Home /News /business /Tata Tiago EV launch: ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનું લોન્ચીંગ, કિંમત સાંભળતા જ ચોંકી ઉઠશો

Tata Tiago EV launch: ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનું લોન્ચીંગ, કિંમત સાંભળતા જ ચોંકી ઉઠશો

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક કારનું લોન્ચીંગ

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં વધુ એક વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. કંપનીએ આજે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago Electric લોન્ચીંગ કરવામાં આવ્યું છે.. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતા કંપની તેની માર્કેટ હોલ્ડને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કંપની દ્વારા Tiago હેચબેકને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં વધુ એક વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. કંપનીએ આજે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago Electric લોન્ચીંગ કરવામાં આવ્યું છે.. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતા કંપની તેની માર્કેટ હોલ્ડને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કંપની દ્વારા Tiago હેચબેકને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.

    પાંચ વર્ષમાં 10 ઈલેક્ટ્રિક વાહન મોડલ:

    ટાટા મોટર્સ પાસે તેની ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોમાં પહેલેથી જ બે કાર નેક્સોન અને ટિગોર છે. નેક્સોન ઈલેક્ટ્રિકનું ભારતીય બજારમાં સારું વેચાણ થઈ રહ્યું છે. હવે Tiago લાવીને, કંપની હેચબેક ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ પોતાનો દાવો રજૂ કરશે. ટાટા મોટર્સે આગામી પાંચ વર્ષમાં 10 ઈલેક્ટ્રિક વાહન મોડલ લોન્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ટિયાગો ઇલેક્ટ્રિક (Tiago Electric) પણ તેમાંથી એક છે.

    Tata Tiago Electricની કિંમત:

    Tata Tiago Electricની કિંમતોની વાત કરીએ તો તે 10 લાખ રૂપિયાની રેન્જમાં આવી શકે છે. કંપનીનો દાવો છે કે, તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે. Tata Tiago ઈલેક્ટ્રિક એક શાનદાર રેન્જ ધરાવે છે. તે સિંગલ ચાર્જ પર લગભગ 300 કિમીનું અંતર કાપી શકે છે. તે 26kWh બેટરી પેકથી સજ્જ થઈ શકે છે.



    આ પણ વાંચો:  સારી રિસેલ વેલ્યુ સાથે આવે છે આ 5 કાર, જેની સેકન્ડ હેન્ડ માર્કેટમાં છે સૌથી વધુ માંગ

    કંપની પહેલેથી જ Tigor EVનું વેચાણ કરી રહી છે, જે સ્થાનિક બજારમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક વાહનોમાંની એક છે. તેની કિંમત 12.49 લાખ રૂપિયા છે. બીજી તરફ, અન્ય ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓ તેમની કાર 20 લાખ રૂપિયાથી વધુની કિંમતે ઓફર કરી રહી છે. અન્ય EV નિર્માતાઓ તેમના વાહનો 20 લાખ રૂપિયાથી વધુની કિંમતે વેચી રહ્યાં છે.


    Tata Motors એ તેના Nexon EV અને Tigor EV ના આધારે ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ માર્કેટમાં 88 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. કંપનીએ ઓગસ્ટ 2022માં Nexon EV Prime, Nexon EV Max અને Tigor EV સહિત 3,845 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું છે. નવી Tiago EV ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ જોવા મળી રહી છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. નવી EVનો ચાર્જિંગ સમય પણ Tigor EV જેવો જ હોઈ શકે છે. એવી અપેક્ષા છે કે Tigor EV લગભગ 65 મિનિટમાં 0-80 ટકા ચાર્જ થઈ જશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Business, Electric car, Tata Motors Latest News

    विज्ञापन
    विज्ञापन