Tata Motors to acquire Ford Plant in Gujarat: ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ (TPEML) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે કરાર થયા છે. TPEMLએ સોમવારે જાહેરાત કરી છે કે ગુજરાતના સાણંદ (Sanand)માં આવેલા ફોર્ડ ઇન્ડિયા (Ford India) પ્લાન્ટને ટેક ઓવર કરવા માટે તેણે ગુજરાત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ સમજૂતી કરાર સંપન્ન થયા હતા.
ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના સંદર્ભે તથા TPEML વચ્ચે થયેલી સમજૂતી હેઠળ આ ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે.
ભારતમાં ફોર્ડે સપ્ટેમ્બરમાં ગયા વર્ષે જ મેન્યુફેક્ચરિંગ બંધ કર્યું હતું જેથી ઘણાં લોકોના મનમાં આ વિશાળ પ્લાન્ટને કોણ ટેક ઓવર કરશે તે પ્રશ્ન ઉદભવ્યો હતો. એમઓયુના ભાગ રૂપે હવે ટાટા મોટર્સ જમીન, બિલ્ડિંગ, મશીનરી, ઇક્વીપમેન્ટને હસ્તગત કરશે. એટલું જ નહીં, ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશે.
ટાટા મોટર્સ નવી મશીનરી અને સાધનોમાં રોકાણ કરીને તેની આઉટપુટ ક્ષમતા વધારવા માટે અડ્વાન્સ્ડ ફેસિલીટીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. સ્ટેટમેન્ટ મુજબ, ‘સૂચિત રોકાણો સાથે તે વાર્ષિક 300,000 યુનિટ્સની ક્ષમતા સ્થાપિત કરશે, જે 400,000 યુનિટ્સથી વધુ પહોંચી શકે છે. આમાં થોડા મહિનાનો સમય લાગી શકે છે. આ એકમના સંભવિત સંપાદન માટેના આ એમઓયુ, સ્ટેકહોલ્ડર્સ અને ટાટા મોટર્સ બંને માટે લાભદાયી છે. તેનાથી PV/EV મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવામાં મદદ મળશે.’
ટાટા મોટર્સની સાણંદમાં પહેલેથી જ તેની પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે અને હવે તે તેની આઉટપુટ ક્ષમતાને વેગ આપવા માટે ફોર્ડ ફેસિલિટી જોઈ રહી છે.
ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને આ હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે
સૌથી મહત્વનું એ છે કે આ સૂચિત હસ્તાંતરણથી મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાવાનો પ્રશ્ન પણ દૂર થશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર