Home /News /business /Cyrus Mistry's Lifestyle: સરળ વ્યક્તિની જેમ જિંદગી જીવતા હતા સાયરસ મિસ્ત્રી, આ તસવીર તેનો પુરાવો
Cyrus Mistry's Lifestyle: સરળ વ્યક્તિની જેમ જિંદગી જીવતા હતા સાયરસ મિસ્ત્રી, આ તસવીર તેનો પુરાવો
ઢાબામાં સામાન્ય માણસની જેમ જમતા સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઇવર - ફાઇલ તસવીર
Cyrus Mistry's Lifestyle: ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી સામાન્ય વ્યક્તિનું જેમ સાદું જીવન જીવતા હતા. જો કે, હાલમાં સાયરસ મિસ્ત્રીની આ તસવીર સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહી છે. જેમાં સરળ વ્યક્તિની જેમ સાયરસ મિસ્ત્રી ઢાબામાં ખાટલામાં બેસીને લંચ લેતા જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારના રોજ રોડ અકસ્માતમાં નિધન થયું હતું. બહુ જાણીતું નામ એવા સાયરસ મિસ્ત્રીનું નિધન થતા શોકનો માહોલ છવાઇ ગયો હતો. આમ, જો વાત કરીએ તો મે, 2016ના પહેલા અઠવાડિયાની આ વાત છે. જ્યારે સાઇરસ મિસ્ત્રીએ દેશની જાણીતી ઔદ્યોગિક કંપની ટાટાના ચેરમેન હતા. એ સમયમાં પોતાના કામના કારણે તેઓ ક્યાંક જતા હતા અને રસ્તામાં સાયરસ મિસ્ત્રીને બરાબર ભૂખ લાગી હતી. ભૂખ લાગવાને કારણે સાયરસ મિસ્ત્રી રોડ સાઇડમાં આવેલા એક ઢાબામાં ગયા હતા. તેમણે ત્યાં ખાટલા પર બેસી લંચ લીધું હતું. ઉલ્લેખનીય છે કે, સાયરસ મિસ્ત્રીએ ટાટા સન્સના ચેરમેન પદે હોવા છતાં ઢાબામાં ખાટલા પર બેસીને એક સામાન્ય વ્યક્તિની જેમ ભોજન કર્યું હતું. ત્યારે જ ફોટોગ્રાફર Phani Mahtoની નજર સાયરસ મિસ્ત્રી પર પડી અને તેમણે ફોટો પાડી લીધો. હાલ આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
સાયરસ મિસ્ત્રીને મુંબઇ બહુ ગમતું
4 જુલાઇ, 1968ના રોજ મુંબઇમાં સાયરસ મિસ્ત્રીનો જન્મ થયો હતો. સાયરસ મિસ્ત્રીને મુંબઇ સાથે ખૂબ લગાવ હતો. સાયરસ મિસ્ત્રી મુંબઇને ખૂબ પ્રેમ કરતા હતા. જો કે, સાયરસ મિસ્ત્રીના અનેક ઠેકાણે જેમ કે, લંડન, પુના, અલીબાગ અને માથેરનમાં બંગલા છે. પરંતુ સૌથી વધારે લગાવ એમને મુંબઇ સાથે હતો. તેમનો એક બંગલો મુંબઇના એક દરિયાકિનારે પણ છે.
વર્ષ 2011માં સાયરસ મિસ્ત્રીની રતન ટાટાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2012માં તેઓ ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. સાયરસ મિસ્ત્રીનું કારોબારી જગતમાં બહુ મોટું નામ છે. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપમાં જોડાયા એ પહેલાં તેઓ શાપૂરજી પાલોનજી મિસ્ત્રી કંપની સાથે જોડાયેલા હતા. આ કંપની મધ્ય એશિયા અને આફ્રિકામાં કન્સ્ટ્રક્શનના કામ સિવાય પાવરપ્લાન્ટ અને ફેક્ટરી બનાવવા માટેના અનેક મોટા પ્રોજેક્ટ પણ પૂરાં કરેલા છે.
સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. નોંધનીય છે કે, ટાટા ગ્રુપના ઇતિહાસમાં બીજીવાર કોઇ ‘ટાટા’ સરનેમ વગરની વ્યક્તિને કંપનીએ ચેરમેન બનાવ્યા હતા. સાઇરસ પાસે મેન્યુફેચ્ચરિંગથી લઇને મનોરંજન, વીજળી તેમજ બીજા અનેક પ્રકારનો વીસ વર્ષનો અનુભવ હતો. 2006થી સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપ સાથે જોડાયેલા હતા, જ્યારે 2016માં 24 ઓક્ટોબરના રોજ એમને ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા હતા. કંપનીએ મિસ્ત્રીની જગ્યાએ એન. ચંદ્રશેખરને એક્ઝિક્યૂટિવ ચેરબેન બનાવ્યા હતા. આ પાછળનું કારણ નોન-પર્ફોમન્સ બતાવવામાં આવ્યું હતું. ત્યારપછી બંને વચ્ચે કાયદાકીય લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે મિસ્ત્રીની પાસે આયરલેન્ડની પણ નાગરિકતા હતી અને તેઓ ભારતના સ્થાયી નાગરિક પણ હતા. સાયરસ મિસ્ત્રી ટાટા પરિવારના ઘણાં નજીક છે. મિસ્ત્રીએ લંડનમાં એન્જીનિયરિંગની માસ્ટર ડિગ્રી લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર