Home /News /business /Tata Group: ટીસીએસ કંપનીએ ટાટા જૂથની સૌથી કમાણી કરતી કંપનીનો તાજ ગુમાવ્યો, જૂથની આ કંપનીએ લીધું સ્થાન

Tata Group: ટીસીએસ કંપનીએ ટાટા જૂથની સૌથી કમાણી કરતી કંપનીનો તાજ ગુમાવ્યો, જૂથની આ કંપનીએ લીધું સ્થાન

ટીસીએસ માર્કેટ કેપ

TCS company: ટીસીએસ ખૂબ લાંબા સમયથી ટાટા જૂથની દૂઝણી ગાય રહી છે. ટાટા જૂથની આવકમાં તેનો સિંહ ફાળો હોય છે. ટાટા જૂથને ગત વર્ષે ટીસીએસ પાસેથી આશરે 22,500 કરોડ રૂપિયા મળ્યા હતા.

મુંબઈ: ટીસીએસ (Tata Consultancy Services- TCS) પાસેથી અડધા દશકા પાસેથી ટાટા જૂથની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ છીનવાયો છે. ટાટા જૂથની સૌથી જૂની કંપની ટાટા સ્ટીલે (Tata Steel) હવે ટીસીએસનું સ્થાન લીધું છે. ટીસીએસ ટાટા જૂથની સૌથી વધારે કમાણી કરતી કંપની પણ રહી છે. ગત વર્ષે પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં ટાટા સ્ટીલે 31,914 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જે ટીસીએસ (TCS)ના 28,490 કરોડ રૂપિયાના નફાથી વધારે છે. આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલું રહે તેવી આશા છે. ટાટા સ્ટીલના બોર્ડની બેઠક ત્રીજી મેના રોજ યોજાવાની છે. બેઠકમાં કંપનીના કન્સૉલિડેટેડ પરિણામ પર ચર્ચા થશે. કંપનીનું બોર્ડ ડિવિડન્ડની પણ જાહેરાત કરી શકે છે. બેઠક દરમિયાન શેરના વિભાજન (Stock split) પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

ટાટા સ્ટીલની સ્થિતિમાં ફક્ત પાંચ વર્ષમાં સૌથી મોટો બદલાવ આવ્યો છે. પાંચ વર્ષ પહેલા કંપની ખોટ કરતી હતી. કંપની પર લોનનો ભાર ખૂબ વધી ગયો હતો. કોમોડિટીની કિંમતમાં આવેલા ઘટાડાએ કંપનીની હાલત ખૂબ ખરાબ કરી નાખી હતી. પરંતુ હવે તે ટાટા જૂથની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આનો શ્રેય ટાટા સ્ટીલના એમડી ટી.વી. નરેન્દ્રનને જાય છે. તેમની નિમણૂક ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ કરી હતી. તેઓ સાયરસ દ્વારા નિમણૂક પામેલા એકમાત્ર એક્ઝિક્યુટિવ છે, જે હજુ પણ ટાટા જૂથ સાથે છે.

ટી.વી. નરેન્દ્રનની પ્રશંસનીય કામગીરી


નરેન્દ્રને ઘરેલૂ બજારમાં કંપનીને નફામાં લાવવાની સાથે સાથે તેમણે યૂરોપીયન બિઝનેસમાં પણ મોટો સુધારો કર્યો છે. ખાસ વાત એ છે કે ટાટા સ્ટીલ એવા સમયે જૂથની તાજ બની ગઈ છે, જ્યારે ટાટા જૂથ ડિજિટલ બિઝનેસ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આનાથી એક વાત સાબિત થઈ ગઈ છે કે ભલે કંપની કમાણી માટે વર્ચ્યુઅલ વર્લ્ડ પર દાંવ લગાવે, પરંતુ જૂની કંપનીઓનું મહત્ત્વ સમાપ્ત નહીં થાય. આનું કારણ એવું છે કે આજે પણ ગ્રાહકોને વાસ્તવિક જિંદગીમાં પાયાની વસ્તુઓની સૌથી વધારે જરૂર છે.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

ટાટા જૂથનો રોડમેપ


ટાટા સ્ટીલે જે ઉદાહરણ રજૂ કર્યું છે, જેનાથી તે કંપનીને ટોપ લીડરશીપ માટે પોતાની રણનીતિ પર વિચાર કરવા ફરીથી મજબૂર કરી શકે છે. ટાટા સમૂહના ચેરમેન નટરાજને ચંદ્રશેખરે પણ આ વાત ધ્યાનમાં રાખવી પડશે. ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ ટાટા જૂથ માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે. ટાટા જૂથ દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ છે. આ જૂથની ત્રણ ડઝન જેટલી નોંધાયેલી કંપનીઓ છે.

આ પણ વાંચો: પોલિસીબઝાર શેર માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આપ્યું બાય રેટિંગ

ટીસીએસ ખૂબ લાંબા સમયથી ટાટા જૂથની દૂઝણી ગાય રહી છે. ટાટા જૂથની આવકમાં તેનો સિંહ ફાળો હોય છે. ટાટા જૂથને ગત વર્ષે ટીસીએસ પાસેથી આશરે 22,500 કરોડ રૂપિયા મળ્યા હતા. 11,371 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મળ્યા હતા. બીજા 11,121 કરોડ રૂપિયા ટીસીએસના પોતાના શેર બાયબેક કરવાથી મળ્યા હતા.
First published:

Tags: Ratan Tata, TATA, Tata group, TCS

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો