Home /News /business /TATAના ખરીદદારોને ઝટકો, બધી કાર અને SUV થઈ વઘુ મોંઘી, કંપનીએ આપ્યું આ કારણ
TATAના ખરીદદારોને ઝટકો, બધી કાર અને SUV થઈ વઘુ મોંઘી, કંપનીએ આપ્યું આ કારણ
વેરિઅન્ટ અને મોડલના આધારે એકંદર કિંમતોમાં લગભગ 1.1% જેટલો વધારો કરવામાં આવ્યો છે.
ટાટા મોટર્સે (Tata Motors) તમામ મોડલ્સની કિંમતોમાં નજીવો વધારો કર્યો છે, પરંતુ કંપની દ્વારા કોઈ વિગતવાર (car price) કિંમત સૂચિ પ્રદાન કરવામાં આવી નથી. જો કે, 2022માં આ પહેલીવાર નથી જ્યારે ટાટાએ કારની કિંમતોમાં વધારો (Tata cars price hike) કર્યો હોય.
ટાટા મોટર્સે (Tata Motors) શનિવારે ભારતીય બજારમાં તેની પેસેન્જર કારની કિંમત (Tata cars price hike)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ નવા ભાવવધારાને કારણે ઈનપુટ કોસ્ટમાં વધારાને જવાબદાર ગણાવ્યું છે. વેરિઅન્ટ અને મોડલ (Model)ના આધારે એકંદર કિંમતોમાં લગભગ 1.1% વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.
ટાટા મોટર્સે તમામ મોડલ્સની કિંમતોમાં નજીવો વધારો કર્યો છે, પરંતુ કંપની દ્વારા કોઈ વિગતવાર કિંમત સૂચિ પ્રદાન કરવામાં આવી નથી. જો કે, 2022માં આ પહેલીવાર નથી જ્યારે ટાટાએ કારની કિંમતોમાં વધારો કર્યો હોય. કંપનીએ અગાઉ જાન્યુઆરીમાં તેની કારની કિંમતોમાં સરેરાશ 0.9%નો વધારો કર્યો હતો. ત્યારબાદ, તેણે "એકંદર ઇનપુટ ખર્ચમાં ભારે વધારો" ટાંકીને સમાન નિવેદન આપ્યું હતું.
ઇલેક્ટ્રિક કારના વેચાણમાં ટાટા સૌથી આગળ કંપની તેના ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો નોંધાવી રહી છે. તેની Nexon EV પણ ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી પેસેન્જર ઇલેક્ટ્રિક કાર છે. ટાટા મોટર્સે તાજેતરમાં ગ્રાહકોને એક જ દિવસમાં 101 ઈવીની રેકોર્ડ ડિલિવરી નોંધાવી છે. ટાટા મોટર્સે કહ્યું કે તેણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન આ ઈલેક્ટ્રિક કારોને તેના ગ્રાહકો સુધી પહોંચાડી છે.
એપ્રિલમાં આપી રહ્યું છે 65 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ Tata Motors એપ્રિલ મહિનામાં 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો Tiago, Tigor, Harrier અને Safari માંથી પસંદ કરી શકે છે, જે તમામ એક્સચેન્જ બોનસ, રોકડ ઓફર અને કોર્પોરેટ પ્રોત્સાહનો સાથે આવે છે. આ ઓફર 2021 અને 2022 બંને લાઇનઅપ મોડલ પર ઉપલબ્ધ છે.
ટૂંક સમયમાં ત્રણ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે ટાટા મોટર્સે તાજેતરમાં નવી Curvv ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ કાર જાહેર કરી છે. કંપનીએ 2026 સુધીમાં પોર્ટપોલિયોમાં 10 ઇલેક્ટ્રિક વાહનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આગામી 2 વર્ષમાં કંપની 3-4 નવા ઇલેક્ટ્રિક મોડલ રજૂ કરશે. ટાટા મોટર્સે 2023 સુધીમાં હાલના ICE મોડલ પર આધારિત 2 નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર