Union
Budget 2023

Highlights

Home /News /business /TATAની જ બંને કંપનીઓમાં ખુશી અને ગમ જેવો માહોલ, બ્રોકરેજ હાઉસે આપી આ સલાહ

TATAની જ બંને કંપનીઓમાં ખુશી અને ગમ જેવો માહોલ, બ્રોકરેજ હાઉસે આપી આ સલાહ

ટાટા મોટર્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ

ટાટા મોટર્સે તેના ત્રિમાસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેના વૈશ્વિક વેચાણમાં વધારો થયો છે અને આ સમાચાર આવ્યા બાદ શેર ઝડપથી અપ થવા લાગ્યા છે. TCSના ત્રિમાસિક પરિણામો પછી ઘણા બ્રોકરેજ હાઉસે સ્ટોકના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો હતો, તેથી સ્ટોક તૂટ્યો હતો.

વધુ જુઓ ...
    મંગળવાર ટાટા ગ્રૂપની બે કંપનીઓ રોકાણકારો માટે મોટી રાહત અને નિરાશા લઈને આવ્યો છે. કારણ કે આજે ટાટા મોટર્સના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં ઘટાડો થયો હતો. ટાટા મોટર્સે તેના ત્રિમાસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેના વૈશ્વિક વેચાણમાં વધારો થયો છે અને આ સમાચાર આવ્યા બાદ શેર ઝડપથી અપ થઇ રહ્યા છે. તેમજ TCS દ્વારા ગઈકાલે રજૂ કરાયેલા ત્રિમાસિક પરિણામો પછી, તેના શેર્સ ખરાબ રીતે તૂટી પડ્યા હતા.

    આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ટાટા મોટર્સના શેરમાં તેજી જોવા મળી હતી. આ શેર રૂ.400ના ભાવે ખૂલ્યો હતો અને થોડા જ સમયમાં રૂ.415.90ની ઇન્ટ્રાડે પર પહોંચ્યો હતો. ટીસીએસે પરિણામો પહેલા ગઈકાલે મજબૂતી બતાવી હતી પરંતુ મંગળવારે તે પણ તૂટી પડ્યો. ગઈકાલના રૂ.3319ના બંધ સામે આજે શેર રૂ.3285 પર ખૂલ્યો હતો અને રૂ.3230ની નીચી સપાટીએ તૂટ્યો હતો.

    આ પણ વાંચો:ફેસબુક મેટા ઇન્ડિયાના નવા ગ્લોબલ બિઝનેસ હેડ વિકાસ પુરોહિત કોણ છે? તેમના નામની આટલી ચર્ચા કેમ છે?

    ટાટા મોટર્સના શેર


    ટાટા મોટર્સે કહ્યું કે તેના વૈશ્વિક વેચાણમાં વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જગુઆર લેન્ડ રોવર સહિત તેનું વૈશ્વિક વેચાણ 3,22,556 રહ્યું છે. જે વાર્ષિક ધોરણે 13 ટકા વધારે છે. કંપનીએ જણાવ્યું હતું કે વાહનોનું વૈશ્વિક જથ્થાબંધ વેચાણ 2,24,600 યુનિટ પર પહોંચી ગયું છે. જે વાર્ષિક ધોરણે 23 ટકા વધારે છે.

    CNBC-TV18 ના એક અહેવાલ મુજબ, ટાટા મોટર્સના એક ઉત્તમ અહેવાલ પછી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ હાઉસ CLSA એ શેર પર બાય રેટિંગ આપ્યું છે અને લક્ષ્ય ભાવ વધારીને રૂ. 512 પ્રતિ શેર કર્યો છે. જે વર્તમાન બજાર કિંમત કરતાં 23 ટકા વધારે છે.

    આ પણ વાંચો:Bank FD: બેંકો આપી રહી છે 'નવા વર્ષની ભેટ', હવે FD પર મળશે 8 થી 9% વ્યાજ, જુઓ બેંકોની યાદી

    TCSમાં વધુ ઘટાડાનો ડર


    સોમવારે, ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રારંભિક વેપારમાં લગભગ 3 ટકા ઘટીને રૂ.3,235.55 પર આવી ગઈ હતી. FY2023 ના ત્રીજા ક્વાર્ટરમાં TCS નો કોન્સોલિડેટેડ નફો 10.98 ટકા વધીને રૂ.10,846 કરોડ થયો છે. તેમજ કોન્સોલિડેટેડ આવક 19.11 ટકા વધીને રૂ. 58,229 કરોડ થઈ છે.



    મનીકંટ્રોલના અહેવાલ અનુસાર, આ ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપનીઓએ TCSના શેર પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે. સિટીએ રૂ. 2,990ના લક્ષ્ય ભાવ સાથે સ્ટોક પર વેચાણનું રેટિંગ જાળવી રાખ્યું છે. જેપી મોર્ગને શેર દીઠ રૂ. 3,000ના લક્ષ્ય ભાવ સાથે શેર પર 'અન્ડરવેઇટ' રેટિંગ છે. બ્રોકરેજ હાઉસ નોમુરાએ રૂ.2,850ના ટાર્ગેટ સાથે પરિણામો પછી TCS સ્ટોક પર 'રિડ્યુસ' રેટિંગ આપ્યું છે. આ સિવાય મોર્ગન સ્ટેનલીએ શેર દીઠ રૂ. 3,350ના લક્ષ્ય સાથે રેટિંગ આપ્યું છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Share market, Tata Motor, TCS

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन