Home /News /business /

કમાણી કરવાનો ગોલ્ડન ચાન્સ, 16 જુલાઇએ ઓપન થઈ રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO

કમાણી કરવાનો ગોલ્ડન ચાન્સ, 16 જુલાઇએ ઓપન થઈ રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO

Tatva Chintan Pharma Chem IPO: ગુજરાત સ્થિત તત્વ ચિંતન ફાર્મા કેમ IPO માટે પ્રાઇસ બેન્ડ 1073-1083 રૂપિયા નક્કી કરવામાં આવી છે

Tatva Chintan Pharma Chem IPO: ગુજરાત સ્થિત તત્વ ચિંતન ફાર્મા કેમ IPO માટે પ્રાઇસ બેન્ડ 1073-1083 રૂપિયા નક્કી કરવામાં આવી છે

મુંબઈ. શેર બજાર (Stock Market)માં હાલ સતત IPO (IPO Market) લોન્ચ થઇ રહ્યા છે. ત્યારે સેબી (SEBI)એ ગુજરાત સ્થિત તત્વ ચિંતન ફાર્મા કેમ (Tatva Chintan Pharma Chem)ને પણ IPO માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ IPO દ્વારા કંપની 500 કરોડ રૂપિયા એકઠા કરશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 1073-1083 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રોકાણકારો તેમાં 16 જુલાઇથી લઇને 20 જુલાઇ સુધીમાં પૈસા રોકી શકે છે.

મિંટના અહેવાલ અનુસાર પહેલા કંપનીના DRHPમાં IPOના ઓફર ફોર સેલની સાઇઝ 225 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 275 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. ICICI સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્શિયલ આ ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના શેર બીએસઇ અને એનએસઇ બંને એક્સચેન્જ પર લીસ્ટ થશે.

આ પણ વાંચો, જો તમારી પાસે પણ 1 રૂપિયાની નોટ છે તો તમે પણ કમાઈ શકો છો 7 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

ક્યાં થશે ફંડનો ઉપયોગ?

આ IPO દ્વારા એકઠા કરવામાં આવેલ રકમનો ઉપયોગ દહેજ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો વિસ્તાર કરવા અને વડોદરામાં સ્થિત પોતાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આવનાર ખર્ચ અને કંપનીની રોજીંદી જરૂરિયાત માટે કરવામાં આવશે. જણાવી દઇએ કે IPOનો 50 ટકા ભાગ QIB માટે, 35 ટકા રિટેલ માટે અને 25 ટકા ગેર સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ કરવામાં આવ્યો છે.


શું છે કંપનીનો વેપાર?

કંપનીના વેપારની વાત કરીએ તો વડોદરાની તત્વ ચિંતન એક સ્પેશ્યાલિટી કેમિકલ કંપની છે. કંપની પોતાના પ્રોડક્ટ્સની નિકાસ લગભગ 25 દેશોમાં કરે છે. આ લીસ્ટમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન સામેલ છે.

આ પણ વાંચો, કંકોત્રી જોઈને સગાવહાલા બોલવા લાગ્યા ‘Love Jihad’, પરિવારને રદ કરવા પડ્યા વ્હાલી દીકરીના લગ્ન


કેટલો રહ્યો કંપનીનો નફો?

નાણાંકીય વર્ષ 2020માં એટલે કે કંપનીએ એક વર્ષ પહેલા 263.24 કરોડ રૂપિયાનું રેવન્યુ નોંધાવ્યું હતું. આ સિવાય ચોખ્ખો નફો 37.79 કરોડ રૂપિયા રહ્યો. જાન્યુઆરી 2020 સુધી ફર્મ પર 83.17 કરોડ રૂપિયાનું દેણું હતું. તેનાથી આગળના નાણાંકીય વર્ષમાં કંપનીનો નફો 20.54 કરોડ રૂપિયા અને રેવેન્યૂ 206.3 કરોડ રૂપિયા હતી.

(Disclaimer: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજાર રિસ્ક જોખમોને આધિન છે. રોકાણકારો નાણા રોકતાં પહેલા એક્સપર્ટની સલાહ લે. News18 ગુજરાતી તરફથી કોઈને પણ નાણા રોકવાની સલાહ નથી આપવામાં આવતી.)
First published:

Tags: BSE, Business news, Investment, IPO, NSE, Profit, Share market, Stock market

આગામી સમાચાર