Home /News /business /

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ચાર રૂપિયાના શેરે આપ્યું 53,000% વળતર

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ચાર રૂપિયાના શેરે આપ્યું 53,000% વળતર

રાકેશ ઝુનઝુનવાલા

Titan company stock: છેલ્લા 5 વર્ષમાં આ શેરમાં શેરહોલ્ડરોને મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. આ દરમિયાન શેર 315 ટકા વળતર આપતા 516 રૂપિયાથી વધીને 2138 રૂપિયા પર પહોંચી ગયો છે.

મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio : 20 વર્ષ પહેલાં માત્ર 4 રૂપિયાની કિંમત ધરાવતો ટાઈટન કંપની (Titan Company shares)નો શેર આજે રૂ. 2,138ના લેવલે પહોંચી ગયો છે. આ શેર ટોચના રોકાણકાર રાજેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં સામેલ છે. ટાટા ગ્રુપ (Tata group stock)ના આ શેરે 20 વર્ષમાં લગભગ 53,000 ટકા રિટર્ન આપ્યું છે. રોકાણકારોએ સારા ફંડામેન્ટલવાળા શેરોમાં હોલ્ડિંગ રાખવાથી સારા પરિણામ મળે છે.

ટાઇટન કંપની (Titan Company)ના સ્ટૉક પરથી લાંબા સમય સુધી હોલ્ડિંગની સ્ટ્રેટેજીથી સફળતા કેવી રીતે મેળવી શકાય તે સમજીએ. છેલ્લા 20 વર્ષમાં ટાઇટનના શેરની કિંમત 4.03 રૂપિયા હતી, જે હવે 2,138 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા બે દાયકામાં આ સ્ટોકે 53,000 ટકા વળતર આપ્યું છે.

આ વર્ષે શેરમાં 15 ટકાનો કડાકો બોલ્યો


વર્ષ 2022માં ટાટા ગ્રુપ (Tata group stock)ના આ શેરમાં કડાકો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યારસુધીમાં આ શેરમાં લગભગ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરના બજારોમાં સતત વેચવાલી હોવાનું માનવામાં આવે છે. અલબત્ત, છેલ્લા એક વર્ષમાં ટાઇટનનો શેર 1738 રૂપિયાથી 2138 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આમ એક વર્ષમાં આ શેરે 23 ટકાનું વળતર આપ્યું છે.

આ પણ વાંચો:હોમ અને ઓટો લોન પર હવે કેટલું વધારાનું વ્યાજ ચૂકવવું પડશે?

છેલ્લા 5 વર્ષમાં આ શેરમાં શેરહોલ્ડરોને મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. આ દરમિયાન શેર 315 ટકા વળતર આપતા 516 રૂપિયાથી વધીને 2138 રૂપિયા પર પહોંચી ગયો છે.

20 વર્ષમાં 10,000 રૂપિયા 53 લાખ રૂપિયા થઈ ગયા


આ શેરમાં પાંચ વર્ષ પહેલા રૂ. 10,000નું રોકાણ કરનારના હવે રૂ. 41,500 થઈ ગયા ગણાય. આવી જ રીતે જો કોઈએ 20 વર્ષ પહેલા આ શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે 53 લાખ રૂપિયાના શેર હોય.

આ પણ વાંચો: રોકાણકારોનું ચોથા ભાગનું રોકાણ ખાઈ ગયો LICનો શેર

ટાઇટનમાં રાકેશ ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ


ટાઈટન કંપનીના 2022ના ચોથા ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ટાટા ગ્રુપની આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનું રોકાણ છે. આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા 3,53,10,395 શેર એટલે કે 3.98 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે રેખા ઝુનઝુનવાલા કંપનીમાં 95,40,575 શેર એટલે કે 1.07 ટકા હિસ્સો ધરાવે છે. એકંદરે ઝુનઝુનવાલા દંપતી ટાઇટન કંપનીમાં 5.05 ટકા હિસ્સો ધરાવે છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણ માટેની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Multibagger Stock, Rakesh jhunjhunwala, Share market, Stock market, Tata group

આગામી સમાચાર