Home /News /business /

Multibagger stocks: ટાટા જૂથની આ કંપનીના શેરમાં રોકાણકારોને 2021ના વર્ષમાં મળ્યું 2000% વળતર

Multibagger stocks: ટાટા જૂથની આ કંપનીના શેરમાં રોકાણકારોને 2021ના વર્ષમાં મળ્યું 2000% વળતર

ટાટા ગ્રુપ

Tata Group Multibagger stocks: 2021ના વર્ષની મલ્ટીબેગર સ્ટૉકની યાદીમાં ટાટા જૂથની પાંચ કંપનીઓના નામ સામેલ.

    મુંબઈ: કોવિડ-19 મહામારી (Covid 19 Pandemic)ને પગલે અર્થતંત્ર માટે અનેક પડકારો ઊભા થયા હોવા છતાં આ વર્ષ ભારતીય શેર બજાર (Indian share market) રેકોર્ડ ઊંચાઈ પર પહોંચવામાં સફળ રહ્યું છે. આ રેલીમાં તમામ સેગમેન્ટે પોતાના રોકાણકારોને સારું વળતર આપ્યું છે. જેના પગલે 2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર શેર્સ (Multibagger stocks) જોવા મળ્યા છે. ભારતમાં મલ્ટીબેગર શેર્સમાં ટાટા જૂથ (Tata Group)ની અમુક કંપનીઓના શેર્સ પણ સામેલ છે. મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે 2021ના વર્ષમાં NSE પર મલ્ટીબેગર શેરની યાદીમાં ટાટા જૂથની પાંચ કંપનીના શેર સામેલ છે. આ શેર્સમાં રોકાણકારોને 2000% સુધી વળતર મળ્યું છે. તો જાણીએ યાદીમાં કયા કયા શેર સામેલ છે.

    1) Tata Power: ટાટા પાવર કંપનીના શેરની પ્રાઇસ હિસ્ટ્રી પ્રમાણે આ શેર 75 રૂપિયાના સ્તર પરથી 215 રૂપિયા પર પહોંચ્યો છે. વાર્ષિક આધારે આ શેરમાં 2021ના વર્ષમાં 180 ટકા વળતર મળ્યું છે. જોકે, આ શેરમાં 18 ઓક્ટોબર 2021ના રોજ રેકોર્ડ હાઈ 257.30 રૂપિયાનું સ્તર જોવા મળ્યું હતું. જે બાદમાં આ શેર પ્રોફિટ બુકિંગના દબાણ હેઠળ છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં રોકાણકારોને 75% વળતર મળ્યું છે.

    2) Tata Motors: ટાટા જૂથની કંપનીની પ્રાઇસ હિસ્ટ્રી પ્રમાણે આ શેર વાર્ષિક આધારે લગભગ 185 રૂપિયાથી વધીને 465 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. 2021ના વર્ષમાં આ શેરમાં રોકાણકારોને આશરે 150 ટકા વળતર મળ્યું છે. આ વર્ષે 17 નવેમ્બરના રોજ શેર 530.15 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો.

    3) Tata Elxsi: બેંગલુરુ સ્થિત કોમ્પ્યુટર સૉફ્ટવેર કંપનીનો સ્ટોક 2021ના વર્ષમાં1870 રૂપિયાના સ્તરથી 5460 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 190% તેજી જોવા મળી છે. 17 નવેમ્બર 2021ના રોજ શેર 6595.10 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. હાલ આ શેર વેચવાલીના દબાણ હેઠળ છે.

    આ પણ વાંચો: Tata Punch CNG: ટાટાની સૌથી સસ્તી SUVના CNG અવતારે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, મળશે 29km સુધીની માઇલેજ

    4) Nelco: ટાટા જૂથની આ કંપનીનો શેર વાર્ષિક ધોરણે 200 રૂપિયાથી વધીને 720 રૂપિયા પર પહોંચ્યો છે. વર્ષ 2021માં લગભગ આ શેર 260 ટકા ભાગ્યો છે. મલ્ટીબેગર શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને 120 ટકા વળતર આપ્યું છે. ઓક્ટોબર 19, 2021ના રોજ આ શેર પોતાની સર્વોચ્ચ સપાટી 960.10 રૂપિયા પર પહોંચ્યો હતો. જે બાદમાં તેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

    5] Tata Teleservices (Maharashtra) Limited: આ મલ્ટીબેગર પેની સ્ટૉક વાર્ષિક ધોરણે 7.8 રૂપિયાથી વધીને 169.85 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. 2001ના વર્ષમાં આ શેરમાં 2000 ટકા તેજી જોવા મળી છે. આ મલ્ટીબેગર સ્ટૉક તાજતેરમાં જ NSE પર 189.10 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. જે બાદમાં કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

    આ પણ વાંચો: Tata Tiago CNG: લૉન્ચિંગ પહેલા જોવી મળી ટાટા ટિયાગો સીએનજી કારના ફીચર્સની ઝલક, જાણો કેવાં કેવાં ફીચર્સ હશે

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, TATA, Tata group, Year Ender 2021

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन