Home /News /business /Multibagger Stock: ટાટા ગ્રુપના આ મલ્ટીબૈગર શેરની મોટી છલાંગ, 1 લાખના બનાવ્યા 40 લાખ રૂપિયા

Multibagger Stock: ટાટા ગ્રુપના આ મલ્ટીબૈગર શેરની મોટી છલાંગ, 1 લાખના બનાવ્યા 40 લાખ રૂપિયા

આ પૈની સ્ટોક રોકાણકારો માટે મલ્ટિબૈગર સ્ટોક સાબિત થયો છે.

TTML શેરની કિંમત જાન્યુઆરી 2022માં શેરદીઠ રૂ. 290.15ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો ત્યારથી પ્રેશરમાં છે. હકીકતમાં તે આજ સુધી બેરીશનો પસંદીદા 'સેલ ઓન રાઇઝ' સ્ટોક બની ગયો છે.

    ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ અથવા TTML શેર્સ તે મલ્ટિબેગર શેરોમાંનો એક છે, જેણે તાજેતરના વર્ષોમાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. જાન્યુઆરી 2022માં તે ઓલ ટાઈમ હાઇ સ્ટેજ પર પહોંચ્યા પછી ટાટા ગ્રુપના શેરમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તે પછી પણ તે એવા શેરોમાંનો એક છે. જેણે લાંબાગાળાના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. ટેલિકોમ સ્ટોક છેલ્લા ત્રણ વર્ષમાં આશરે રૂ. 2.50ના સ્તરથી વધીને રૂ. 100ના સ્તરે પહોંચ્યો છે, આ દરમિયાન શેરે 3,900 ટકા સુધીનું વળતર આપ્યું છે.

    ઉપર જણાવ્યા મુજબ, TTML શેરની કિંમત જાન્યુઆરી 2022માં શેરદીઠ રૂ. 290.15ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો ત્યારથી પ્રેશરમાં છે. હકીકતમાં તે આજ સુધી બેરીશનો પસંદીદા 'સેલ ઓન રાઇઝ' સ્ટોક બની ગયો છે.

    TTML શેર પ્રાઇસનો ઇતિહાસ

    છેલ્લા છ મહિનામાં ટાટા ગ્રૂપનો આ ટેલિકોમ સ્ટોક રૂ. 122થી ઘટીને રૂ. 100ના સ્તરે આવ્યો છે, જે આ સમયગાળા દરમિયાન લગભગ 20 ટકાનો ઘટાડો છે. જો કે વાર્ષિક રીતે (YTD) આ સમયમાં આ સ્મોલ-કેપ સ્ટોક લગભગ રૂ. 215 થી ઘટીને રૂ. 100ની આસપાસ આવી ગયો છે, જે આ વર્ષમાં 50 ટકાથી વધુનો ઘટાડો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 20 ટકાનો ઘટાડો થયો છે. જો કે, માઇક્રો-કેપ સ્ટોક છેલ્લા 9 મહિનામાં લાંબાગાળાના રોકાણકારો માટે શ્રેષ્ઠ વળતર આપતો સ્ટોક છે.

    આ પણ વાંચો: લગ્નમાં આમંત્રણ વિના ખાવા પહોંચવું MBA વિદ્યાર્થીને ભારે પડ્યું, થઇ એવી હાલત કે હવે...

    છેલ્લા બે વર્ષમાં TTML શેરની કિંમત શેર દીઠ રૂ. 7.55થી વધીને રૂ. 100 પ્રતિ શેર થઈ છે, આ દરમિયાન શેરમાં લગભગ 1200 ટકાનો વધારો થયો છે. એ જ રીતે આ મલ્ટિબેગર પેની સ્ટોક છેલ્લા ત્રણ વર્ષમાં શેર લેવલ દીઠ રૂ. 2.50થી વધીને રૂ. 100 થયો છે, જે આ સમય દરમિયાન લગભગ 3900 ટકાની વૃદ્ધિ નોંધાવે છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર વધુ સમૃદ્ધ થશે! ચંદ્રપુર અને સિંધુદુર્ગમાં મળી સોનાની ખાણ

    1 લાખના થઈ ગયા 40 લાખ

    જો કોઈ રોકાણકારે છ મહિના પહેલાં આ માઈક્રોકેપ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ.1 લાખ આજે રૂ. 80,000 થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે 2022ની શરૂઆતમાં આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 50,000માં ફેરવાઈ ગયા હોત. જો કે, જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલા આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 13 લાખ બની ગયા હોત. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે કોવિડ-19 મહામારી ફાટી નીકળ્યા પછી વેચવાલી દરમિયાન ત્રણ વર્ષ પહેલાં આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 40 લાખમાં ફેરવાઈ ગયા હોત.
    First published:

    Tags: TATA, Tata group, Tata Share

    विज्ञापन
    विज्ञापन