Home /News /business /નુક્સાનીમાંથી નફામાં આવેલી TATA મોટર્સ હવે કંઈક નવું કરવાની તૈયારીમાં, શું છે આખો પ્લાન?

નુક્સાનીમાંથી નફામાં આવેલી TATA મોટર્સ હવે કંઈક નવું કરવાની તૈયારીમાં, શું છે આખો પ્લાન?

ટાટા ગૃપના રોકાણકારો (Tata Group Investors) માટે ખૂશખબર સામે આવી છે. રોકાણકરોની લાંબી રાહનો અંત આવ્યો છે. લગભગ 18 વર્ષ પછી ટાટા ગૃપ પોતાની કંપનીનો ઇશ્યૂ (Tata Group IPO) લાવવા જઇ રહી છે. ગત મહીને ટાટા ટેક્નોલોજીસે પોતાનો આઇપીઓ લાવવા માટે સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ પેપર જમા કર્યા હતા. આ ટાટા મોટર્સની સબ્સિડરી કંપની છે.

TATA Motors: ટાટા મોટર્સ પોતાના ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે 1 બિલિયન ડોલર ભેગા કરવાની યોજના કરી રહ્યું છે.

TATA Motors: ટાટા મોટર્સ દેશમાં પોતાના ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે 1 બિલિયન ડોલર ભેગા કરવાની યોજના બનાવી રહી છે. એના માટે કંપની લગભગ 10.5 બિલિયન ડોલરની ભાગીદારી રકમ વેચવાની તૈયારી કરી રહી છે. ટાટા મોટર્સે આ બાબતે સોવરેન વેલ્થ ફંડ અને ઇકવીટી રોકાણકારો સાથે વાતચીત શરુ કરી દીધી છે.

કંપનીનો પ્લાન


ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ સોવરેન વેલ્થ ફંડ અને રોકાણકારોમાં સંયુક્ત આરબ અમીરાત સ્થિત EDIA, મુબાડાલા રોકાણ કંપની, સાઉદી અરબ મુખ્યાલય સાર્વજનિક રોકાણ ભંડોળ, સિંગાપુરની ટેમાસેક હોલ્ડિંગ્સ, કેકેઆર અને જનરલ એટલાન્ટિક જોડાયેલ છે.

આ પણ વાંચો:Money Investment: રોકાણકારોને આ સ્કીમમાં એટલું વળતર મળ્યું કે ન પુછો વાત, 1 લાખના થયા...હે!!!

2021માં ટાટા મોટર્સે TPG અને અબુધાબી સ્ટેટ હોલ્ડિંગ કંપની પાસેથી પોતાના EV યુનિટ માટે 1 બિલિયન ડોલર મેળવ્યા હતા. કંપનીએ આ રકમ 9 બિલિયન ડોલરના વેલ્યુએશન પર મેળવી હતી. ટાટા મોટર્સ આવનારા 5 વર્ષમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનના વ્યવસાયમાં 2 બિલિયન ડોલરથી વધુની રકમના રોકાણ માટે પ્લાનિંગ કરી રહી છે.


શું રહ્યાં ત્રિમાસિક પરિણામો


ડિસેમ્બર ત્રિમાસિક પરિણામમાં ટાટા મોટર્સે 3,043 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. 21 મહિના બાદ કંપનીને પહેલીવાર પ્રોફિટ થયો છે. કંપનીની કુલ આવક વધીને 88,489 કરોડ કરોડ રૂપિયા થઇ ગઈ. પાછળના નાણાકીય વર્ષમાં સરખા સમયગાળામાં આ આવક 72,229 કરોડ થઇ હતી. આ સિવાય ગુરુવારે ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ દરમ્યાન કંપનીનો શેર 0.63% વધતા 434 રૂપિયા પર પહોંચી ગયો.
First published:

Tags: Business news, Tata motors, Tata Motors Latest News