દિવાળી પહેલા Tata Motorsની આ કારો પર મળી રહ્યું છે 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

દિવાળી પહેલા Tata Motorsની આ કારો પર મળી રહ્યું છે 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
ટાટા મોટર્સ કસ્ટમર્સને આકર્ષવા માટે પોતાની કારો પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે

ટાટા મોટર્સ કસ્ટમર્સને આકર્ષવા માટે પોતાની કારો પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે

 • Share this:
  નવી દિલ્હીઃ દિવાળી (Diwali 2020)ના ઠીક પહેલા કસ્ટમરને આકર્ષવા માટે ટાટા મોટર્સ (Tata Motors)એ પોતાની કારો પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સની રજૂઆત કરી છે. જો તમે ટાટાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપને 65 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. નોંધનીય છે કે ટાટા તરફથી આ ઓફરમાં માત્ર Altroz કારને સામેલ નથી કરવામાં આવી. આ ઉપરાંત તમે ટાટાની તમામ કારો પર આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.

  ટાટા ટિયાગો (Tata Tiago) પર ઓફર- દિવાળી પહેલા જો તમે ટાટાની ટિયાગો (Tata Tiago) કાર ખરીદો છો તો આપને 25 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. આ ઓફરમાં આપને કન્ઝ્યૂમર સ્કીમ હેઠળ 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો અને જૂની કાર એક્સચેન્જ પર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ (Exchange Bonus) મળી શકે છે.  આ પણ વાંચો, દિવાળી પહેલા બનો લખપતિ, આ 1 રૂપિયાની નોટ આપને કરશે માલામાલ!

  ટાટા ટિગોર (Tata Tigor) પર ઓફર- બિલકુલ આવી જ રીતે ટાટાની ટિગોર (Tata Tigor) કાર પર કન્યૂાયમર સ્કીમ (Consumer Scheme) હેઠળ 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો અને 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ ઓફર (Exchange Offer) મળી શકે છે. એટલે કે તમે ટાટાની ટિગોર કારને ખરીદો છો તો આપને 30 હજાર રૂપિયા સુધીનો ફાયદો (Discount) મળી શકે છે.

  આ પણ વાંચો, TVS Apache RTR 200 4V: TVSએ લૉન્ચ કરી દમદાર બાઇક, નવા રાઇડિંગ મોડ્સ અને હાઇટેક ફીચર્સથી સજ્જ

  Tata Nexon અને Tata Harrier પર ઓફર- Tataએ Nexonના પેટ્રોલ (Tata Nexon Petrol) વેરિયન્ટ પર આ ઓફરને લાગુ નથી કરી. પરંતુ તમે દિવાળી પહેલા Nexonનું ડીઝલ (Tata Nexon Diesel) વેરિયન્ટ ખરીદી શકો છો. તો આપને 15000 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે. ટાટા હેરિયર (Tata Harrier)ની વાત કરીએ તો આ કારના સ્ટાન્ડર્ડ વર્ઝન પર 25000 રૂપિયાની કન્ઝયૂમર સ્કીમ અને 40000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. એટલે કે કુલ મળી 65000 રૂપિયા સુધીનો ફાયદો સ્ટાન્ડર્ડ વર્જન પર મળી રહ્યો છે. બીજી તરફ Tata Harrier ડાર્ક એડિશન અને XZ+ તથા XZA+ મોડલ્સ પર માત્ર 40000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ (Exchange Bonus) મળી રહ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 05, 2020, 14:22 pm