ગુજરાતની સ્પેશ્યાલિટી કેમિકલ બનાવતી કંપની તત્ત્વ ચિંતન ફાર્મા (Tatva Chintan Pharma)નો IPO રેકોર્ડ 180 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ MTAR Tech બાદ આ વર્ષનો બીજા નંબરનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થનાર IPO છે. ઈશ્યુના સબ્સક્રિપ્શન (Tatva Chintan IPO Subscription)થી જ અંદાજ લગાવી શકાય છે કે આ કંપનીને રોકાણકારો કેટલી પસંદ કરી રહ્યા છે. તત્ત્વ ચિંતનના શેરોનું અલોટમેન્ટ (Tatva Chintan IPO share allotment Status)26 જુલાઈ સોમવારે થવાનું છે. જેમ-જેમ અલોટમેન્ટની તારીખ નજીક આવી રહી છે, ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ વધતું જાય છે. શુક્રવારના રોજ ગ્રે માર્કેટમાં તત્ત્વ ચિંતનના અનલિસ્ટેડ શેર 1005-1010 રૂપિયાએ ટ્રેડ કરી રહ્યા હતા. જયારે કંપનીના શેર્સની પ્રાઇસ બેન્ડ (Tatva Chintan Share Price) 1073-1083 હતી. જો આ મુજબ જોઈએ તો શેરબજારમાં તત્ત્વ ચિંતનના શેરની લિસ્ટિંગ 2088-2093 દરે થઇ શકે છે.
27 જુલાઈ સુધી પૈસા આવી જશે પાછા
જો તમને શેર નથી મળતા તો 27 જુલાઈ સુધીમાં તમારા એકાઉન્ટમાં પૈસા પાછા આવી જશે. જો તમને શેર મળી જાય છે, તો તે 28 જુલાઈ સુધીમાં તમારા ડિમેટ એકાઉન્ટમાં આવી જશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 29 જુલાઇના રોજ થવાનું છે, પરંતુ તમે ડિમેટ એકાઉન્ટમાં શેર આવ્યા પહેલા ચેક કરવા માંગો છો કે તમને શેર મળ્યા છે કે કેમ. તો તમે આમ કરી શકો છો. જોકે, હજી સુધી અલોટમેન્ટ થયું નથી. તત્વ ચિંતનના શેર્સનું એલોટમેન્ટ 26 જુલાઈએ થશે.