Tata મોટર્સે Bank of India સાથે કર્યો કરાર, ગ્રાહકોને મળશે ખાસ સુવિધા

ટાટા મોટર્સ (ફાઇલ તસવીર)

Tata Motors: ટાટા મોટર્સ અને બેંક ઑફ ઇન્ડિયા વચ્ચેના કરાર પ્રમાણે કંપનીના તમામ પેસેન્જર વ્હીકલ ગ્રાહકોનો વાહનની ખરીદી પર ફાઇનાન્સની સુવિધાનો વિકલ્પ આપવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata Motors) બેંક ઑફ ઇન્ડિયા (Bank of India) સાથે રિટેલ ફાઇનાન્સ MoU પર હસ્તાક્ષર કર્યાં છે. આ કરાર પ્રમાણે કંપનીના તમામ પેસેન્જર વ્હીકલ (Passenger vehicles) ગ્રાહકોનો વાહનની ખરીદી પર ફાઇનાન્સની સુવિધાનો વિકલ્પ આપવામાં આવશે. આ કરાર પ્રમાણે બેંક ઑફ ઇન્ડિયા ટાટા મોટર્સના ગ્રાહકોને 6.85 ટકાના નીચા વ્યાજદર પર વાહન લોન (Vehicle loans) ઉપલબ્ધ કરાવશે.

    આ સુવિધા અંતર્ગત વાહનની કિંમતના મહત્તમ 90 ટકા સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ બનશે. જેમાં એક્સ શોરૂમ કિંમતની સાથે ઇન્શ્યોરન્સ અને રજિસ્ટ્રેશન ખર્ચ પણ સામેલ હશે. આ ઉપરાંત EMIની સુવિધા પણ હશે. જે પ્રમાણે સાત વર્ષ સુધીની મર્યાદામાં પ્રતિ લાખ 1,502 રૂપિયાના ઈએમઆઈમાં ચૂકવણી કરવાનો વિકલ્પ હશે.

    અન્ય લાભ

    આ પહેલા ટાટા મોટર્સે Equitas SFB સાથે નાના કૉમર્શિયલ વાહનો ખરીદનારા ગ્રાહકો માટે કરાર કર્યો હતો. આ ઑફર નવી ICE કાર, SUVs અને વ્યક્તિગત સેગમેન્ટની ઇલેક્ટ્રિક વ્હીકલ પર આખા દેશમાં લાગૂ થશે. ટાટા મોટર્સની કાર ખરીદનારા લોકોને 31 માર્ચ, 2022 સુધી પ્રૉસેસિંગ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે.

    આ પણ વાંચો: Tata Altrozના સૌથી સસ્તા મૉડલની કિંમત કેટલી, જાણો તમામ વેરિઅન્ટની કિંમત, તમારા માટે કયું મૉડલ બેસ્ટ?

    ટાટા મોટર્સનું ત્રિમાસિક પરિણામ

    ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ પરિણામ જાહેર કર્યું હતું. જે પ્રમાણે કંપનીને આ ત્રિમાસિક દરમિયાન 4,415.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીને 307.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    જ્યારે બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 61,378.8 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 53,530 કરોડ રૂપિયા હતી. હાલ NSE પર કંપનીનો શેર 13.40 રૂપિયા (2.67%)ના વધારા સાથે 515.40 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

    આ પણ વાંચો: Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

    માર્કેટમાં સારી પકડ

    ટાટા મોટર્સ પોતાની કાર્સ દ્વારા માર્કેટ પર મજબૂત પકડ બનાવી છે. ક્યારેક કૉમર્શિયલ કાર બનાવતી કંપની આજે સૌથી સુરક્ષિત કાર બનાવવા માટે ઓળખાય છે. ફીચર્સ મામલે ટાટાની કાર્સ કોઈનાથી પણ પાછળ નથી. આ જ કારણે ટાટા ટિગોરથી લઈને નેક્સૉન અને તાજેતરમાં આવેલી ટાટા પંચને ગ્રાહકો ખૂબ જ પસંદ કરે છે. ET Autoના એક રિપોર્ટ પ્રમાણે કંપની સિંગલ કાર પર માર્કેટ લીડર મારુતિ સુઝુકીની સરખામણીમાં વધારે પૈસા કમાઈ રહી છે.

    આ પણ વાંચો : ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં

    દરેક કાર પર નફો

    રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક દરમિયાન પ્રત્યેક કાર પર 45,810 રૂપિયાનો નફો કર્યો છે. જે મારુતી સુઝુકી કરતા લગભગ બમણો છે. ઉલ્લેખનીય છે કે 10 વર્ષમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ટાટા મોટર્સે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીને નફા મામલે પાછળ છોડી દીધી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: