Home /News /business /

Rakesh Jhunjhunwala Portfolio: ટાટા જૂથની આ કંપનીનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, શું તમારી પાસે છે?

Rakesh Jhunjhunwala Portfolio: ટાટા જૂથની આ કંપનીનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા

Titan company stock: ટાઈટન કંપનીનો સ્ટોક NSE પર આજે 2,600.10 રૂપિયા પર ખુલ્યો હતો. આ વર્ષની શરૂઆતથી આ શેરમાં 2.56 ટકાનો વધારો થયો છે અને છેલ્લા એક વર્ષમાં 72.55 ટકાનો વધારો થયો છે.

નવી દિલ્હી: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ને દેશના ટોચના રોકાણકાર માનવામાં આવે છે. તેઓ ટાઈટન કંપની (Titan company)માં મસમોટું રોકાણ ધરાવે છે. આજે બજારની જોરદાર તેજી વચ્ચે ટાઇટન કંપનીના શેર (Titan company stock price) તેની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યો છે. આ શેરમાં બપોરે 12:35 વાગ્યે શેરમાં 4.63 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શેર 2,719.65 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇ સપાટીએ પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ક્વાર્ટરના અંત સુધીના આંકડા મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાએ મળીને કંપનીમાં 4,52,50,970 શેર એટલે કે 5.09 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ગત ત્રિમાસિક ગાળામાં રાકેશ ઝુનઝુનવાલા પાસે આ ફર્મમાં 3.57 કરોડ શેર એટલે કે 4.02 ટકા હિસ્સો હતો. જ્યારે તેમની પત્ની રેખા પાસે આ ફર્મમાં 95.40 લાખ શેર એટલે કે 1.07 ટકા હિસ્સો હતો.

ટાઈટન કંપનીનો શેર


ટાઈટન કંપનીનો સ્ટોક NSE પર આજે 2,600.10 રૂપિયા પર ખુલ્યો હતો. આ વર્ષની શરૂઆતથી આ શેરમાં 2.56 ટકાનો વધારો થયો છે અને છેલ્લા એક વર્ષમાં 72.55 ટકાનો વધારો થયો છે. ટાઇટન કંપનીના શેરમાં 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી વધારે ટ્રેડિંગ જોવા મળ્યું છે. છેલ્લા 6 દિવસમાં આ શેરમાં 9.21 ટકાનો વધારો થયો છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય:


જિયોજીત ફાઇનાન્શિયલને આ સ્ટૉકમાં તેજીની અપેક્ષા


જિયોજીત ફાઇનાન્શિયલને આ શેરમાં તેજીની અપેક્ષા છે. તેના દ્વારા 2,810 રૂપિયાના ટાર્ગેટ ભાવનો અંદાજ રાખવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે, ટાઇટને ઓક્ટોબર અને નવેમ્બર 2021માં તહેવારોની મોસમના કારણે Q3FY22માં 34.0 ટકા QoQ (31.7 ટકા YoY)ની મજબૂત ટોપલાઇન વૃદ્ધિ નોંધાવી હતી. આ સાથે નવા સ્ટોર્સના ઉદઘાટનમાં રેમ્પ અપ અને તકનીકી પ્રગતિ કંપનીને માટે ભવિષ્યના વોલ્યૂમને ટેકો આપશે.

આ પણ વાંચો: ખૂબ સસ્તી કિંમતે મળી રહ્યા છે તાજેતરમાં લિસ્ટ થયેલી આ કંપનીઓના શેર

બ્રોકરેજે વધુમાં જણાવાયું છે કે, ટાઇટનમાં આગામી ક્વાર્ટર્સમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. પોઝિટિવ આઉટલૂક સાથે અમે શેર દીઠ 66x FY24E એડજસ્ટેડ કમાણીના આધારે રૂ. 2,810 ના રોલ્ડ ફોરવર્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે શેર પર અમારા રેટિંગને અપગ્રેડ કરીને બાય કરીએ છીએ.

આ પણ વાંચો: ફાલ્ગુની નાયર પેટીએમના વિજય શેખર શર્માથી ચાર ગણા અમીર

કંપનીના નફામાં ઉછાળો


ટાઈટન કંપનીનો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 135 ટકા વધીને રૂ. 987 કરોડ થયો હતો. ઉત્પાદનો અને સેવાઓના વેચાણથી થતી આવક 36 ટકા વધીને રૂ. 9381 કરોડ થઈ છે, જ્યારે કુલ આવક 31 ટકા વધીને રૂ. 9570 કરોડ થઈ છે. વ્યાજ, ટેક્સ, ઘસારા અને એમોર્ટાઇઝેશન (EBITDA) સામે કંપનીની આવક 62 ટકા વધીને રૂ. 1,454 કરોડ થઈ હતી.
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock market, Tata group

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन