Home /News /business /ન હોય! બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ બે શેરમાં ફક્ત 10 મિનિટમાં કરી 186 કરોડ રૂપિયાની કમાણી!

ન હોય! બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ બે શેરમાં ફક્ત 10 મિનિટમાં કરી 186 કરોડ રૂપિયાની કમાણી!

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala earning: ટાઈટન કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની મોટી ભાગીદારી છે. તેમની પાસે ટાઈટન કંપનીના 3,57,20,395 શેર એટલે કે આશરે 4.02% ભાગીદારી છે.

મુંબઇ. Rakesh Jhunjhunwala news: ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા સમૂહના બે શેરમાં ફક્ત 10 મિનિટમાં 186 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હકીકતમાં ટાટા જૂથની બે કંપની ટાઇટન (Titan Company) અને ટાટા મોટર્સ (Tata Motors)ના શેરમાં જોરદાર તેજી આવી છે. અંગ્રેજી બિનઝનેસ વેબસાઇટ લાઇવમિન્ટ તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.

ટાઇટન કંપનીનો શેર

ટાઇટન કંપનીનો શેર સોમવારે એનએસઈ પર 2398 રૂપિયા પર બંધ રહ્યો છે. મંગળવારે આ શેર 23.95 રૂપિયા વધીને ખુલ્યો હતો. બાદમાં આ શેર 2435 રૂપિયા પર પહોંચ્યો હતો. આ રીતે શેર બજાર ખુલતાની 10 મિનિટની અંદર સોમવારે બંધ ભાવની સ્થિતિમાં આ શેર 37 રૂપિયા વધી ગયો હતો.

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

ટાઈટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાનું મોટું રોકાણ છે. તેમની પાસે ટાઇટન કંપનીના 3,57,20,395 શેર એટલે કે આશરે 4.02 ટકા ભાગીદારી છે. આ ઉપરાંત આ કંપનીમાં તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની 1.07 ટકા ભાગીદારી છે. આ રીતે બંને સંયુક્ત રીતે આ કંપનીમાં 5.09 ટકા ભાગીદારી છે.

ટાટા મોટર્સનો શેર

ટાટા મોટર્સનો શેર મંગળવારે 4.70 રૂપિયા વધીને 476.15 રૂપિયા પર પહોંચ્યો હતો. બાદમાં તે વધીને 476.25 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. સોમવારે 471.45 રૂપિયા પ્રતિ શેરની સરખામણીમાં શેરમાં 4.80 રૂપિયાની તેજી આવી હતી. ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 1.18 ટકા છે. ઝુનઝુનવાલા પાસે કંપનીના3,92,50,000 શેર છે.

મંગળવારે સવારે ટાઈટન કંપનીના શેરમાં આવેલી તેજીને પગલે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ 167 કરોડ રૂપિયા (37 X4,52,50,970) વધી હતી. આવી જ રીતે ટાટા મોટર્સના શેરમાં આવેલી તેજીને પગલે તેમની નેટવર્થ આશરે 19 કરોડ રૂપિયા વધી હતી. આ રીતે બંને શેરમાં રાકેશ ઝુનઝુનવાલાએ ફક્ત શરૂઆતની 10 જ મિનિટમાં 186 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો: આ પેની સ્ટોક એક વર્ષમાં બન્યો મલ્ટીબેગર, છ રૂપિયાથી 150 રૂપિયા પર પહોંચ્યો

ટાટા મોટર્સ અને ટાઇટન કંપનીના શેરનો બંધ ભાવ

મંગળવારે ટાઇટન કંપનીનો શેર NSE પર 101.60 રૂપિયા એટલે કે 4.24 ટકા વધીને 2,499.60 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો. ટાટા મોટર્સનો શેર NSE પર 31.5 રૂપિયા એટલે કે 6.69% વધીને 503.00 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.

બજાર લીલા નિશાન પર બંધ

બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ રહ્યા બાદ મંગળવારે બજારે બાઉન્સ બેક કર્યું હતું. મંગલવારે શેર બજાર માટે બધુ મંગળ મંગળ રહ્યું હતું. રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હળવી થતા જ બજાર તેજીમાં આવી ગયું હતું. દિવસના અંતે સેન્સેક્સ 1736.21 એટલે કે 3.08 ટકા વધીને 58,142.05 ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 509.65 પોઈન્ટ વધીને 17,352.45 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: ઝોમાટોનો શેર ઇશ્યૂ કિંમતથી નીચે સરક્યો, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે?

આજે સ્મૉલકેપ અને મિડકેપમાં ચમક જોવા મળી હતી. દિગ્ગજ શેરોની સાથે સાથે નાના શેરમાં પણ આજે તેજી જોવા મળી હતી. નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ 817 અંક ઉછળીને 29,375ના સ્તર પર બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી 48ન શેરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના તમામ 30 શેરમાં ખરીદી જોવા મળી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં તેજી જોવા મળી હતી.
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock market, Tata group, Tata motors, Titan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો