Home /News /business /Air India News: ટાટા સન્સના વડા એન ચંદ્રશેખરન એર ઈન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત
Air India News: ટાટા સન્સના વડા એન ચંદ્રશેખરન એર ઈન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત
ટાટા સન્સના વડા એન ચંદ્રશેખરનની એર ઈન્ડિયાના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને એર ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા જૂથે અગાઉ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તુર્કીના ઈલકાર આઈસીની જાહેરાત કરી હતી, પરંતુ ભારતમાં વિરોધ બાદ ઈલ્કાર આઈસીએ પદ સંભાળવાનો ઈન્કાર કર્યો હતો.
ટાટા સન્સ (Tata Sons’)ના વડા એન ચંદ્રશેખરન (N Chandrasekaran)ની એર ઈન્ડિયા (Air India)ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટાટા જૂથે જાહેરાત કરી છે કે નટરાજન ચંદ્રશેખરન એર ઈન્ડિયાના ચેરમેન હશે. સોમવારે બોર્ડ દ્વારા તેમની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી હતી.
ટાટા સન્સના બોર્ડે સત્તાવાર રીતે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને એર ઈન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ટાટા સન્સના બોર્ડે સોમવારે ચંદ્રશેખરનની સ્થાનિક એરલાઇનના આગામી અધ્યક્ષ તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી. જો કે એર ઈન્ડિયાના સીઈઓની શોધ ચાલુ છે. આ ઉપરાંત જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીએમડી એલિસ ગેવર્ગીસ વૈદ્યન અને હિન્દુસ્તાન યુનિલિવરના ચેરમેન સંજીવ મહેતાને પણ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં ટાટા સન્સ લિમિટેડે એન ચંદ્રશેકરનને આગામી પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કર્યા છે.
એક નિવેદનમાં જણાવાયું છે કે, ટાટા સન્સના બોર્ડે 11 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાયેલી તેની બેઠકમાં છેલ્લા પાંચ વર્ષની સમીક્ષા કરી અને તેના કાર્યકારી અધ્યક્ષ એન ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવી હતી. રતન એન ટાટા જેઓ મીટિંગમાં ખાસ આમંત્રિત હતા, તેમણે પણ ચંદ્રશેખરન હેઠળ ટાટા જૂથની પ્રગતિ અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને એર ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા જૂથે અગાઉ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તુર્કીના ઈલકાર આઈસીની જાહેરાત કરી હતી, પરંતુ ભારતમાં વિરોધ બાદ ઈલ્કાર આઈસીએ પદ સંભાળવાનો ઈન્કાર કર્યો હતો. ચંદ્રશેખરન ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં જોડાયા હતા અને જાન્યુઆરી 2017માં ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર