ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે TATA ગ્રુપ વિરુદ્ધ કરી કાર્યવાહી! 6 ટ્રસ્ટના લાયસન્સ કર્યા કેન્સલ

ટાટા સમૂહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ડિમાન્ડ નોટિસ મળી નથી. સંપત્તિઓ જપ્ત કરવાની વાત હવે કેમ ઉઠી રહી છે.

News18 Gujarati
Updated: November 2, 2019, 4:36 PM IST
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે TATA ગ્રુપ વિરુદ્ધ કરી કાર્યવાહી! 6 ટ્રસ્ટના લાયસન્સ કર્યા કેન્સલ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે TATA ગ્રુપ વિરુદ્ધ કરી કાર્યવાહી
News18 Gujarati
Updated: November 2, 2019, 4:36 PM IST
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટાટા ગ્રુપના 6 ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધા છે. જે ટ્રસ્ટ રદ્દ કરવામાં આવ્યા છે તેમાં જમશેદજી ટાટા ટ્રસ્ટ, આરડી ટાટા ટ્રસ્ટ, ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ, ટાટા સોશિયલ વેલફેર ટ્રસ્ટ, સાર્વજનિક સેવા ટ્રસ્ટ અને નવજબાઈ રતન ટાટા ટ્રસ્ટ સામેલ છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આદેશ પર ટાટા ગ્રુપે આપત્તિ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઈટી એક્ટની કલમ 115 (TD) હેઠળ રજિસ્ટ્રેશન રદ્દ કરવાની કાર્યવાહી કરી છે.

ટાટા કરાવશે તપાસ - ટાટા સમૂહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આદેસની તપાસ કરવામાં આવી રહી છે. કાયદા અનુસાર, જરૂરી પગલા ભરવામાં આવશે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ડિમાન્ડ નોટિસ મળી નથી. ચોંકાવનારી વાત એ છે કે, સંપત્તિઓ જપ્ત કરવાની વાત હવે કેમ ઉઠી રહી છે.

વધારે ટેક્સ ડિમાન્ડ - ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક શ્રેણીના ટ્રસ્ટોના મામલામાં સન 2016માં આઈટી એક્ટમાં આ વિશેષ જોગવાઈ જોડી હતી. તે હેઠળ કોઈ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન રદ થવા પર તેને ગત વર્ષની આવક પર પણ ટેક્સ ચૂકવવો પડે છે, જેના પર છૂટ લેવામાં આવી હોય. કોઈ ટ્રસ્ટ જો નોન-ચેરિટેબલ ટ્રસ્ટમાં મર્જ અથવા કન્વર્ટ થાય છે, તો તેણે વધારાનો ટેક્સ પણ આપવો પડે છે.

શું છે મામલો - ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનો આદેશ 31 ઓક્ટોબર, 2019થી લાગુ થઈ ગયો છે. જ્યારે ટાટા ગ્રુપના ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015માં જ તેને કેન્સલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, જે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે, તેની પાસે ટાટા સન્સના મોટા શેરહોલ્ડર છે.

ઉલ્લેખનીય છે કે, ટાટા ટ્રસ્ટે વર્ષ 2015માં જ આ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને ઈન્કમ ટેક્સ એક્ટની જોગવાઈ હેઠલ સરેન્ડર કરી દીધા હતા. આના પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મુલ્યાંકનનો નિર્મય કર્યો હતો. હવે મૂલ્યાંકન બાદ આયકર વિભાગે 31 ઓક્ટોબર 2019થી આ ટ્ર્સ્ટના રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...