Home /News /business /Multibagger Penny Stock: ટાટા જૂથની આ કંપનીના શેરે બે વર્ષમાં આપ્યું 8,650% વળતર, 1 લાખ બની ગયા 87.50 લાખ
Multibagger Penny Stock: ટાટા જૂથની આ કંપનીના શેરે બે વર્ષમાં આપ્યું 8,650% વળતર, 1 લાખ બની ગયા 87.50 લાખ
પેની સ્ટૉક
Multibagger Penny Stock: TTML શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે એ મલ્ટીબેગર પેની સ્ટોકમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.55 લાખ રૂપિયા હોય.
મુંબઇ. Multibagger penny stock: કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ ત્રણ મહિનામાં 90 સ્ટૉક મલ્ટીબેગર સાબિત થયા છે. આ ઉપરાંત અનેક એવા શેર્સ છે જેમણે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર સ્ટૉક્સમાં પેની સ્ટૉક્સ પણ સામેલ છે. Tata Teleservices (Maharashtra) Limited અથવા TTML એક આવો જ શેર છે. છેલ્લા બે વર્ષમાં ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) શેર NSE પર બે રૂપિયાથી વધીને 175 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 87.50 ગણું અથવા 8650 ટકા વળતર મળ્યું છે.
TTML શેરની કિંમતનો ઇતિહાસ
TTML શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર શેર 113 રૂપિયાથી વધીને 175 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેરે 55 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર શેર 39 રૂપિયાથી વધીને 175 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 350 ટકા વળતર મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં ટાટા જૂથની આ કંપનીનો શેર 13.45 રૂપિયાથી વધીને 175 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 1200 ટકા વળતર મળ્યું છે.
જો છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો આ મલ્ટીબેગર પેની સ્ટૉક 2 રૂપિયાથી વધીને 175 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષમાં આ શેરમાં 8,650 ટકાની તેજી જોવા મળી છે.
1 લાખ રૂપિયા બે વર્ષમાં બની ગયા 87.50 લાખ રૂપિયા
મિન્ટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે TTML શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે એ મલ્ટીબેગર પેની સ્ટોકમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.55 લાખ રૂપિયા હોય. જો કોઈએ છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 4.50 લાખ રૂપિયા હોય. આ જ રીતે કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 13 લાખ રૂપિયા હોય.
આવી જ રીતે જો રોકાણકારો બે વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી જાળવી રાખ્યું હોય તો આજે તેની કિંમત 87.50 લાખ રૂપિયા હોય.
માર્કેટ કેપ અને વર્તમાન કિંમત
TTML કંપનીની વર્તમાન માર્કેટ કેપ 34,211 કરોડ રૂપિયા છે. શેરનું વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 6,69,473 છે, જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યૂમ 28,77,892 થી ખૂબ ઓછી છે. આ શેરની 52 અઠવાડિયાની હાઈ સપાટી ₹290.15 છે. આ તેની લાઇફટાઇમ હાઈ સપાટી પણ છે. શેરની 52 અઠવાડિયાની સૌથી નીચલી સપટી 10.45 રૂપિયા છે.