાર હોમી મિસ્ત્રી કહે છે કે, ટ્યુશન ફી માટેની કપાત વ્યક્તિના કોઈપણ બે બાળકોના સંદર્ભમાં ઉપલબ્ધ છે. જેથી ટેક્સના કાયદા માતા-પિતા પરિણીત છે કે નહીં તે મુજબ લાગુ પડતા નથી.

અહીં નોંધનીય છે કે, જેનું બાળક છે તેના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ આ કલમ હેઠળની કપાતોનો દાવો કરી શકાતો નથી, તેથી બાળકને કાયદેસર રીતે દત્તક લેવું જોઈએ.

શૈક્ષણિક લોન

શૈક્ષણિક લોન પરના વ્યાજની ચૂકવણીની પણ કલમ 80 C હેઠળ મુક્તિ તરીકે મંજૂરી આપવામાં આવી છે. કર કાયદા મુજબ બાળકની વ્યાખ્યામાં દત્તક લીધેલા બાળકનો સમાવેશ થાય છે. તેથી, કાનૂની રીતે દત્તક લીધેલા બાળકના સંદર્ભમાં લાભ મળે છે.

ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે મેળવેલી લોન પર ચૂકવેલ વ્યાજ કર લાભ માટે દાવો કરી શકાય છે. લોન વ્યક્તિગત, જીવનસાથી અથવા બાળકો માટે હોઈ શકે છે. મુક્તિનો દાવો આઠ વર્ષ સુધી અથવા વ્યાજની ચૂકવણી સુધી કરી શકાય છે. આ લાભની ખાસ વાત એ છે કે, એજ્યુકેશન લોનમાં મુક્તિ પર કોઈ મર્યાદા લાગુ પડતી નથી.

હોસ્ટેલ ભથ્થું

ઘરથી દૂર અભ્યાસ કરતા બાળક માટે દર મહિને 300 રૂપિયા સુધીના હોસ્ટેલ ભથ્થાનો દાવો કરી શકાય છે. RSM ઇન્ડિયા ટેક્સ કન્સલ્ટિંગના સ્થાપક સુરેશ સુરાણા કહે છે કે, બાયોલોજીકલ બાળક માટે ચિલ્ડ્રન હોસ્ટેલ એલાઉન્સ ઉપલબ્ધ છે અને ચિલ્ડ્રન હોસ્ટેલ એલાઉન્સ દત્તક લીધેલા બાળકના સંદર્ભમાં પણ ઉપલબ્ધ છે. જોકે, આ લાભનો ફાયદો મહત્તમ બે બાળકો માટે ઉઠાવી શકાય છે.

લિવ ટ્રાવેલ ભથ્થું

આવકવેરાના લાભો હેઠળનું લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) માતાપિતાને ચાર વર્ષમાં એકવાર વેકેશનમાં ટ્રાવેલ ખર્ચનો દાવો કરવામાં મદદ કરે છે. સુરાણા કહે છે, આવકવેરા કાયદાની કલમ 10(5) હેઠળ લીવ ટ્રાવેલ કન્સેશનનો દાવો કરવાના હેતુસર ચોક્કસ કલમમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ આ લાભ પરિવાર પૂરતો મર્યાદિત છે. આ યાદીમાં વ્યક્તિના સાવકા બાળક અથવા દત્તક લીધેલા બાળકનો સમાવેશ થાય છે અને તેથી સિંગલ મહિલા દત્તક લીધેલા બાળક માટે એલટીએ (LTA) લાભોનો દાવો કરી શકે છે.

આ પણ વાંચો: ક્રેડિટ સુઈસે ભારતનું રેટિંગ ઘટાડ્યું, વાંચો સમગ્ર અહેવાલ

ભેટ-સોગાદો

રોકડ, વાહન, આર્ટ કે રિયલ એસ્ટેટના રૂપમાં 50 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ કોઇ પણ વ્યક્તિ પાસેથી મેળવી શકાય છે. જોકે, તેનાથી વધુની રકમની આવી ગિફ્ટસ આશ્રિતો અને સંબંધીઓ પાસેથી પ્રાપ્ત થાય તો જ તેમના પર કર લાગતો નથી. સુરાણા કહે છે, બક્ષિસના સંદર્ભમાં કરમુક્તિ આવકવેરા કાયદાની કલમ 56(2)(X)માં વ્યાખ્યાયિત કર્યા મુજબ સંબંધીઓ પૂરતી મર્યાદિત છે.

એક્ટમાં ઉલ્લેખિત સંબંધીઓની યાદીમાં જીવનસાથી, માતા, પિતા, ભાઈ અને બહેનનો સમાવેશ થાય છે. જેથી બાળક માતાપિતા (બાળકને દત્તક લેનાર) પાસેથી 50,000 રૂપિયાથી વધુની ભેટ સ્વીકારી શકે છે અને કરમાંથી મુક્તિ મેળવી શકે છે. અલબત્ત, બાયોલોજીકલ માતાપિતા પાસેથી પ્રાપ્ત થતી કોઈપણ ભેટ પર કર લાગશે. કારણ કે બાળક પરના તેમના અધિકારો છોડી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  ભારતીય શેર બજાર બેહાલ, રોકાણકારોએ શું કરવું?

આવી જ રીતે સાવકા ભાઈ, સાવકી બહેન અને અન્યને નિર્દિષ્ટ સંબંધીઓ તરીકે ગણવામાં આવશે નહીં અને તેથી તેમની પાસેથી મળેલી ભેટો કરને પાત્ર હોઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, અમુક કલમ હેઠળ ભેટસોગાદો અને વારસાના નાણાં તથા મિલકતો પર વેરો લાગતો ન હોવા છતાં, ગિફ્ટ મનીની ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ કે ગિફ્ટેડ પ્રોપર્ટી પરનું ભાડું જેવી ભેટમાંથી કમાયેલા કોઈપણ નાણાં અને સંપત્તિ પર કર લાદવામાં આવે છે.
First published:

Tags: Tax, આયકર વિભાગ, માતા