સેટેલાઇટ બ્રોડ બેન્ડમાં Tata Group એલન મસ્ક અને જેફ બેઝોસને આપશે જોરદાર ટક્કર, જાણો ટાટાનો સોલિડ પ્લાન

ભારત ઈન્ટરનેટ સેવાઓના વિકાસમાં સૌથી મોટા ક્ષેત્રમાંથી એક છે

સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ (Satellite Broadband Service) જલ્દી જ સર્વિસ પ્રોવાઇડર્સની વચ્ચે સ્પર્ધાનું કારણ બની શકે છે. આ ક્ષેત્રમાં નવો પ્રવેશ કરનાર કેનેડાની કંપની ટેલીસેટની સાથે ટાટા ગ્રુપ ભાગીદારીમાં હોવાની આશા છે

  • Share this:
સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ (Satellite Broadband Service) જલ્દી જ સર્વિસ પ્રોવાઇડર્સની વચ્ચે સ્પર્ધાનું કારણ બની શકે છે. આ ક્ષેત્રમાં નવો પ્રવેશ કરનાર કેનેડાની કંપની ટેલીસેટની સાથે ટાટા ગ્રુપ ભાગીદારીમાં હોવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા ગૃપ (Tata Group)ની નેલ્કો કંપની (Nelco Itd)ની લાઇટસ્પીડ સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ (Broadband Service)ને 2024 સુધીમાં ભારતમાં લાવવા માટે ટેલીસેટ (Telesat) સાથે વાતચીત કરી રહી છે. કથિત રીતે બંને કંપનીઓ વચ્ચે ભાગીદારીની વાત અંતિમ ચરણમાં છે. અનુમાન લગાવાઇ રહ્યું છે કે સર્વિસ માટે પરીક્ષણ ટૂંક સમયમાં જ શરૂ થઇ શકે છે.

ટેલીસેટ પાસે છે સેટેલાઇટ બ્રોડબેન્ડ પ્લાન

ટેલીસેટની પાસે એક મોટો સેટેલાઇટ બ્રોડબેન્ડ પ્લાન છે, જેમાં તેનો લક્ષ્ય 298 લો અર્થ ઓર્બિટ સેટેલાઇટને સ્થાપિત કરવા માટે લગભગ 37,200 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો છે. પરંપરાગત સેટેલાઇટની સરખામણીમાં આ સેટેલાઇટ વધુ પ્રભાવી હોવાની આશા છે, જેનાથી સારું નેટવર્ક અને વધુ સ્પીડ મળશે. જ્યાં વાયર્ડ ઈન્ટરનેટ સેવાઓનું પહોંચવું મુશ્કેલ છે, ત્યાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ મુશ્કેલ વિસ્તારોમાં જીવન રેખાનું કામ કરી શકે છે. ભારતમાં વિસ્તારોની વિવિધતા જોતા, ટેલીસેટ દ્વારા લાઇટસ્પીડ અને એલન મસ્કના સ્ટારલિંક જેવી સેવાઓ મુખ્ય કનેક્ટિવિટી રિસોર્સિસ હોવાની આશા છે.

મસ્કના સ્ટારલિંકને ટક્કર

મસ્કના સ્ટારલિંકે (Starlink) પોતાની સેવાઓ માટે પહેલાથી જ પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે, જે 2022 સુધીમાં લગભગ 150 mbpsની સરેરાશ કનેક્શન બેન્ડવિથની સાથે શરૂ થવાની આશા છે. ભારતી એરટેલ પણ 2022થી શરૂ કરવા માટે વનવેબ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પર ભાર આપી રહી છે, તો જેફ બેઝોસની કંપની અમેઝોન (Amazon) પણ પોતાની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓની સાથે સેગમેન્ટમાં પ્રવેશ કરવા માંગે છે. ભારત વિશ્વમાં સૌથી મોટા ઈન્ટરનેટ યુઝર્સમાંથી એક છે, જેથી સીમાંત ક્ષેત્રોમાં આવી સેવાઓની માંગ વધવાની આશા છે.

ઈન્ટરનેટના વિશ્વમાં જીયોનું મહત્વનું યોગદાન

ભારત ઈન્ટરનેટ સેવાઓના વિકાસમાં સૌથી મોટા ક્ષેત્રમાંથી એક છે, વસ્તીનો એક મહત્વપૂર્ણ જેને વર્ગ સ્ટેબલ અને હોઇ સ્પીડ કનેક્ટિવિટીની હજુ પણ જરૂર છે. દેશમાં રિલાયન્સ જીયોના કારણે ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો હતો, જેણે મોબાઇલ ઇન્ટરનેટ (Mobile Internet)ના ખર્ચને ખૂબ ઓછા કરી દીધા અને કનેક્ટિવિટીના ક્ષેત્રોમાં પણ વધારો કર્યો. જીયો (Jio)એ અન્ય ટેલીકોમ ઓપરેટરને પણ આ સેગમેન્ટમાં વિચારવા માટે મજબૂર કર્યા, જેનાથી ભારત ઈન્ટરનેટ કનેક્ટિવિટીના મામલે વિશ્વના સૌથી સસ્તો દેશ બની ગયો છે.
First published: