Home /News /business /

ટાટા પાવરના શેરમાં આવી 3 ટકાની તેજી, મોર્ગન સ્ટેનલીએ શેરના ટાર્ગેટમાં કર્યો વધારો

ટાટા પાવરના શેરમાં આવી 3 ટકાની તેજી, મોર્ગન સ્ટેનલીએ શેરના ટાર્ગેટમાં કર્યો વધારો

ટાટા પાવર

Tata Power stock: આજે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ આ શેર 230.40 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. એટલે કે શેરમાં 15 ફેબ્રુઆરીના સરખામણીમાં વધારો કે ઘટાડો નોંધાયો ન હતો.

    મુંબઇ. આજે ઇન્ટ્રા ડે દરમિયાન ટાટા પાવરના શેર (Tata Power stock)માં આશરે ત્રણ ટકાની તેજી જોવા મળી હતી. શેર 236.7 રૂપિયા આસપાસ નજરે પડ્યો હતો. વિદેશી રિસર્ચ પેઢી મોર્ગન સ્ટેનલી (Morgan stanley)એ તરફથી શેરનો ટાર્ગેટ વધારવામાં આવ્યા બાદ શેરની કિંમતમાં તેજી જોવા મળી છે. સીએનબીસી ટીવી 18ના એક રિપોર્ટ પ્રમાણે મોર્ગન સ્ટેનલીએ ટાટા પાવર પર equal-weight રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ કિંમત વધારીને 228 રૂપિયા કરી છે.

    મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે કંપનીના ગ્રીન બિઝનેસ (Green Business) માટે આપવામાં આવેલું વેલ્યુએશન અને મુંદ્રા રિઝોલ્યૂશનની શરતો આ સ્ટૉક માટે મુખ્ય ટ્રિગરનું કામ કરશે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-24 માટે કંપનીની કમાણીમાં 2 ટકાનો ફેરફાર કરતા -6 ટકા અને 10 ટકા કરવામાં આવ્યો છે.

    ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ

    ઉલ્લેખનીય છે કે ટાટા પાવરે 9 ફેબ્રુઆરીના રોજ ત્રીજા ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું હતું. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીનો નફો 71.6 ટકા વધીને 425.8 કરોડ રૂપિયા નોંધાયો હતો. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીએ 248 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. વીજળીનું ઉત્પાન કરતી આ કંપનીએ આ સમયગાળા દરમિયાન 43.6 ટકાના વધારા સાથે 10,913.1 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.

    ડિસેમ્બર ત્રિાસિક દરમિયાન કંપનીની વીજળી ખરીદીની કિંમત 1802.3 કરોડ રૂપિયાથી વધીને 3631.7 કરોડ રૂપિયા થઈ હતી. આ જ રીતે ટ્રાન્સમિશન ચાર્જ બેગણાથી વધારે વધીને 250 કરોડ રૂપિયા થયો હતો. કંપનીની ટૉપલાઈનમાં વિકાસનું મુખ્ય કારણ તેનો ટ્રાન્સમિશન બિઝનેસ રહ્યો છે. જેમાં વાર્ષિક આધારે 83.5 ટકાનો વધારો નોંધાયો છે, જે વધીને 7125.7 કરોડ રૂપિયા રહ્યો છે.

    આ પણ વાંચો: ઝુનઝુનવાલાએ બે શેરમાં ફક્ત 10 મિનિટમાં કરી 186 કરોડની કમાણી!

    રિન્યૂએબલ એનર્જી સેગમેન્ટનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. ત્રિમાસિક દરમિયાન તેનું વેચાણ 47 ટકા વધીને 1,823 કરોડ રૂપિયા થયું છે. જોકે, કંપનીનો જનરેશન બિઝનેસ સુસ્ત રહ્યો હતો. કારણ કે તેનું વેચાણ વાર્ષિક આધારે 3,407 કરોડ રૂપિયાથી ઘટીને 3,128 કરોડ રૂપિયા રહ્યું છે.

    શેરની કિંમત

    19 ઓક્ટોબર 2021ના રોજ આ સ્ટોકે 52 અઠવાડિયાની સૌથી ઊપરની સપાટી એટલે કે 269.70 રૂપિયાના સ્તર પર હતો. 15 ફેબ્રુઆરી 2021ના રોજ શેર 52 મહિનાની સૌથી નીચલી સપાટી એટલે કે 86.35 રૂપિયાના સ્તર પર હતો. હાલ આ શેર 52 અઠવાડિયાની હાઈથી 13 ટકાથી વધારે નીચે નજરે પડી રહ્યો છે. જ્યારે 52 અઠવાડિયાના લૉથી આ શેર 170.82 ટકા ઉપર નજરે પડી રહ્યો છે.

    આ પણ વાંચો: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી

    આજે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ આ શેર 230.40 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. એટલે કે શેરમાં 15 ફેબ્રુઆરીના સરખામણીમાં વધારો કે ઘટાડો નોંધાયો ન હતો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ બ્રોકરની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Tata group

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन