સાણંદના ફોર્ડ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને પણ ટાટા મોટર્સમાં ટ્રાન્સફર કરાશે.
Tata Motors Ford Sanad Plant Deal: ટાટા મોટર્સે કહ્યં કે તેની સબ્સિડરી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબેલિટી(TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાત સ્થિત પ્લાન્ટ ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર ડીલ ફાઈનલ થઈ છે. ટાટા મોટર્સે સાણંદ સ્થિતિ ફોર્ડનો પ્લાન્ટ 725.7 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ ડીલમાં તમામ એલિજિબિલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ફોર્ડના પ્લાન્ટમાં કાર્યરત કર્મચારીઓને બેરોજગાર થવાનો ભય ઘટશે.
અમદાવાદઃ ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને રુ.725.7 કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે તેની સબ્સિડરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત આ પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે.
ડીલમાં કઈ એસેટ્સ સામેલ છે?
આ ડીલ અંતર્ગત ભારતીય ઓટો કંપની ટાટા મોટર્સ ફોર્ડ ઇન્ડિયાના એસેટ્સનું અધિગ્રહણ કરશે, જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે.
આ ડીલ મુજબ ફોર્ડ પોતાના પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાંટનું સંચાલન ચાલુ જ રાખશે. તેના માટે તે TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ડનું બિલ્ડિંગ્સ અને જમીન ફરી લીઝ પર લેશે. ટાટા મોટર્સની સબ્સિડરી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઇન્ડિયાના તમામ એલિજિબલ કર્મચારીઓને રોજગાર આપવા માટે પણ સહમત થઈ છે.
જૂની ડીલ આ પ્રકારે હતી
ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જોડાયેલ તમામ જરુરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ 30 મે 2022ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક 3 લાખ યૂનિટ છે. જેને વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મ્સને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફારરુપ જરુરી રોકાણ પણ કરશે. આ પ્લાન્ટમાં 3,043 લોકો પ્રત્યક્ષ અને લગભગ 20000 લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવે છે.
ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ 350 એકરમાં ફેલાયેલો છે. જ્યારે એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી. જે બાદ આ પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી પણ મળી હતી. મહત્વનું છે કે ફોર્ડ કંપનીએ ગત વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી.