ટાટા મોટર્સ બંધ કરવા જઇ રહી છે તમારી આ ફેવરિટ કાર્સ, જાણો કારણ

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી બાદ હવે ટાટા મોટર્સ પણ ડીઝલ કાર બંધ કરવાની તૈયારીમાં છે

News18 Gujarati
Updated: May 5, 2019, 3:44 PM IST
ટાટા મોટર્સ બંધ કરવા જઇ રહી છે તમારી આ ફેવરિટ કાર્સ, જાણો કારણ
ટાટા મોટર્સ બંધ કરવા જઇ રહી છે તમારી આ ફેવરિટ કાર્સ
News18 Gujarati
Updated: May 5, 2019, 3:44 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી બાદ હવે ટાટા મોટર્સ પણ ડીઝલ કાર બંધ કરવાની તૈયારીમાં છે. કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઊંચા ખર્ચના લીધે નાની ગાડીઓ માટે નવા એમિશન નોર્મ્સ પ્રમાણે ડીઝલ એન્જિન ડેવલોપ કરવા લાભદાયી નહીં હોય. કેમ કે, તેનાથી ગાડીઓની કિમત વધશે અને તેની ડિમાન્ડ ઓછી રહેશે.

તમને જણાવી દઇએ કે, મારુતિ એપ્રિલ, 2020થી ડીઝલ ગાડીઓનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે, દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ઉપરાંત ટોયોટા મોટર અને ફોર્ડ મોટરના લોકલ યુનિટ્સનું કહેવું છે કે, નવા એમિશન નોર્મ્સના પાલનથી ખર્ચમાં વધારો થવા છતાં તે ઇન્ડિયામાં ડીઝલ કારનું વેચાણ ચાલુ રાખશે.

કેમ ટાટા બંધ કરશે ડીઝલ કાર્સ: ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પારીકે પીટીઆઇને જણાવ્યું કે, BS-VI એમિશન નિયમ લાગુ થયા બાદ નાની ડીઝલ ગાડીઓના મામલે કમ્પ્લાયન્સ મોંઘું થઇ જશે. કંપનીનું ખર્ચ વધી જશે. આવામાં કાર્સની કિંમત વધારવી પડશે. આથી સ્વભાવિક રીતે ડીઝલ ગાડીઓનું વેચાણ ઘટશે. અમને લાગે છે કે, એન્ટ્રી અને મિડ સાઇઝની ડીઝલ મોડલની માંગ ઓછી રહેવાથી ઓછી કેપેસિટીના એન્જિનના ડેવલોપમેન્ટમાં આવનાર ઊંચા ખર્ચ યોગ્ય નહીં હોય.

આ પણ વાંચો: ઉનાળામાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, થઈ શકે છે વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કમાણી

મારુતિ કરી ચૂકી છે જાહેરાત- મારુતિ સુઝુકી તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, BS-VI એમિશન નિયમ લાગુ થયા બાદ ડીઝલ ગાડીઓનું વેચાણ બંધ કરવાનું પગલું ઉઠાવશે. કેમ કે, નવા નિયમો પ્રમાણે ડીઝલ એન્જિનને અપગ્રેડ કરવામાં મોટી રકમ ખર્ચ થશે.
First published: May 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...