Home /News /business /

2020માં બંધ થઈ જશે રતન ટાટાની ડ્રીમ Nano કાર

2020માં બંધ થઈ જશે રતન ટાટાની ડ્રીમ Nano કાર

રતન ટાટા (ફાઇલ ફોટો)

કંપનીના એક અધિકારીએ ગુરુવારે આ વાતનો સંકેત આપ્યો કે એપ્રિલ 2020માં સૌથી નાની કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં આવશે.

    ન્યૂઝ18 ગુજરાતી : ટાટાની નેનો કાર આવતા વર્ષે એપ્રિલમાં બંધ થઈ શકે છે. રતન ટાટાની આ ડ્રીમ કારને ભારત સ્ટેજ-6 (BS-VI) પર્યાવરણ નિયમોને આધિન બનાવવાની ટાટા મોટર્સની કોઈ યોજના નથી. કંપનીના એક અધિકારીએ ગુરુવારે આ વાતનો સંકેત આપ્યો કે એપ્રિલ 2020માં સૌથી નાની કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં આવશે.

    નેનોનું ઉત્પાદન સાણંદ ખાતે કરવામાં આવે છે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ શાખાના અધ્યક્ષ મયંક પારેખે મીડિયાને કહ્યું કે, જાન્યુઆરીમાં નવા સુરક્ષા માપદંડો આવ્યા છે, એપ્રિલમાં વધારે માપદંડ આવશે. ઓક્ટોબરમાં પણ નવા સુરક્ષા માપદંડ આવશે, તેમજ એપ્રિલ 2020 સુધી BS-VI લાગૂ થશે. આથી અમારા તમામ ઉત્પાદનો BS-VIના ધારા-ધોરણોને પૂરા નહીં કરી શકે. અમે અમારા તમામ ઉત્પાદનોને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરી શકીએ. જેમાં નેનો કારનો પણ સમાવેશ થાય છે.

    તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે નેનો કારનો પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી આપી હતી.


    નેનો કાર રતન ટાટાના ભેજાની પેદાશ હતી. તેમણે ટુ વ્હિલર પર મુસાફરી કરી રહેલા સામાન્ય પરિવારોને નાની અને સુરક્ષિત કાર આપવાનું સપનું જોયું હતું. જોકે, રતન ટાટાની આ કારને બહુ લોકપ્રિયતા મળી ન હતી. નેનો કારને વર્ષ 2009માં રૂ. એક લાખની કિંમત સાથે બજારમાં ઉતારવામાં આવી હતી. જોકે, ટાટા તરફથી શરૂઆતના બુકિંગમાં જ એક લાખની કિંમત લેવામાં આવી હતી, બાદમાં કારની કિંમત વધારી દેવામાં આવી હતી.

    તસવીરોમાં જુઓ મારુતિની નવી Wagon R, આકર્ષક છે તેની સ્ટાઇલ



    નેનો ઉપરાંત અન્ય મોડલ પણ બંધ થશે

    પારેખે એવો પણ સંકેત આપ્યો હતો કે ટાટા મોટર્સના અન્ય વર્તમાન ઉત્પાદનો પણ BS-VIના માપદંડોને કારણે બંધ કરવામાં આવશે. જોકે, તેમણે બંધ થનારા વાહનોનો નામ જાહેર કર્યા ન હતા. ત્રણ વર્ષ પહેલા ટાટા મોટર્સની પેસેન્જર કારના બજારમાં ભાગીદારી 2.8 ટકા હતી.

    કંપની વર્ષ 2021-22 સુધી નવા વાહનો બજારમાં ઉતારીને આ હિસ્સાને વધારવા માંગે છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં કાર વેચાણના સંદર્ભમાં તહેવારોની છેલ્લી સિઝન સારી રહી ન હતી, કારણ કે બજારમાં નાણાનું સંકટ રહ્યું હતું, જેના કારણે લોન મેળવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. ઇલેક્ટ્રોનિક વાહન અંગે તેમણે કહ્યું કે, અમારી પાસે ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની ટેક્નોલોજી છે પરંતુ દેશમાં ચાર્જિગ માટે પૂરતું માળખું તૈયાર નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ratan Tata, Sanand, કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन