Home /News /business /Tata Takes Over Air India: ગુણવત્તા સભર ફ્લાઈટ સર્વિસ માટે મહારાજામાં શું ફેરફારો થશે?

Tata Takes Over Air India: ગુણવત્તા સભર ફ્લાઈટ સર્વિસ માટે મહારાજામાં શું ફેરફારો થશે?

સરકાર દ્વારા એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની ઓફર થયા બાદ ટાટા ગ્રૂપે રૂ. 18,000 કરોડની બિડ કરીને એર ઈન્ડિયાને હસ્તગત કર્યું હતું

Air India news- ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા સંપૂર્ણ સફળ રહેવાને કારણે ટાટા ગ્રુપ (Tata Group) 27 જાન્યુઆરી એટલે કે ગુરુવારથી એર ઈન્ડિયા (Air India) ને સત્તાવાર રીતે ઓપરેટ કરવા માટે તૈયાર છે

Tata Takes Over Air India- ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા (divestment process) સંપૂર્ણ સફળ રહેવાને કારણે ટાટા ગ્રુપ (Tata Group) 27 જાન્યુઆરી એટલે કે ગુરુવારથી એર ઈન્ડિયા (Air India) ને સત્તાવાર રીતે ઓપરેટ કરવા માટે તૈયાર છે. કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તેના થોડા સમય પછી એર ઈન્ડિયાને સત્તાવાર રીતે ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું. CNBC TV18 અનુસાર સત્તાવાર હેન્ડઓવર પછી ચંદ્રશેખરને કહ્યું કે, એર ઈન્ડિયાને TataGroupમાં પાછી મેળવીને અમે ખૂબ જ ખુશ છીએ. અમે વિશ્વ કક્ષાની એરલાઇન બનાવવા માટે દરેક સાથે કામ કરવા આતુર છીએ.

સરકાર દ્વારા એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની ઓફર થયા બાદ ટાટા ગ્રૂપે રૂ. 18,000 કરોડની બિડ કરીને એર ઈન્ડિયાને હસ્તગત કર્યું હતું. જેના મહિનાઓ પછી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા આવી છે. બિડિંગ પ્રક્રિયા ગયા વર્ષે કરવામાં આવી હતી અને જીતને પગલે, ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં ચાર્જ લેવા માટે પૂરજોશમાં આવી ગયું હતું.

એર ઈન્ડિયાને સંપૂર્ણ રીતે ટેકઓવર કરવા માટે તારીખો નક્કી કરવાથી લઈને અધિકારીઓની નિમણૂક કરવા સુધી ટાટા ગ્રૂપે અનેક તૈયારીઓ કરી છે. એર ઈન્ડિયાને સુધારવા માટે કંપની બધું જ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, એરઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી ઉડ્ડયન વ્યવસાયને ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી.

આ પણ વાંચો - જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે તો ક્યા જાય છે તમારા પૈસા, જાણો આ ફંડા

CNBC-TV18ના સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપ્યા બાદ ગુરુવારે નવા બોર્ડની રચના કરવામાં આવનાર હતી. બિઝનેસ સમૂહ વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગના એક એક્સપેટ સાથે પણ વાટાઘાટ કરી રહ્યું છે જેની એર ઈન્ડિયામાં નિમણૂક થવાની સંભાવના છે. અહેવાલો એ પણ સૂચવે છે કે, જૂથ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ઉડ્ડયન ઉદ્યોગના અનુભવી ફ્રેડ રીડને ઓનબોર્ડ કરવા માંગે છે. જોકે, એર ઈન્ડિયાના કેટલાક વરિષ્ઠ એક્ઝિક્યુટિવ તેમની બદલી ન થાય ત્યાં સુધી કામ ચાલુ રાખી શકે છે.

સીઈઓ ઉપરાંત ટાટા સન્સ અન્ય મોટા અધિકારીઓને પણ શોધી રહી છે. ધ હિંદુ બિઝનેસલાઈને સૂત્રોને ટાંકીને અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું કે ઉદ્યોગ સમૂહ નિપુન અગ્રવાલ (Nipun Aggarwal) ને એર ઈન્ડિયાના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (Aggarwal the Chief Financial Officer of Air India) બનાવવાનું વિચારી રહ્યું છે.

CNBC-TV18 ના સૂત્રોએ એવું પણ જણાવ્યુ હતું કે, ટાટા ગ્રૂપ એર એશિયા ઇન્ડિયા (Air Asia India) અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ને મર્જ કરવાની યોજના બનાવી રહ્યું છે. જે બંને ઓછા ભાડાની એરલાઇન્સ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયા એક્સપ્રેસ- એર એશિયા ઈન્ડિયાનું વિલિનીકરણ આવતા અઠવાડિયે થઈ શકે છે.

ટાટા ગ્રૂપ, તેના સંગઠનાત્મક ફેરફારો ઉપરાંત, ફ્લાયર્સના અનુભવને વધારવા માટે પણ વિચાર કરી રહ્યું છે. જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ મુંબઈથી ઓપરેટ થનારી ચાર ફ્લાઈટ્સ પર "એન્હાન્સ્ડ મીલ સર્વિસ" પણ રજૂ કરે તેવી શક્યતા છે. આ સેવા ગુરુવારથી AI864 (મુંબઈ-દિલ્હી), AI687 (મુંબઈ-દિલ્હી), સહિત ચાર ફ્લાઈટ્સ પર પૂરી પાડવામાં આવશે. AI945 (મુંબઈ-અબુ ધાબી) અને AI639 (મુંબઈ-બેંગલુરુ) વચ્ચેની ફ્લાઈટ્સમાં પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો - Share Market crash: અમેરિકન ફેડરલના નિર્ણય અને ભારતીય શેરબજારને શું લાગે વળગે? શા માટે હચમચી જાય છે બજાર?

CNBC અનુસાર, કેબિન ક્રૂના ગ્રૂમિંગ SOPsમાં પણ ફેરફાર થશે. ન્યૂઝ 18 ના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાએ એક ઈમેલમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓએ નિયમોનું પાલન કરીને સ્માર્ટ રીતે પોશાક પહેરવો જોઈએ. ગ્રુમિંગ એસોસિએટ્સ આ બાબતો માટે ક્રૂનું નિરીક્ષણ કરશે. સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.

એર ઈન્ડિયાની ઓન ટાઈમ કામગીરી બહેતર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે, જ્યારે ઈન-ફ્લાઇટ જાહેરાતમાં પણ ફેરફાર કરવામાં આવશે. ફ્લાઈટ્સ પર ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા (Ratan Tata) નો વિશેષ રેકોર્ડેડ સંદેશો આવવાની પણ શક્યતા છે.

જોકે CNBC-TV18ના સૂત્રોએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટના આંતરિક ભાગોને સુધારવામાં હજી થોડો સમય લાગી શકે છે. એક્વિઝિશન પછી ટાટા ગ્રુપ પાસે 117 વાઈડ-બોડી (wide-body) અને નેરો-બોડી એરક્રાફ્ટ (narrow-body aircraft) હશે. આ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસના 24 નેરો-બોડી એરક્રાફ્ટની ઍક્સેસ હશે. આ ઉપરાંત, તે 4,400 સ્થાનિક અને 1,800 આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને સ્થાનિક એરપોર્ટ પર પાર્કિંગ સ્લોટ્સનું નિયંત્રણ મેળવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, Tata group, એર ઇન્ડિયા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन