TATAએ લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસને દાનમાં આપ્યા 600 કરોડ

News18 Gujarati
Updated: April 30, 2019, 11:28 PM IST
TATAએ લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસને દાનમાં આપ્યા 600 કરોડ
News18 Gujarati
Updated: April 30, 2019, 11:28 PM IST
ટાટા ગ્રુપે લોકસભા ચૂંટણી 2019 માટે 600 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે 2014ની લોકસભા ચૂંટણીમાં આપેલ ડોનેશનથી લગભગ 20 ગણુ વધારે છે. ટાટા ગ્રુપે રાજનીતિક પાર્ટીઓને દાન આપવા માટે પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ બનાવ્યું છે. ટાટા ગ્રુપે સૌથી વધુ દાન ભારતીય જનતા પાર્ટી(BJP)ને આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ 2019ની ચૂંટણીમાં ટાટા ગ્રુપે લગભગ 500થી 600 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. વર્ષ 2014માં ગ્રુપે દરેક દળને માત્ર 25.11 કરોડ રૂપિયા દાન તરીકે આપ્યા હતા. જ્યારે આ વર્ષે આપેલા 600 કરોડ રૂપિયાના દાનમાંથી એકમાત્ર બીજેપીને 300થી 350 કરોડ રૂપિયા દાન તરીકે આપવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસને 50 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પત્નીઓની અદલા-બદલી, ઓરોપીની પત્નીએ જ કર્યો ખેલનો પર્દાફાશ

ઉપરાંત રિપોર્ટ મુજબ લગભગ 150થી 200 કરોડ રૂપિયાની રકમમાંથી તૃણમૂલ કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સીપીઆઈએમ અને એનસીપી જેવી પાર્ટીઓને ડોનેશન આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે કહ્યું કે તેઓ સદનમાં સદસ્યોની સંખ્યાને હિસાબે દાન આપે છે. તેથી સૌથી વધુ બેઠક ધરાવતી પાર્ટી બીજેપીને વધુ ડોનેશન આપવામાં આવ્યું છે.

સૂત્રો મુજબ ટાટા ગ્રુપની દરેક કંપની તેમની મૂડી પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં જમા કરાવે છે. ત્યાર બાદ ટ્રસ્ટ રાજકીય પાર્ટીઓને દાન આપે છે. વર્ષ 2014માં સોફ્ટવેયર કંપની ટીસીએસ એટલે કે ટાટા કંસલ્ટેન્સી સર્વિસીઝે 1.8 કરોડ રૂપિયા આ ટ્રસ્ટને આપ્યા હતા. જ્યારે આ વખતે ટીસીએસએ ટ્રસ્ટને 220 કરોડ રૂપિયાનું યોગદાન કર્યુ છે. આ સિવાય ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ જેમકે ટાટા સંસ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટાટા ગ્લોબલ બેવરેજ લિમિટેડ જેવી કંપનીઓ પણ આ ટ્રસ્ટમાં દાન એટલે કે પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં મૂડી આપે છે.
First published: April 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...