Tataની આકર્ષક ઓફર, Harrier અને Tigor ઉપર મળી રહ્યો છે 70,000 રૂપિયા સુધીનો ફાયદો

Tataની આકર્ષક ઓફર, Harrier અને Tigor ઉપર મળી રહ્યો છે 70,000 રૂપિયા સુધીનો ફાયદો
ટાટા મોટર્સ કંપની માર્ચ મહિનામાં ભારે કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે

ટાટા મોટર્સ કંપની માર્ચ મહિનામાં ભારે કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે

  • Share this:
    નવી દિલ્હી. કારના વેચાણને વધારવા માટે માર્ચ મહિના દરમિયાન ટાટા મોટર્સ (Tata Motors) દ્વારા ડિસ્કાઉન્ટ (Discount) આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ટાટાના હેરિયર (Tata Harrier) અને ટીગોર (Tata Tigor)ની ખરીદી ઉપર ગ્રાહકોને રૂ.70,000 સુધીના લાભ મળી રહ્યા છે.

    ટાટા હેરિયર વેચાણ વધારવા માટે આકર્ષક સ્કીમનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે. હેરિયરમાં 170એચપી પાવર અને 2.0 લિટરનું ટર્બો એન્જીન મળે છે. આ કારમાં 6 મેન્યુઅલ ગિયર છે, તેમજ ઓટોમેટિક ગિયરબૉક્સનો વિકલ્પ પણ મળે છે. માર્ચ મહિનામાં ટાટાના ડીલર હેરિયરના વિવિધ વેરીએન્ટ ઉપર રૂ.70,000 સુધીના લાભ આપી રહ્યા છે. ઉપરાંત કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે.



    હેરિયરને એમજી મોટર્સની હેકટરની હરીફ માનવામાં આવે છે. એમજી હેકટરમાં પેનોરેમિક સનરૂફ મળે છે. 8.8 ઇંચની ટચસ્ક્રીન અને 17 ઇંચના એલોય વ્હીલથી આ કાર ખૂબ આકર્ષક લાગી રહી છે.

    આ પણ વાંચો, Gold Price: સોનાની કિંમતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો! 22% થયું સસ્તું, શું હજુ ઘટશે ભાવ?

    સેડાન સેગમેન્ટમાં ટાટાની ટીગોર ખૂબ પ્રચલિત છે. જેમાં 86એચપી, 1.2 લીટર પેટ્રોલ એન્જીન મળે છે. મારુતિ ડિઝાયરની હરીફ ગણાતી આ કારમાં રૂ. 33000ના લાભ મળે છે. જેમાં એક્સચેન્જ બોનસ, કેશ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો પણ સમાવેશ થાય છે.

    હ્યુન્ડાઇ સેન્ટ્રો અને મારુતિ સુઝુકી વેગન આર સાથેની સ્પર્ધામાં ઉતરેલી ટિયાગોનું ધૂમ વેચાણ થયું છે. ટિયાગો અને ટીગોરમાં રૂ.28,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

    નેક્સન (Tata Nexon)માં 11એચપી, 1.5 લીટર ટર્બો ડીઝલ, 120એચપી અને 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન મળે છે. પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિયન્ટમાં મેન્યુઅલ અને એએમટી ગિયર બોક્સના વિકલ્પ મળે છે.

    આ પણ વાંચો, 16 માર્ચે ઓપન થઈ રહ્યો છે Kalyan Jewellersનો IPO, ચેક કરો પ્રાઇઝ બેન્ડ અને અન્ય ડિટેલ્સ

    નેક્સનમાં અનેક અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે. તેમાં સનરૂફ અને કનેક્ટેડ કાર ટેક જેવી ફેસિલિટી મળે છે. આ કારને હ્યુન્ડાઇ વેન્યુ અને મહિન્દ્રા XUV300ની હરીફ ગણવામાં આવે છે.

    આ મહિનામાં નેક્સનની ખરીદી પર ખરીદદારોને 20,000 રૂપિયાનો લાભ મળી રહ્યો છે. સંપૂર્ણ ઇલેક્ટ્રિક નેક્સન ઇવી પણ આ મહિને રૂ. 10,000 રૂપિયાના એક્સચેંજ બોનસ સાથે ઉપલબ્ધ છે.

    (Disclaimer: ડીલર દ્વારા ડિસ્કાઉન્ટ શહેર મુજબ અલગ અલગ હોઈ શકે છે. લોકલ ડીલરનો સંપર્ક કરવો હિતાવહ છે.)
    Published by:News18 Gujarati
    First published:March 11, 2021, 12:39 pm

    ટૉપ ન્યૂઝ