Tata Groupના આ શેરે એક મહિનામાં 40 ટકા રિટર્ન આપ્યુ, બ્રોકરેજ હાઉસને વધુ તેજીની આશા

તાતા મોટર્સના શેરોમાં જબરદસ્ત તેજી

સોમવારે ટ્રેડિંગ સેશનમાં ટાટા મોટર્સ (Tata Motors share Price) ના શેરમાં તેજી યથાવત છે અને આ ઑટો સ્ટૉક બીએસઈ (BSE) પર 9%ના વધારા સાથે 417 રૂપિયે ટ્રેડિંગ કરી રહ્યો હતો. ટાટા મોટર્સ (Tata Motors)ના શેરમાં 39%નો ઉછાળો નોંધાયો છે.

  • Share this:
    મુંબઈ :   ટાટા મોટર્સના શેરમાં વર્તમાન દિવસમાં તેજીના અણસાર જોવા મળી રહ્યા છે. (Tata Motors share Price) ટાટા મોટર્સ શેરમાં તેજી શરૂ છે અને આ ઑટો સ્ટૉક બીસએઈ (Tata Motors Stock on BSE) પર 9 ટકાના વધારે 417 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેપાર કરી રહ્યો છે. ટાટા મોટર્સના શેરોએ ઉએક મહિનામાં 39 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. . જ્યારે પાછલા પાંચ સેશનમાં આ સ્ટૉક લગભગ 21% ચઢ્યો છે.

    ટાટા મોટર્સના શેરના ભાવમાં આ વર્ષે 120 ટકા સુધી વધી ચુક્યા છે જ્યારે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી (ICICI Securities)ને આ શેરમાં હજુ તેજીની આશા છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીએ આ સ્ટૉકમાં ખરીદીની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વ્હિકલ (electric Vehicle)ની માંગ વધી રહી છે. નેક્સૉન ઈવી (Nexon EV)ની આગેવાનીમાં સપ્ટેમ્બર 2021માં સતત બીજા મહિને આની ડૉમેસ્ટિક ઈવી વેચાણની સંખ્યામાં 1,000થી વધુ ગાડીનો વધારો થયો છે.

    450 રૂપિયાનો લક્ષ્ય

    પ્રોકરેજ ફર્મે પોતાના અનુમાન મુજબ જણાવ્યું છે કે હવે ટાટા મોટર્સના શેરમાં 450 રૂપિયાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે હાલમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાટા મોટર્સ ઇન્ડિયા દ્વારા સતત સારા દેખાવના કારણે અમે લક્ષ્યને વધુ રિવાઇઝ કરી રહ્યા છીએ. અમને આશા છે કે ઑટો સેક્ટરની આ દિગ્ગજ કંપની દ્વારા નાણાકીય વર્ષ FY21-23Eમાં 20.9% સીએજીઆર નોંધાશે અને તેના વોલ્યૂમમાં 17% CAGR દેખાશે.

    આ પણ વાંચો : Rakesh Jhunjhunwalaના મનગમતા 86 રૂપિયાના ભાવના આ શેરમાં છે કમાણીની તક, ફટાફટ જાણો વિગતો

    કોરોનાકાળ પછી પાંચ ગણી તેજી

    ટાટા મોટર્સ ટાટા ગ્રુપની એક ઑટો મેન્યુફેક્ચરિંગ કંપની છે. જે ડૉમેસ્ટિક પીવી સીવી સાથે વૈશ્વિક બજાર માટે (Jaguar Land Rover)વગેરે બનાવવાનું કામ કરે છે. કોરોનાકાળના મુકાબલે જોઈએ તો આ સ્ટૉકમાં નવો રેકોર્ડબ્રેક રિટર્ન આપ્યો છે. કોરોનાકાળમાં આ સ્ટૉક લગભગ 70થી80 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. હવે આ શેર 400 રૂપિયા પાર કરી ગયો છે. એટલે કે આ શેરમાં પાંચ ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે, બજારના તમામ નિષ્ણાતોને આ શેરમાં હજુ પણ તેજીનું અનુમાન છે.

    નિફ્ટી-સેન્સેક્સમાં તેજી જારી

    ભારતીય શેરબાજરમાં બૂલ રન યથાવત છે. આજે પણ નિફ્ટી અને સેન્સેક્સમાં તેજી યથાવત રહી છે. ભારતીય શેર બજાર ઐતિહાસિક તેજીનો અનુભવ કરી રહ્યુ છે. કોરોનાકાળ બાદ દેશમાં ભલે લોકોની રોજગારીઓ જતી રહી પરંતુ હવે અર્થતંત્ર સહિત બજારમાં રિકવરીના સંકેત જોવા મળી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published: