Home /News /business /

સાઇરસ મિસ્ત્રી કેસ : ટ્રિબ્યૂનલના ચુકાદાને ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

સાઇરસ મિસ્ત્રી કેસ : ટ્રિબ્યૂનલના ચુકાદાને ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

રતન ટાટા અને સાઇરસ મિસ્ત્રી (ફાઇલ તસવીર)

18 ડિસેમ્બર, 2019ના રોજ NCLATએ સાઇરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતાં તેમને ફરીથી ટાટા સન્સના ચેરમેન નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

    નવી દિલ્હી : સાઇરસ મિસ્ત્રી મામલા પર નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT) દ્વારા આપવામાં આવેલા ચુકાદાની વિરુદ્ધ ટાટા સન્સ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. 18 ડિસેમ્બર, 2019ના રોજ NCLATએ સાઇરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતાં તેમને ફરીથી ટાટા સન્સના ચેરમેન નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથોસાથ, ટ્રિબ્યૂનલે એન. ચંદ્રશેખરની નિયુક્તિને ગેરકાયદેસર જાહેર કરી દીધી હતી. ટ્રિબ્યૂનલે સાઇરસ મિસ્ત્રીએ હટાવવાનો નિર્ણય ખોટો ઠેરવ્યો. બીજી તરફ, ટ્રિબ્યૂનલે ટાટા સન્સને અપીલ માટે 4 સપ્તાહનો સમય પણ આપ્યો હતો. ટાટા સન્સે 24 ઑક્ટોબર, 2016ના રોજ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. મિસ્ત્રીએ નિર્ણયને નેશનલ કપની લૉ ટ્રિબ્યૂનલમાં પડકારો હતો, પરંતુ હારી ગયા. બાદમાં NCLTના ચુકાદાની વિરુદ્ધ અપીલેટ ટ્રિબ્યૂનલ પહોંચ્યા હતા.

    શું છે સમગ્ર વિવાદ?

    >> સાઇરસ મિસ્ત્રી, જેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા, તેમને ઑક્ટોબર 2016માં એક નાટકીય ઘટનાક્રમમાં તેમના પદથી હટાવી દીધા હતા.
    >> રતન ટાટા નિવૃત્ત થયા બાદ મિસ્ત્રીએ 2012માં ચેરમેનનું પદ સંભાળ્યું હતું. ત્યારબાદ ટીસીએસના મુખ્ય નિદેશક અને સીઈઓ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના નવા ચેરમેન બનાવવામાં આવ્યા.

    >> તેના બે મહિના બાદ મિસ્ત્રી તરફથી તેમના પરિવારની બે ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ- સાઇરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પેએ ટાટા સન્સના ચુકાદાને નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)ની મુંબઈ બેંચમાં પડકાર્યો હતો.
    >> આ કંપનીઓની દલીલી હતી કે મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય કંપનીઝ એક્ટના નિયમો મુજબ નહોતું, પરંતુ જુલાઈ 2018માં એનસીએલટીએ દાવો ફગાવી દીધો હતો. ત્યારબાદ મિસ્ત્રીએ જાતે એનસીએલટીના ચુકાદાની વિરુદ્ધ અપીલ કરી હતી.

    આ પણ વાંચો, નવા વર્ષમાં કઈ બેંક FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે, એક ક્લિક કરીને જાણો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Ratan Tata, Supreme Court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन