Home /News /business /

Tata Steel: ઇન્ફોસિસ બાદ હવે ટાટા સ્ટીલે પણ રશિયામાં બિઝનેસ બંધ કર્યો

Tata Steel: ઇન્ફોસિસ બાદ હવે ટાટા સ્ટીલે પણ રશિયામાં બિઝનેસ બંધ કર્યો

ટાટા સ્ટીલ (ફાઇલ તસવીર)

Tata steel: ટાટા સ્ટીલ એ ગણતરીને કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જેણે યુક્રેન યુદ્ધને પગલે રશિયા સાથે સંબંધ તોડી નાખ્યા છે. બીજી તરફ ભારત હજી સુધી રશિયાની સીધી ટીકી કરવાથી દૂર રહ્યું છે.

    નવી દિલ્હી: ભારતની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલે (Tata steel) રશિયામાં પોતાનો બિઝનેસ (Business) બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ટાટા સ્ટીલ દુનિયાભરની એ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે જેણે રશિયાના યુક્રેન (Russia Ukraine war) પર આક્રમણ બાદ રશિયામાં બિઝનેસ કરવાનો બંધ કરી દીધો છે. ટાટા સ્ટીલના એક પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, "ટાટા સ્ટીલનું રશિયામાં ન તો કોઈ ઑપરેશન છે, ન તો ત્યાં કોઈ કર્મચારી છે. અમે રશિયા સાથે સમજી વિચારીને વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે. બિઝનેસ પહેલાની જેમ ચાલતો રહે તે માટે કંપનીએ ભારત, બ્રિટન અને નેધરલેન્ડમાં તમામ ઉત્પાદન પ્લાન્ટમાં કાચા માલની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. આ માટે રશિયા પર નિર્ભરતા ખતમ થઈ ગઈ છે."

    ઉલ્લેખનીય છે કે ટાટા સ્ટીલ એ ગણતરીને કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જેણે યુક્રેન યુદ્ધને પગલે રશિયા સાથે સંબંધ તોડી નાખ્યા છે. બીજી તરફ ભારત હજી સુધી રશિયાની સીધી ટીકી કરવાથી દૂર રહ્યું છે. ભારતે રશિયા પર કોઈ જ પ્રતિબંધ મૂક્યા નથી.

    ઇન્ફોસિસે બિઝનેસ બંધ કર્યો


    ગત અઠવાડિયે ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસે પણ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. ભારતને અમેરિકા સહિત પશ્ચિમના અનેક દેશોએ રશિયા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે કહ્યું છે. પશ્ચિમી દેશોની અનેક કંપનીઓ પહેલાથી જ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરી ચૂકી છે.

    ટાટા સ્ટીલના એક એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, "યૂરોપીયન યૂનિયનમાં આવતા દેશો રશિયા સાથે સંબંધ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ સ્થિત અમારા સ્ટીલ પ્લાન્ટ આ ફેંસલાનો હિસ્સો હશે. આથી આ પ્લાન્ટ્સ માટે રશિયા પાસેથી કાચો માલ ખરીદવાને બદલે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. આ પહેલા અમે સીમિત માત્રામાં રશિયા પાસેથી કોલસો ખરીદ્યો હતો."

    આ પણ વાંચો: આ ફાર્મા સ્ટૉક માટે મોતીલાલ ઓસવાલે આપ્યું બાય રેટિંગ

    ટીસીએસ કંપનીએ ટાટા જૂથની સૌથી કમાણી કરતી કંપનીનો તાજ ગુમાવ્યો


    ટીસીએસ (Tata Consultancy Services- TCS) પાસેથી અડધા દશકા પાસેથી ટાટા જૂથની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ છીનવાયો છે. ટાટા જૂથની સૌથી જૂની કંપની ટાટા સ્ટીલે (Tata Steel) હવે ટીસીએસનું સ્થાન લીધું છે. ટીસીએસ ટાટા જૂથની સૌથી વધારે કમાણી કરતી કંપની પણ રહી છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની આ કંપનીમાં કર્યું પ્રોફિટ બુકિંગ

    ગત વર્ષે પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં ટાટા સ્ટીલે 31,914 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જે ટીસીએસ (TCS)ના 28,490 કરોડ રૂપિયાના નફાથી વધારે છે. આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલું રહે તેવી આશા છે. ટાટા સ્ટીલના બોર્ડની બેઠક ત્રીજી મેના રોજ યોજાવાની છે. બેઠકમાં કંપનીના કન્સૉલિડેટેડ પરિણામ પર ચર્ચા થશે. કંપનીનું બોર્ડ ડિવિડન્ડની પણ જાહેરાત કરી શકે છે. બેઠક દરમિયાન શેરના વિભાજન (Stock split) પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia, Tata group, Tata steel, Ukraine

    આગામી સમાચાર