68 વર્ષ પછી એર ઇન્ડિયાની ઘર વાપસી, હવે રતન ટાટા સંભાળશે કમાન, સરકારે લગાવી મહોર

એર ઇન્ડિયાની કમાન હવે ટાટા ગ્રુપ (Tata group)સંભાળશે

Air India Disinvestment : એર ઇન્ડિયાની કમાન હવે ટાટા ગ્રુપ (Tata group)સંભાળશે. ટાટાએ એર ઇન્ડિયા માટે 18,000 કરોડની બોલી લગાવી

  • Share this:
    નવી દિલ્હી : એર ઇન્ડિયાના (Air India)ખાનગીકરણને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. દેવામાં ડુબેલી એર ઇન્ડિયાને વેચવામાં સરકારના પ્રયત્નો આખરે સફળ રહ્યા છે. આ એરલાઇન કંપનીને વર્ષો પછી ફાઇનલી નવા માલિક મળી ગયા છે. સરકારે એર ઇન્ડિયા માટે બોલીના વિજેતાની જાહેરાત કરી દીધી છે. એર ઇન્ડિયાની કમાન હવે ટાટા ગ્રુપ (Tata group)સંભાળશે. ટાટાએ એર ઇન્ડિયા માટે 18,000 કરોડની બોલી લગાવી હતી. આ સાથે સૌથી મોટી બોલી લગાવીને ટાટા ગ્રુપે ફરી એક વખત એર ઇન્ડિયાની કમાન પોતાના હાથમાં લીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે દીપમે (Department of Investment and Public Asset Management- DIPAM)પ્રેસ ક્રોન્ફન્સ કરીને આ જાણકારી આપી છે.

    DIPMના સેક્રેટરી તુહીન કાંતે કહ્યું કે Air India માટે ટાટા ગ્રુપે 18,000 કરોડની બોલી લગાવી હતી. Air India નું 15,300 કરોડ રૂપિયાનું દેવું હવે ટાટા ચુકવશે. એર ઇન્ડિયા પર 31 ઓગસ્ટ સુધી 61,560 કરોડ રૂપિયાનું દેવું હતું. જેમાં 15,300 કરોડ રૂપિયા ટાટા સન્સ ચુકવશે, જ્યારે બાકીના 46,262 કરોડ રૂપિયા AIAHL (Air India asset holding company) ભરશે.

    આ પણ વાંચો - Rakesh Jhunjhunwalaએ ટાટા ગ્રુપની બે કંપનીમાં એક જ દિવસમાં કરી 1,125 કરોડ રૂપિયાની કમાણી, જાણો તમામ વિગત

    દીપમના સચિવ તુહિન કાંત પાંડેયે કહ્યું કે એર ઇન્ડિયા સ્પેસિફિક એલ્ટરનેટિવ મેકેનિઝમ (AISAM)પેનલે એર ઇન્ડિયાની ફાઇનેંશિયલ બોલી પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રી અને અધિકારી સામેલ છે. ઘણી વખત બોલી માટે અરજી મંગાવી હતી પણ ફાઇનલી સપ્ટેમ્બરમાં બે બિડરનું નામ ફાઇનલ થયું હતું. એર ઇન્ડિયાના બધા કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમના પર કોઇ અસર થશે નહીં.

    આ પણ વાંચો - Rakesh Jhunjhunwalaએ એક જ મહિનામાં આ શેરમાં કરી 265 કરોડ રૂપિયાની કમાણી, શું તમને મોકો મળ્યો?

    તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપ અને સ્પાઇસજેટના (SpiceJet)અજય સિંહે (ajay singh)બોલી લગાવી હતી. હાલમાં બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહ્યું હતું કે એર ઇન્ડિયા માટે પેનલે ટાટા ગ્રુપને પસંદ કરી લીધું છે. જેઆરડી ટાટાએ 1932માં ટાટા એરલાઇન્સની (Tata airlines)સ્થાપના કરી હતી. હવે 68 વર્ષ પછી એર ઇન્ડિયાને ટાટા ગ્રુપે સૌથી વધારે બોલી લગાવીને ખરીદી લીધી છે.
    Published by:Ashish Goyal
    First published: