Home /News /business /

Hot Stocks Today: નિફ્ટી સાઇડવેઝ મોડમાં, 2-3 અઠવાડિયામાં આ સ્ટૉક્સમાં થઈ શકે છે 23% સુધીની કમાણી

Hot Stocks Today: નિફ્ટી સાઇડવેઝ મોડમાં, 2-3 અઠવાડિયામાં આ સ્ટૉક્સમાં થઈ શકે છે 23% સુધીની કમાણી

ભારતીય શેર બજાર

Stocks to Buy: ટ્રેન્ટ શેરમાં 1,210 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 1,503 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 આઠવાડિયામાં આ શેરમાં 18 ટકા સુધી ઉછાળો શક્ય છે.

    મુંબઇ. Vidnyan Sawant, GEPL Capital: ગત બે અઠવાડિયામાં નિફ્ટીમાં 15,671ના નીચલા સ્તરથી આશરે 1700 પોઇન્ટની તેજી જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસમાં નિફ્ટી 17,000 ઉપર બની રહ્યો છે. જે નિફ્ટીમાં શોર્ટથી મીડિયમ ટર્મમાં નકારાત્મક (Negative)થી સકારાત્મક (Positive) તરફ ટ્રેન્ડ રિવર્સ થઈ રહ્યાનો સંકેત છે. છેલ્લા થોડા દિવસોમાં નિફ્ટી (Nifty-50) પોતાની 200-Day SMA (17,029) ઉપર ટક્યો છે. જે તેમાં મજબૂતીનો સંકેત આપે છે. નિફ્ટી ડેલી ચાર્ટ (Daily chart) પર છેલ્લા પાંચ દિવસમાં 17,000-17,490ની રેન્જમાં ચક્કર લગાવી રહ્યો છે. જે શોર્ટ ટર્મ (Short term)માં આવનારા રિબાઉન્ડ તરફ ઇશારો કરે છે.

    બીજા ટેક્નિકલ ઇન્ડીકેટર્સ પર નજર કરીએ તો ડેલી ચાર્ટ પર RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) 55 આસપાસ છે, જે ન્યૂટ્રલ મોમેન્ટમનો સંકેત છે. નિફ્ટી માટે 17,490 અને 17,795 પર ઇમિડિએટ રેજિસ્ટન્સ છે. નીચેની બાજુએ તેના માટે 17,000 પર પ્રથમ અને ત્યાર બાદ 16,830 અને 16,555 પર આગામી સપોર્ટ છે.

    નિફ્ટી માટે ટાર્ગેટ


    નિફ્ટી આ સમયે સાઇડવેઝ મોડ પર નજરે પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં નિફ્ટી 17000-17490ની રેન્જમાં ટ્રેડ કરતો નજરે પડી શકે છે. 17,000 ના સ્તરથી ઉપર તેને મજબૂત સપોર્ટ છે. જો નીચેની બાજુએ 17,000નું સ્તર તૂટે છે તો તેમાં 16,830 અને 16,555 નું સ્તર જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: આજે (25 માર્ચ) મોટી કમાણી માટે આ 20 શેર પર રાખો નજર

    આજના શોર્ટ ટર્મ પિક્સ, જેમાં બે-ત્રણ અઠવાડિયામાં થઈ શકે છે ડબલ ડિજિટમાં કમાણી


    Cummins India: Buy | LTP: Rs 1,094 | આ શેરમાં 1,015 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 1,326 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 આઠવાડિયામાં આ શેરમાં 21 ટકા સુધી ઉછાળો શક્ય છે.

    આ પણ વાંચો: સોનું રેકોર્ડ કિંમતથી 4,152 રૂપિયા સસ્તું, ફટાફટ જાણો આજનો ભાવ

    Trent: Buy | LTP: Rs 1,277 | ટ્રેન્ટ શેરમાં 1,210 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 1,503 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 આઠવાડિયામાં આ શેરમાં 18 ટકા સુધી ઉછાળો શક્ય છે.

    Tata Power: Buy | LTP: Rs 239.50 | ટ્રેન્ટ શેરમાં 200 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 295 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 આઠવાડિયામાં આ શેરમાં 23 ટકા સુધી ઉછાળો શક્ય છે.

    (ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips, Tata group

    આગામી સમાચાર