મારુતિ બાદ ટાટાએ પોતાની કારોની કિંમત વધારવાની જાહેરાત કરી, કિંમતમાં આટલો વધારો થશે

તે દાયકાઓથી સ્વાસ્થય, શિક્ષા, પર્યાવરણ રક્ષા, સામુદાયિક વિકાસ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. ટાટા સમૂહ દેશની આઝાદી પહેલાથી રાષ્ટ્ર સેવા વિષે વિચારીને તે પર કામ કરે છે. જમશેદજી ટાટાએ વર્ષ 1898માં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સની રચના કરી હતી. જેનો ઉદ્દેશ વિજ્ઞાનની આત્યાધુનિક શિક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો હતો.

ટાટા મોટર્સે (Tata Motors) પણ પોતાના તમામ વ્હીકલની (Passengers Vehicles) કિંમત વધારવાની જાહેરાત કરી છે.

 • Share this:
  નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ-સુઝુકી (Maruti Suzuki) પછી હવે ટાટા મોટર્સે (Tata Motors) પણ પોતાના તમામ વ્હીકલની (Passengers Vehicles) કિંમત વધારવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમામે, કંપની પોતાના કાર પોર્ટફોલિયોને (BS VI) અપગ્રેડ કરી રહી છે. આ કારણે કારના ઉત્પાદ ખર્ચમાં વધારો થયો છે. આ કારણ કંપનીએ કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે મારુતિ સુઝુકીએ પોતાના તમામ મૉડલની કિંમત જાન્યુઆરી 2020થી વધારવાની જાહેરાત કરી હતી. ટાટા મોર્ટસ ભારતમાં હેચબેક ટિયાગો (Tiago)થી એસયૂવી હેરિયર (SUV Harrier) સુધીની કારનું વેચાણ કરે છે. જેની એક્સ-શોરૂમ કિંમત 4.39 લાખ રૂપિયાથી 16.85 લાખ રૂપિયા છે.

  Hyundai, Hondaની કિંમત નહીં વધે : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા અને હોન્ડા કાર્સ ઇન્ડિયાએ જાન્યુઆરીથી પોતાની કારોની કિંમતમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.

  આ પણ વાંચો : 15 ડિસેમ્બરથી આ બેંકમાં કેશ લેવડ-દેવડના નિયમો બદલાશે, જાણો લો નહીં તો નુકસાન થશે

  કેટલી કિંમત વધશે : ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ (પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટ) મયંક પારીકે પીટીઆઈને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે BS-6 કાર હવે બજારમાં આવી રહી છે. આ માટે કંપની જાન્યુઆરીમાં કિંમતમાં વધારો કરશે. જોકે, તેમણે કિંમતમાં કેટલો વધારો થશે તેની જાણકારી આપી ન હતી.

  મયંક પારીકનું કહેવું છે કે અણે ગણતરી પર કામ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે કોઈ અન્ય પરિવર્તનો નથી થતાં તો કિંમતમાં 10 થી 15 હજારનો વધારો થઈ શકે છે.

  આ પણ વાંચો : સસ્તી કાર ખરીદવાની અંતિમ તક, જાન્યુઆરીથી Marutiની ગાડીઓ મોંઘી થશે

  નોંધનીય છે કે ભારતમાં બીએસ-6 એમિશન નૉર્મ્સ પ્રથમ એપ્રિલ 2020થી લાગૂ થશે. આ માટે હાલ ઓટોમોબાઇલ ક્ષેત્ર પર દબાણ છે. બીએસ-6નું લાગૂ થવા ઉપરાંત કોમોડિટીની કિંમતમાં વધારાનું દબાણ આ ક્ષેત્ર પર બની રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: