Home /News /business /

Tata Motors પહેલી જાન્યુઆરીથી વાહનોની કિંમતમાં કરશે વધારો; કંપનીના શેરમાં જોવા મળી 2% તેજી

Tata Motors પહેલી જાન્યુઆરીથી વાહનોની કિંમતમાં કરશે વધારો; કંપનીના શેરમાં જોવા મળી 2% તેજી

ટાટા મોટર્સ શેર (પ્રતીકાત્મક તસવીર)

Tata motors: ટાટા મોટર્સ શેર 17મી નવેમ્બરના રોજ 52 અઠવાડિયાની સર્વોચ્ચે સપાટી 536.50 રૂપિયાના સ્તર પર હતો, જ્યારે 22 ડિસેમ્બરના રોજ 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 156.55 રૂપિયા પર હતો.

    મુંબઈ: ટાટા મોટર્સ (Tata Motors) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પહેલી જાન્યુઆરી 2021થી કંપનીના કૉમર્શિયલ વાહનો (Tata Motors to hike CV price) ની કિંમતમાં વધારો કરવામાં આવશે. ટાટાની જાહેરાત બાદ આજે એટલે કે સાતમી ડિસેમ્બરના રોજ કંપનીના શેર (Tata Motors share)ની કિંમતમાં વધારો થયો છે. શરૂઆતના ટ્રેડિંગમાં ટાટા મોટર્સના શેરમાં 2%નો વધારો જોવા મળ્યો હતો. આજે સવારે 9:18 વાગ્યે ટાટા મોટર્સનો શેર BSE પર 8.10 રૂપિયા એટલે કે 1.73% વધીને 475.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    ટાટા મોટર્સ શેર

    ટાટા મોટર્સ શેર 17મી નવેમ્બરના રોજ 52 અઠવાડિયાની સર્વોચ્ચે સપાટી 536.50 રૂપિયાના સ્તર પર હતો, જ્યારે 22 ડિસેમ્બરના રોજ 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 156.55 રૂપિયા પર હતો. આ શેર હાલ 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીથી 11.39 ટકા નીચે અને 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટીથી 203.67% ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

    કિંમત વધારાની જાહેરાત

    દેશની દિગ્ગજ ઓટો મેકર ટાટા મોટર્સે કહ્યુ છે કે તે પહેલી જાન્યુઆરીથી તમામ સેગમેન્ટમાં કૉમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરેશે. કંપનીએ કહ્યુ છે કે સ્ટીલ, એલ્યૂમીનિયમ સહિત અન્ય ધાતુઓની કિંમત વધવાની સાથે સાથે કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. આથી કંપની તમામ સેગમેન્ટમાં કૉમર્શિયલ વાહનોની કિંમતમાં 2.5 ટકાનો વધારો કરશે. કંપનીનું કહેવું છે કે ખર્ચમાં થયેલા વધારાને બેલેન્સ કરવા માટે વાહનોની કિંમતમાં વધારો કરવો જરૂરી બન્યો છે.

    આ પણ વાંચો: કાર ખરીદવા માંગતા લોકોને ઝટકો! નવા વર્ષથી Maruti Suzuki તેના તમામ મૉડલની કિંમતમાં કરશે વધારો

    હોન્ડા અને રેનૉલ્ટ પણ ભાવ વધારી શકે

    ટાટા ઉપરાંત હોન્ડા અને રેનૉલ્ટ (Honda and Renault) પણ આગામી વર્ષે જાન્યુઆરીથી વાહનોની કિંમતમાં વધારો કરવા અંગે વિચારી રહી છે. બીજી તરફ ઑડી (Audi) તરફથી કહેવામાં આવ્યું છે કે ઇનપુટ અને ઑપરેશનલ કૉસ્ટ (operational cost)ને પગલે કંપની પહેલી જાન્યુઆરીથી ભાવમાં વધારો કરશે. આ વધારો તમામ મૉડલ પર ત્રણ ટકા સુધી હોઈ શકે છે.

    આ પણ વાંચો: Tata Altrozના સૌથી સસ્તા મૉડલની કિંમત કેટલી, જાણો તમામ વેરિઅન્ટની કિંમત, તમારા માટે કયું મૉડલ બેસ્ટ?

    વેચાણમાં વધારો

    નવેમ્બર મહિનામાં ટાટા મોટર્સના વાહનોના વેચાણમાં વધારો થયો છે. નવેમ્બરમાં ટાટા મોટર્સનું કુલ વેચાણ 25% વધીને 62,192 યૂનિટ રહ્યું હતું. આ દરમિયાન કંપનીનું ઘરેલૂ વેચાણ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને 58,073 યૂનિટ રહ્યું હતું. કંપનીના કૉમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 32,245 યૂનિટ રહ્યું છે. નવેમ્બરમાં સ્થાનિક સ્તરે કારનું વેચાણ 38 ટકા વધીને 29,778 યૂનિટ રહ્યું છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 324 ટકા વધીને 1,751 યૂનિટ રહ્યું છે. જ્યારે CV નિકાસ વાર્ષિક ધોરણે 124 ટકા વધીને 3,950 યૂનિટ રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, TATA, Tata motors, કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन